SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી ભગવતીજી પત્રનાં વ્યાખ્યાને નને સેવાવું, એ તે તેમનાથી જ બની શકે છે, કે જેઓનું તેવું નસિબ હેય. સાચે જય તે, આત્મા પિતાના આન્તર શત્રુઓને હંફાવે, રીબાવે અને મારે, એમાં જ રહે છે. આન્તર શત્રુઓ ઉપરને જય, એ જ પાર જય છે. જેના આન્તર શત્રુઓ મરે, તે અવ્યાબાધ સુખનો ક્તા બને. એવા જયને પામવાને માટે, આ શ્રી ભગવતીજી સૂત્રનું શ્રવણ, એ પણ અમેઘ કારણ છે. આ શ્રી ભગવતી સૂત્રનું શ્રવણ જે વિધિપૂર્વક, ભાવપૂર્વક, બહુમાનપૂર્વક કરવામાં આવે, તે આ સૂત્રનું શ્રવણ કરનારે આત્મા, ત્રણ ભાગમાં જ આન્તર શત્રુઓને પૂરે વિજેતા બનીને, અપૂર્વ અને અનુપમ જયને પામનારે બને છે. આન્તર શત્રુઓના જયમાં જેમ આ શ્રી ભગવતીજી સૂત્ર અમેઘ સાધન છે, તેમ બાહ્ય શત્રુઓના જયમાં જયકુંજર એ અમેઘ સાધન છે. યુદ્ધમાં વાહન તો જોઈએ ને ? બાહ્ય યુદ્ધને માટે રાજાએ વાહન તરીકે હાથીને જ પસંદ કરતા. યુદ્ધ કરવાને જતા રાજાઓ હાથી ઉપર બેસીને યુદ્ધમાં જતા અને હાથી તેમને યુદ્ધ કરવામાં ઘણી મદદ રૂપ નિવડ. એમાં ય, જયકુંજરની વાત જ શી કરવી? તેમ આન્તરિક યુદ્ધને માટે જેઓ શ્રી ભગવતીજી સૂત્રમાં અપાએલાવિષયને વાહન રૂપ બનાવે, તેઓને આન્તરિક યુદ્ધમાં શ્રી ભગવતીજી સૂત્રમાં અપાએલો વિષય, અદભુત મદદ કરે છે. જેની પાસે જયકુંજર તે જીતે જયકુંજરમાં જય અપાવવાની કેવી અદ્ભુત શક્તિ હોય. છે, એને આજે તે તમને અનુભવ થાય તેમ નથી. આજે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy