SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૯૫) થતી હોય તે જીવના વિચારમાં, લક્ષમાં આવે તો દોષો દેખાય, તે પ્રત્યે તિરસ્કાર થાય, તે દુઃખદાયી સ્પષ્ટ સમજાય અને તેના ઉપાયો શોધવા, સાંભળવા અને ગ્રહણ કરવાના પ્રસંગો પ્રાપ્ત થાય છેજી. તેમ છતાં પુણ્ય યોગ વિના, સામાન્ય સત્સંગની પ્રાપ્તિ પણ દુર્લભ છેજી. બજારનાં કે ઘરનાં કામને ધક્કો મારી, બે ઘડી ત્યાં આહારમાં જ ભક્તિ થતી હોય, વાંચન થતું હોય, તેમાં હાજર રહી પોતાના ભાવ ધર્મધ્યાનરૂપ કરવાનો પુરુષાર્થ નહીં કરીએ તો તેને માટે રેલવેની મુશ્કેલીઓ વેઠી, ધન ખર્ચી, કમાવાનો પ્રસંગ ચૂકી, કામ મૂકી આશ્રમમાં આવી રહેવું કેટલું મુશ્કેલ થઈ પડે, તે સહજ સમજાય તેવું છેજી. જેમ સંસારનાં વચનો નાનપણથી કાનમાં પડ-પડ થયાં અને તે દ્વારા સંસાર દ્ધયમાં ઘર કરી ગયો છે, તેમ જ્યારે સત્સંગયોગે પરમકૃપાળુદેવનાં વચનો કાનમાં પડ-પડ થશે અને તેનું અલૌકિકપણું હૃયમાં વસશે તો મોક્ષમાર્ગ જરૂર હાથ લાગશે, સંસારભય દૂર થશે અને “અબ હમ અમર ભયે ન મરેંગે'' એવા ઉદ્ગાર સહજ રશેજી. (બી-૩, પૃ.૫૫૦, આંક ૬૦૭) સત્સંગ એ પહેલામાં પહેલું અને સહેલામાં સહેલું આત્મકલ્યાણનું કારણ છે. વિશેષ શું લખવું? જેનું ભલું થવાનું હશે, તેને તે સૂઝશે અને સત્સંગે કોઈ જ્ઞાનીની આજ્ઞા પામી, આરાધીને આત્મહિત કરી લેશે, તેનો મનુષ્યભવ સફળ થશે એ લક્ષમાં લેવા યોગ્ય છે. (બો-૩, પૃ.૫૫૯, આંક ૬૨૨) T સત્સંગમાં જીવની પરિણતિ ઉલ્લાસિત રહે છે. તે ન હોય તો પરિણામ તેવાં રહે નહીં અને ધાર્યા પ્રમાણે આગળ વધાય નહીં. સત્સંગ જીવને ઘણો સહારારૂપ છે. સત્સંગમાં જીવને આગળ વધવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી. (બો-૧, પૃ.૧૬, આંક ૧૮) D ભક્તિમાર્ગમાં આગળ વધવા સત્સંગ એ અનુપમ સાધન છે. જ્યાં સુધી ઇન્દ્રિયો સાબૂત છે, બીજાં કામ થઈ શકે તેવું શરીર છે, ત્યાં સુધી આ આત્માની દયા લાવી આત્મહિત અર્થે સત્સંગ, ભક્તિ, વાંચન, વિચાર, સદાચાર આદિ કરી લેવા યોગ્ય છે. જ્યારે શરીરમાં રોગ ઘર કરશે, કાન, આંખ આદિ આળસી જશે, અશક્તિ ઘર કરશે ત્યારે પછી કંઈ નહીં બને. માટે વિશેષ કાળજી રાખી, આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવામાં થતા પ્રમાદને, પુરુષાર્થથી જીતવો ઘટે છેજી. પૈસા થોડા હોય તો આછું-પાતળું ખાઈ-પીને દહાડા કઢાય, બહુ વિદ્વતા ન હોય તો જ્ઞાનીનું કહેવું બ્દયમાં રાખી ચલાવી લેવાય, યશ-કીર્તિ ન મળે તો તેના વિના પણ ચાલે; પણ જો ખાવામાં અને ઊંઘવામાં જ જીવન ચાલ્યું ગયું અને અચાનક કાળ આવીને ઊભો રહેશે ત્યારે સાથે શું લઈને અહીંથી જીવ જશે? અહીંનું એકઠું કરેલું કે જેમનાં મન સાચવવા તણાઈ મર્યા હોઇએ તેવાં સગાંવહાલાં, બધાં અહીંના અહીં રહી જશે અને પોતે બાંધેલું ભોગવવા, એકલો જીવ ખાલી હાથે જશે. આવા વૈરાગ્યભરેલા વિચારો વારંવાર કરવાથી આત્મહિતની ગરજ જાગશે, આ ભવમાં મૂઠી ફાકો થઈ શકે તેટલું કરી લેવાની તત્પરતા વધશે. બધા ભવમાં કાગડા-કૂતરાના મોતે જીવ મર્યો છે, તેવું આ ભવમાં નથી કરવું પણ સમાધિમરણ થાય તેની તૈયારી આજથી કરતા રહેવી ઘટે છે. તે સત્સંગે યથાર્થ સમજાય છે, માટે સૌથી સહેલું અને પ્રથમ કર્તવ્ય તો સત્સંગ છે. તેની ઝૂરણા રહ્યા કરે એવી અગમચેતી લેતા રહીશું તો જરૂર મરણ સુધારવાની કળા હસ્તગત થશે. (બી-૩, પૃ.૬૧૦, આંક ૭૦૫)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy