SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र १९३ સુપ્ત તેમજ જાગ્રત અવસ્થા એકી સાથે જણાવી છે. દ્રવ્યનિદ્રામાં સૂતેલાને ધર્મ હોય અથવા ન પણ હોય. ભાવથી જાગ્રત જીવને નિદ્રામાં સૂતેલો હોય છતાં પણ ધર્મ જ થાય. ભાવથી અજાગ્રત નિદ્રા-પ્રમાદને આશ્રયીને અંતઃકરણથી યુક્ત છે તેને પણ ધર્મ ન હોય. અને દ્રવ્યથી અને ભાવથી સુપ્તજીવને તો ધર્મ અશક્ય જ છે. શંકા - દ્રવ્યથી સૂતેલાને ધર્મ કેમ ન હોય ? (એના સમાધાનમાં) તે કહે છે. સમાધાન - નિદ્રા વડે જીવ દ્રવ્યસુપ્ત થાય છે. તેનો પાર પામવો મુશ્કેલ છે. થીણદ્ધિ, પ્રચલા, પ્રચલાપ્રચલા, આ ત્રણ નિદ્રાનો ઉદય તદ્દભવ મોક્ષગામી જીવને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થવા દેતો નથી. અને થીણદ્વિત્રિકનો બંધ મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાનક સુધી અનંતાનુબંધિની સાથે રહેલો છે. (સહચારી છે.) અને થીણદ્વિત્રિકનો ક્ષય તો અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકના સંખ્યાતા ભાગમાંથી પણ કેટલાક ભાગ પૂર્ણ થાય ત્યાર પછી થાય છે. નિદ્રા-પ્રચલાનો ઉદય પણ દુરંત જ છે. દુઃખપૂર્વક થઈ શકે છે. આ બંનેનો બંધ અપૂર્વકરણના કાલના સંખ્યાતા ભાગ પછી અટકે છે. ક્ષય ક્ષીણકષાય ગુણસ્થાનકના દ્વિચરિમ સમયે થાય છે. અને ઉદય તો ઉપશમક અને ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી પણ હોય છે. આથી જ નિદ્રારૂપ પ્રમાદને દુરન્ત કહેવાય છે. જેનો અંત દુર છે તે, દુઃખે કરીને જેનો અંત આવે છે તે...! અજ્ઞાનના ઉદયથી જે જીવ દર્શનમોહનીય કર્મની મહાનિદ્રામાં સૂતેલો છે. તે મહાદુઃખને અનુભવે છે, દુઃખનું કારણ હોવાથી અજ્ઞાન જ દુઃખરૂપ છે અને અજ્ઞાન આ લોકમાં બન્ધ, વધ, આદિ શારીરિક પીડા આપનારું તેમજ માનસિક પીડા આપનારું છે અને પરલોકમાં નરકાદિ ભવરૂપ સંકટમાં પાડવા માટે છે. ભોગાલિભાષી આ જીવ જીવોને પીડા દવારૂપ કષાય હેતુરૂપ કર્મબંધ કરીને નરક વિ. પીડાકારક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તે નરકાદિમાંથી અનેક પ્રયત્નપૂર્વક કેમ કરીને નીકળેલો જીવ. સર્વ સંક્લેશ જડમૂળથી દૂર થાય તેવા, ધર્મના સાધનરૂપ આર્યક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામીને ફરીથી તેવું કરે છે. (તેવી ક્રિયા કરે છે.) જેનાથી નીચી-નીચી ગતિમાં જાય છે. પણ સંસારથી છૂટતો નથી. પરંતુ, જે જીવ લોકાચાર'ને જાણીને પૃથ્વીકાય આદિ હિંસાના શસ્ત્રથી ઉપરત (વિરમેલો) છે તે ધર્મ જાગૃતિથી જાગૃત શબ્દાદિ કામ-ગુણો દુઃખના કારણ છે. એવું જ્ઞપરિજ્ઞાવડે જાણીને, પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે તેનું પચ્ચખાણ કરે છે. તેને જ સાચું આત્મજ્ઞાન થાય છે. (થયેલું છે.) અને તેવા આત્મજ્ઞાની જીવ જન્મ-જરા-મરણ-શોક-રૂપ વિ. સંકટના સ્થાનભૂત સંસારરૂપ ભાવગ્નોતના કારણે રાગ-દ્વેષના સંગને જાણીને તેને છોડે છે. તે આ રીતે સુપ્ત અવસ્થાના દોષ અને જાગૃત અવસ્થાના ગુણને જાણનાર, બાહ્ય-અભ્યતર ગ્રંથીથી રહિત મુનિ અત્યંત શીતોષ્ણ પરિષદને સહન કરતી વખતે પણ કર્મક્ષય માટે તત્પર મુનિ પરિષહ કે ઉપસર્ગની કઠોરતાનો તો સહાયક છે. તેવું માનતો તેને પીડારૂપ નથી જાણતો. (ગ્રહણ કરતો નથી.) તેમાં શીતોષ્ણ પરિષહ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદથી ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. જ્ઞશરીર-ભવ્ય શરીરથી ભિન્ન એવું હિમ, ઝાકળ, કરા વિ. દ્રવ્યશીત છે. અહીં દ્રવ્યની પ્રધાનતા ગણીને શીત લાગવામાં કારણરૂપ દ્રવ્યને જ “શીત’ તરીકે વિવક્ષા કરી છે. “જીવાશ્રિત' અને
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy