________________
૬૩૬] ન આવે સાથ અબ તેરા જ, (૩) [શ્રા, વિ. પરિવાર, લંછન અથવા આયુધ એમને ભંગ થયો હોય, તે પ્રતિમાને પૂજવાને કાંઈ પણ હરક્ત નથી. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જુનું હોય તથા ઉત્તમ પુરુષે પ્રતિષ્ઠા કરેલું હોય, તે બિંબ કદાચ અંગહીન થાય, તે પણ તેની પૂજા કરવી. કારણ કે, તે બિંબ લક્ષણહીન થતું નથી.
પ્રતિમાના પરિવારમાં ભિન્ન-ભિન્ન વર્ણની અનેક જાતની શિલાઓ હોય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છે આદિ સરખા આંગળવાળી પ્રતિમા કઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગીઆર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા ગ્ય છે. અગીઆર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી, એમ પૂર્વાચાર્યો કહી ગયા છે. નિરિયાવલિસૂત્રમાં કહ્યું છે કેલેપની, પાષાણની, કાષ્ઠની, દંતની તથા લેઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા રોગ્ય નથી. ઘરદેરાસરમાંની પ્રતિમા પાસે બળિને વિસ્તાર (નૈવેદ્ય) ન કરે, પણ રેજ હવણ અને ત્રણટંક પૂજા કરવી.
સવે પ્રતિમાઓ મુખમાગે તે પરિવાર અને તિલકાદિ આભૂષણ સહિત હેવી જોઈએ, તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે, અને પુણ્યાનુબંધી પુણ્યને બંધ વગેરે થાય છે. કહ્યું છે કે-જિનપ્રસાદમાં વિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હોય તે, મનને જેમ જેમ આહૂલાદ ઉપજાવે છે, તેમ તેમ કર્મનિજ રા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે મંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં