________________
જ. J યહાં સબ છોડ જાના હૈ, ૬૫.
આવી રીતે દેવને ગરાસ આપવાથી, નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જોઈએ તેવી સારસંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરુષ પોતાની શક્તિ પ્રમાણે અશ્વર્યવાળું જિનમંદિર કરાવે. તે પુરુષ દેવકમાં દેવતાઓએ વખણાયે છતાં ઘણું કાળ સુધી પરમ સુખ-પામે છે. એમ પાંચમું દ્વાર સમાપ્ત થયું. ૬. જિનબિંબ–તેમજ રત્નની, ધાતુની, ચંદનાદિક કાષ્ઠની, હસ્તિદંતની, શિશાની અથવા માટી વગેરેની જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણ. અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય જાણવું. કહ્યું છે કે-જે લોકે સારી મૃત્તિકાનું, નિર્મળ શિલાનું, હસ્તિદંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું, અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ મુજબ કરે છે. તેઓ ઉભયલોકમાં પરમસુખ પામે છે જિનબિંબ કરાવનાર લોકોને દારિદ્ર, દુર્ભાગ્ય, નિંઘ જાતિ, સિંઘ શરીર, માઠી ગતિ, દુર્ગતિ, અપમાન, રંગ અને શેક આટલાં વાનાં ભેગવવાં પડતાં નથી. વાસ્તુ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લેકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે છે. કહ્યું છે કે-અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પિતાની તથા પરની ઉન્નતિને વિનાશ કરે છે. જે મૂળનાયકજીમાં મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કઈ પણ અવયવનો ભંગ થો હોય, તે મૂળનાયકજીને ત્યાગ કરે. પણ જેનાં આભૂષણ, વસ્ત્ર