SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૬) T બધા સાધનોમાં સત્સંગ એ સહેલું અને પહેલું કરવા યોગ્ય સાધન છે. તેવા પુણ્યના ઉદયે, તે જોગ બની આવે છે. તેવો જોગ ન હોય ત્યાં સુધી, તેની ભાવના કરવી અને પુરુષાર્થ પ્રગટાવી, તેવો જોગ બનાવવો ઘટે છેજી, (બી-૩, પૃ.૭૬૭, આંક ૯૭૪). સત્સંગ એ સર્વોપરી સાધન છે. તેના અભાવે પોતાનો સ્વછંદ રોકી, સન્શાસ્ત્ર કે સત્સંગે શ્રવણ થયેલો ઉપદેશ, પ્રત્યક્ષ સત્પષતુલ્ય સમજી ઉપાસવો યોગ્ય છે. (બી-૩, પૃ.૧૪૯, આંક ૧૪૯) 3 આત્મહિતનાં સર્વ સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે, એવો નિશ્ચય મુમુક્ષુજીવે અવશ્ય કર્તવ્ય છે, એમ પરમકૃપાળુદેવ જણાવે છે. પૂર્વકર્મના ઉદયે તથા જીવના શિથિલપણાને લીધે તેનો લાભ લેવાતો નથી, તેમાં પણ શિથિલપણાનો દોષ તો જરૂર, જરૂર ટાળવો ઘટે છેજી. (બી-૩, પૃ.૫૬૦, આંક ૬૨૪) D સત્સંગ જેવું જીવને એકેય બળવાન સાધન નથી. સત્સંગને માટે પ્રભુશ્રીજી કહેતા કે તે તો માના દૂધ જેવો છે. બાળકને દૂધપાક હજમ થાય નહીં, પરંતુ માનું દૂધ પચી જાય, ઘણું માફક આવે; તે પીને બાળક ઉછરે છે. તેમ જીવને સત્સંગ કારણરૂપ છે. (બો-૧, પૃ.૫, આંક ૬) T સત્સંગની જરૂર છે. બીજું કંઈ કરવા જઇએ, ત્યાં સ્વચ્છંદ આવી જાય. સત્સંગમાં પુછાય, વિચારાય એ બધું સત્સંગમાં થાય. ત્યાં સ્વછંદ આવવાનો ભય નથી. કોઈ ન આવે તો આપણે એકલા બેસીને પણ અર્ધો કલાક વાંચન કરવું; એટલે બીજું કામ કરતાં પણ, વાંચેલું હોય તો તે યાદ આવે. મારે આત્મકલ્યાણ કરવું જ છે એમ હોય, તેણે તો સત્સંગ કરવો. કોઇને આત્મકલ્યાણ કરવાનો નિશ્ચય ન હોય અને જો તે સત્સંગ કરે તો તેને પણ આત્મકલ્યાણ કરવાનો વિચાર થઈ જાય. આ કાળમાં સત્સંગ વિશેષ બળવાન સાધન છે; એકલાનું તો બળ ચાલતું નથી. કોઇ અશક્ત માણસ હોય, તે લાકડીનો ટેકો રાખીને ચાલે, તેવી રીતે સત્સંગરૂપી લાકડી રાખીને ચાલે તો આગળ ચલાય. પ્રભુશ્રીજી કહેતા કે સત્સંગ કરજો. સત્સંગ એ સહેલો રસ્તો છે, તે પહેલાં કરી લેવાનો છે. સત્સંગમાં પોતાના દોષ દેખાય, પછી કાઢે. સત્સંગ એ સહેલો ઉપાય છે. (બો-૧, પૃ.૪૭, આંક ૧૯) || જીવને જગતના ઝેરમાંથી બચવા માટે સત્સંગ એ મોટું સાધન છે. જીવને જ્યારે સત્સંગ ન હોય, ત્યારે બધું ભૂલી જાય છે. જો સત્સંગ હોય તો ભક્તિ વગેરે કરવાની સહેજે ભાવના થાય છે. તેને કંઈ કહેવું ન પડે. (બો-૧, પૃ.૫૪, આંક ૩૧) જે મુમુક્ષુના મનમાં એમ આવે કે મારાથી કંઈ ધર્મ થતો નથી; મારાં આચરણથી ઊલટા બીજા વગોવાય, માટે મારે રાજમંદિરમાં જવામાં લાભ નથી; આવા ભાવ ઉપર-ઉપરથી જોનારને કંઇક ઠીક લાગે, પણ તે પોતાને અને પરને, બંનેને નુકસાનકારક છે. તેવા કર્મના ઉદયે તેવા ભાવમાં તણાઈ ન જવાય, પણ મિત્રો એકઠાં મળે ત્યારે તે વાતની ચર્ચા કરીને કે એકાદ મિત્ર સાથે દિલ ખોલીને ખુલાસો કરી લેવા યોગ્ય છે; અને વિચારણા કરે તો જણાય કે સત્સંગ સિવાય સુધરવાનો બીજો કોઈ ઉપાય જગતમાં જણાતો નથી; અને જે સત્સંગથી દૂર રહે છે, તે દોષોને જ આમંત્રણ આપે છે. સારી સોબત છૂટી તો સંસારને વધારનારી વાસનાઓથી તે ઘેરાઈ જવાનો અને તેને સારા વિચારોનો ઓછો અવકાશ રહેવાનો.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy