SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ આમ જો તેને કોઇ પણ રીતે મંત્ર કે કોઇ ગુણના વિચારમાં રોકવા પ્રયત્ન કરી જોશો તો જરૂર તમે ઇચ્છો છો તેથી સુંદર અને આનંદદાયી ફળ મળશે. આમાં મદદ મળે તે માટે સમાધિસોપાનમાંથી ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૈાચ આદિ દશ લક્ષણરૂપ ધર્મનું પ્રકરણ છે, તે કાળજીપૂર્વક વાંચતા રહેવા ભલામણ છેજી. નવરાશ હોય તો ઓફિસમાં પણ એકાદ પુસ્તક રાખવું કે લેતા જવું; અને બીજા બીડી, ચા કે ગપ્પાંમાં વખત ગાળે ત્યારે આપણે સત્શાસ્ત્રમાંથી કંઇક વાંચવું, વિચારવું કે કંઇ ન બને તો સ્મરણમાં મનને જોડવું. જો નવરું મન રહ્યું તો તે નખ્ખોદ વાળે તેવો તેનો સ્વભાવ છેજી. (બો-૩, પૃ.૪૦૧, આંક ૪૦૯) પ્રીતિકર દેશાટન કરવા જતો હતો, તે વખતે તેના ગુરુએ એક કાગળ લખીને આપ્યો. તે પ્રીતિકરે વાંચ્યા વગર કાનમાં રાખી મૂક્યો. પછી તે સંકટમાં આવ્યો ત્યારે કોઇ વિદ્યાધર આવ્યો, તેણે એ કાગળ વાંચ્યો. તેમાં એટલું લખેલું કે વિપત્તિમાં એને સહાય કરજો અને નીચે ગુરુએ પોતાનું નામ લખેલું. વિદ્યાધરના ગુરુ પણ એ જ હતા, તેથી તેને ઘેર પહોંચાડયો. આ તો લૌકિક છે, પણ આપણને જે મંત્ર મળ્યો છે, તે ઘેર પહોંચાડે એવો છે. આત્મારૂપ થવા માટે આ મંત્ર મળ્યો છે. દેહાદિથી હું ભિન્ન છું, એ કરવા માટે આ મંત્ર મળ્યો છે. આખી જિંદગી સુધી એનો અભ્યાસ કરી મૂક્યો હોય તો છેવટે એ સાંભરી આવે. ‘સહજાત્મસ્વરૂપ'' એમ સાંભરે, તેથી સમભાવ ૨હે. ‘સમભાવ' એ આપણું ઘર છે. જ્ઞાનીએ જે મંત્ર આપ્યો છે, તે કાનમાં મૂકી રાખવા જેવો છે, ભૂલવો નહીં. (બો-૧, પૃ.૩૫૦, આંક ૫૩) સત્સંગ 3 પ્રશ્ન : સત્સંગ એટલે શું ? પૂજ્યશ્રી : આત્માને સત્ય રંગ ચઢાવે, તે સત્સંગ; એકાંતમાં બેસીને પોતાનો વિચાર કરવો, તે સત્સંગ; ઉત્તમનો સહવાસ તે સત્સંગ; આત્મા ભણી વૃત્તિ રહેવી, તે સત્સંગ. મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે કે સત્સંગ ન હોય ત્યારે સત્શાસ્ત્રનું વાંચન કરવું, વિચારવું, પણ ભાવના સત્સંગની રાખીને કરવું. કુસંગ ત્યાગવો. ‘‘સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી.'' (૧૨૮) સર્વમાં ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ છે, અને એ મુખ્ય સાધન છે. (બો-૧, પૃ.૫૨, આંક ૨૮) D આપ પરમકૃપાળુદેવનાં વચનામૃતનાં વાંચન-વિચારમાં મુખ્યપણે કાળ ગાળો છો, તે એક પ્રકારે સત્સંગ જ છેજી. તેમાં અગાધ જ્ઞાન-નિધાનનો નિચોડ (સત્ત્વ) છેજી. (બો-૩, પૃ.૧૯૯, આંક ૧૯૯) સર્વોત્તમ વસ્તુ સત્સંગ છે. પ્રથમ કરવા યોગ્ય સત્સંગ છે. એને મુખ્ય કરી, બાકીની બધી વસ્તુઓ ગૌણ કરી નાખવી. એક જ સરખી વૃત્તિવાળા મુમુક્ષુઓનો સમાગમ કરી, સત્પુરુષોનાં વચનોનો વિચાર ક૨વો, તે સત્સંગ છે. સત્પુરુષનો યોગ તે પરમ સત્સંગ છે. સત્સંગે જીવને બધું સમજાય છે; છતાં મને નથી સમજાતું એવું સત્સંગમાં થાય. બીજે તો કંઇ વાંચ્યું હોય તો મને આવડે છે, મેં વાંચ્યું છે, એમ અભિમાન થઇ જાય. (બો-૧, પૃ.૧૮૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy