SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૪) I વૈરાગ્ય વધે તેવું વાંચન-વિચાર પ્રથમ કર્તવ્ય છે, સાથે ભક્તિ કર્તવ્ય છે. પછીથી કંઈક સમજણ-માહિતી મેળવી ઉપવાસ આદિ ધર્મસાધનમાં જોડાવા યોગ્ય છેજી. સહેલામાં સહેલો સત્સંગ છે. પહેલામાં પહેલો પણ તે જ કર્તવ્ય છે. (બી-૩, પૃ. ૧૭૦, આંક ૧૭૫) T સત્સંગથી વિવેક એટલે ભેદજ્ઞાન થાય. આ આત્મા અને આ દેહ એવો ભેદ પડે તો મોક્ષ થાય. મોહરૂપી ઝાકળને ઉડાડવામાં સત્સંગ પવન જેવો છે. ગમે તેવું દુઃખ, મુશ્કેલી પડે, તો પણ સત્સંગ તજવો નહીં. સત્સંગ મળ્યો હોય તેને તીર્થાદિ કંઈ કરવાની જરૂર નથી. જિતેન્દ્રિય, સંશયરહિત, દેહાધ્યાસરહિત સંત મળે તો પછી તપ-તીર્થનું કંઈ માહાભ્ય રહેતું નથી. સત્સંગ હોય તો ઉત્તમ ગતિ થાય. સત્સંગ કરવો હોય તો અસત્સંગ ટાળવો જોઇએ. શમ, વિચાર, સંતોષ અને સત્સંગ - એ ચાર મોક્ષના દ્વારપાળ છે. મનરૂપી હાથી જીતીને એ ચારમાંથી એક પણ પ્રાપ્ત કરો. એ ચારેમાં સારામાં સારો સત્સંગ છે. એ કરે તો બધાય આવી જાય. (બો-૧, પૃ. ૧૯૩, આંક ૬૮). D આ કાળમાં પરમકૃપાળુદેવે પણ જેને માટે વારંવાર ઝૂરણા કરી છે અને જેનું માહાત્મ દર્શાવવા અનેક પત્રો લખ્યા છે એવો એક સત્સંગ નામનો પદાર્થ સર્વથી પહેલો, નિરંતર ઉપાસવા યોગ્ય છે, ભાવના કરવા યોગ્ય છેજી. તે સિવાય નિઃશંક થવાય તેમ નથીજી. માટે બનતા પ્રયત્ન, ગમે તે ભોગે, શરીરની દરકાર જતી કરીને પણ, સત્સંગ અર્થે આટલો ભવ ગાળવો છે, એમ નિર્ણય થશે તો જરૂર, તમે જે ધારણા રાખો છો - સમાધિમરણની, તેનું તે અચૂક કારણ છેજી. જોકે પુણ્યનો ઉદય જીવને જોઇએ છે, તે વિના બનતું નથી. છતાં પુણ્યના ઉદયને પણ શિથિલ ચિત્તને લઈને નિષ્ફળતા મળે, ઢીલ થાય, ધકેલે જાય તો તે પુણ્યનો ઉદય દિવસે-દિવસે ખવાતો જાય અને પાપનો ઉદય આવે ત્યારે કંઈ કરવું હોય તોપણ બનવું અશક્ય થઈ પડે તેમ છેજી. માટે ઘણી વખત ઉત્તર લખતાં-લખતાં મનમાં એમ થઈ આવે છે કે તમને શિથિલતાનું કારણ આ પત્રવ્યવહાર તો નહીં થતો હોય? તેથી સંતોષ માની, જીવ ઢીલો તો મૂળે છે અને ઢીલા થવાનું કારણ બને કે અહીં બેઠાં-બેઠાં આપણે ખુલાસા થાય છે, તો મુશ્કેલી શા માટે વેઠવી? એ વિચાર ટાળવા યોગ્ય છે. (બી-૩, પૃ.૪૯૭, આંક ૫૩૩) D જ્યાં સુધી જીવને સત્સંગની ભાવના પ્રબળપણે નહીં રહ્યા કરે, ત્યાં સુધી જીવને આ સંસારના પદાર્થો ઈષ્ટ-અનિષ્ટપણું કરાવી, જરૂર કર્મબંધન કરાવ્યા વિના રહે તેમ નથીજી, જીવની બાહ્યવૃષ્ટિ હોવાથી, સત્સંગનું માહાભ્ય જેવું પરમકૃપાળુદેવના દ્ધયમાં અહોરાત્ર વસ્યા કરતું હતું તે ક્યાંથી સમજાય ? અને ન સમજાય તે વસ્તુની ભાવના પણ થવી મુશ્કેલ છેજ. તેથી સૌથી સહેલું અને સૌથી પહેલું ધર્મકાર્ય સત્સંગ ઇજી, એમ વૃઢ કરવા યોગ્ય છે. પોતે પોતાની મેળે જીવ ગડમથલ કર્યા કરે અને આથી લાભ છે કે આથી મને હિત છે એમ માન્યા કરે, તેથી પોતાની ભૂલો પોતાને સમજાવી મુશ્કેલ છે અને સત્સંગમાં અનેક પ્રકારે કલ્યાણનાં કારણોની ચર્ચા
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy