SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १९४ सूत्रार्थमुक्तावलिः પગલાશ્રિત’ એમ બે પ્રકારે ભાવશીત છે. ગુણની પ્રધાનતા વિવક્ષા કરીએ ત્યારે પુદ્ગલનો જે શીતગુણ તે પુગલાશ્રિત દ્રવ્યશીત છે. એ રીતે ઉષ્ણમાં પણ સમજવું. જીવનો તો શીતોષ્ણરૂપ ગુણ અનેક પ્રકારે છે. તે ઔદયિકાદિ છ ભાવથી ઘટિત થઈ શકે છે. તેમાં કર્મના ઉદયથી મળેલ નરકાદિ ભવકષાયના કારણે મળે છે તે ઔદયિક ઉષ્ણપરિષહ જાણવો. કર્મના ઉપશમથી મળતા સમ્યકત્વની પ્રાપ્તિની જે રુકાવટ તે ઔપશમિક શીત સમજવી. સાયિક સમ્યકત્વ કે ચારિત્ર આદિને જે અટકાવવું તે ક્ષાયિક શીત સમજવો. અથવા બીજી રીતે વિચારીએ તો સ્ત્રી અને સત્કાર પરિષહ મનને અનુકૂલ છે તેથી “શીત પરિષહ છે. શેષ વશ પરિષહ મનને પ્રતિકૂલ હોવાથી “ઉષ્ણ પરિષહ જાણવા. તથા લોકમાં ધર્મ કે અર્થ પુરૂષાર્થમાં અનુઘમીને શીતલ-ઠંડો કહેવાય છે. તપમાં ઉદ્યત ને ઉષ્ણ કહેવાય છે. ક્રોધાદિ પરિતાપનો ઉપશમ થયેલો છે માટે ઉપશાંત કષાયને “શીત' કહેવાય છે. જીવોને અભયદાન દેવારૂપ હોવાથી સત્તર પ્રકારનું સંયમ તે શીત છે. તેનાથી વિપરીત અસંયમ ઉષ્ણ છે. સર્વ કર્મની પીડાના અભાવરૂપ મોક્ષનું સુખ તે શીતલ છે. તેનાથી વિપરિત સાંસારિક દુઃખ તે ઉષ્ણ છે. તેમજ જે મુનિ પ્રમાદ રહિત શબ્દ રૂપાદિ વિષયોમાં રાગ-દ્વેષ રહિત છે, ગુપ્તાત્મા છે, શસ્ત્ર અશસ્ત્ર જાણનાર, તેમજ તેની પ્રાપ્તિના ત્યાગ કરનાર જ્ઞાનાવરણીય આદિ કર્મ માટે શસ્ત્રભૂત તપનું કુશલ અનુષ્ઠાન કરે છે. તેના અશસ્ત્રરૂપ જે સંયમનું અનુષ્ઠાન છે. તેના આશ્રવનો નિરોધ કરીને અનાદિભવમાં બાંધેલા કર્મનો ક્ષય કરે છે. આ રીતે કર્મના ક્ષયથી તે સાધુ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાનથી યુક્ત થાય છે. તેથી મંદમતિ-ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, નિદ્રાળુ, સુખી કે દુઃખી, મિથ્યાષ્ટિ, સમ્યગ્દષ્ટિ, મિશ્રદષ્ટિ, સ્ત્રી, પુરૂષ, નપુંસક, કષાયી, સોપક્રમ આયુષ્યયુક્ત, નિરૂપક્રમ આયુષ્ય યુક્ત, અલ્પાયુ, નારકી, તિર્યંચ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત, સુભગ-દુર્ભગ, ઉચ્ચગોત્ર-નીચગોત્ર, કંજુસ, ત્યાગી, ઉપભોગ રહિત, શક્તિહીન, આ સર્વ અવસ્થા જે જે કર્મથી પ્રાપ્તિ થાય છે. તેવી તેવી અવસ્થા તેને મળતી નથી. (કર્મના કારણરૂપ છળ-કપટવાળો થતો નથી.) આ જ્ઞાનાવરણીય આદિ કર્મ જાણીને તેના બંધ, તેની સત્તા, તેના વિપાકથી યુક્ત પ્રાણીઓ જેમ ભાવનિદ્રા વડે ઊંઘે છે. તેમ આ બધી કર્મસ્થિતિને જાણીને અકર્મ અવસ્થા મેળવવા માટે ભાવજાગરણ માટે પ્રયત્ન કરવો જોઈએ. ભાવનિદ્રા સુપ્ત જીવ કામભોગનો અભિલાષી હોવાથી, કામમાં આસક્ત, મહાઆરંભ પરિગ્રહથી જીવન વીતાવવાવાળો હોવાથી બાંધેલા કર્મથી એક ગર્ભથી બીજાગર્ભને વિષે જાય છે. અને સંસારરૂપ ચક્રમાં અરઘટ્ટ (રહેટ)ની જેમ (ના ન્યાય વડે) પરિભ્રમણ કરે છે. તેવો જીવ પ્રાણીને હણીને પણ રમત કરી એ પ્રમાણે માને છે. આ પશુઓનું સર્જન શિકાર માટે થયું છે, અને સુખી જીવોને શિકાર તે ક્રીડારૂપ છે. આવું બોલતાં વૈરભાવને જ વધારે છે. તેથી જાગ્રત થઈને સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ છે. આવું
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy