SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫૪) જેવા થઈ ન જવું. પરમાર્થને પ્રેરે એવા વ્યવહાર કરવા યોગ્ય છે. તે ભાઇ પાસે જવું અને કંઇ કામ હોય તો પૂછવું. શરીર દબાવવું હોય તો દબાવી આપવું. (બો-૧, પૃ.૩૪૮, આંક ૪0) I એક પણ શબ્દ જ્ઞાનીના દ્વારા મળેલો, જીવમાં પરિણામ પામે તો જીવને તે મોલમાં લઇ જાય છે, એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. તેમાં સેવાસુશ્રુષા વિષે કહે છે : “ગુરુ તથા સાધર્મિકોની ‘સેવાસુશ્રુષાથી મનુષ્યને વિનય પ્રાપ્ત થાય છે. વિનયવાળો જીવ ગુરુની નિંદા, અવહેલના વગેરે વિરાધના તજી (ભવિષ્યમાં પોતાની) નરક્યોનિ, પશુયોનિ તથા દેવ-મનુષ્યયોનિમાં હલકી ગતિનો વિરોધ કરે છે; તેમ જ ગુરુની પ્રશંસા, સ્તુતિ, ભક્તિ અને બહુમાનથી દેવ-મનુષ્યયોનિમાં (પોતાને માટે) સુગતિ નિર્માણ કરે છે; સિદ્ધ-મોક્ષગતિનાં કારણો જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિને વિશુદ્ધ કરે છે; પ્રશંસાપાત્ર તેમ જ વિનયમૂલક સર્વ ધર્મકાર્યો સાધે છે; તેમ જ બીજા પણ ઘણા જીવોને વિનય ગ્રહણ કરાવે છે.” આ પ્રમાણે ૭૩ બોલ જણાવી, એકેક બોલથી મોક્ષ સુધી જીવ કેવી રીતે જાય છે, તે બતાવ્યું છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : સાચા અંત:કરણે એક પણ સપુરુષનાં વચનને ગ્રહણ કરશે, તે અવશ્ય શ્રેયને પામશે. (બી-૩, પૃ.૨૦૭, આંક ૨૦૫) 1 લોકસેવા કે માંદાની કે નિરાશ્રિતની સેવામાં દ્રષ્ટિ સદ્ગુરુ પ્રત્યે રહે, તેની આજ્ઞા જ સર્વોપરી હિતકર્તા લાગે તો વૈરાગ્યવાનને ઘણો લાભ, ઘણું જાણવાનું - જે પુસ્તકોમાંથી ન મળી શકે, તે સેવા દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય છેજી. જેની-જેની સેવામાં રોકાવું પડે તેના જેવી આપણી દશા શરીર, મન આદિની હોય તે વખતે આપણને મદદ કેવી મળે તો સારું; તેનું પણ ભાન ન હોય અને તે મળ્યું જાય તો કેટલો આનંદ, ઉત્સાહ, સંતોષ અને સનાથતા અનુભવાય; તથા તેવી દશા આપણી ન બને તેવું પણ નક્કી નથી; મરણાદિ પ્રસંગો માથે ઝઝૂમી રહ્યા છે, તે પ્રગટ, સુવૃષ્ટિવંતને સમજાય છેજી. (બી-૩, પૃ.૫૨૫, આંક ૫૭૨) D ડોક્ટર વગેરે મારફતે દવા કરાવીને તેમની સેવા કરીએ છીએ એટલી જ સેવા નથી, પણ ધર્મમાં તેમનું મન વધારે વખત રહે તેવી ગોઠવણ થવાથી, તેમની ખરી સેવા કરી ગણાય. જો ભક્તિમાં તેમની પાસે બેસી કાળ ગાળીશું તો તેટલો વખત તેમને લાભ થશે અને આપણને પણ તેમના નિમિત્તે લાભ થશે. આ વાત લક્ષમાં રાખી, ભક્તિ ઓછી કરવાને બદલે વધારે કરવાનો ક્રમ રાખવા ભલામણ છે. (બી-૩, પૃ.૧૦૦, આંક ૯૨) પૂ.... ની અચાનક વેદની સંબંધી સમાચાર જાણી, ખેદ થયો છે' સપુરુષે આપેલો પરમ હિતકારી, પરમ અમૃતસ્વરૂપ મંત્ર તેમના કાનમાં પડતો રહે તેવી ગોઠવણ કરવાથી, તેમને અને તેમને મદદ કરનાર, બંનેને લાભનું કારણ છે. ખરી ચાકરી એ છેભક્તિ વગેરે કરીએ તે પણ, તેમની પાસે કરવાથી તેમના ભાવ ભગવાન તરફ વળવાનું નિમિત્ત છેજી. (બી-૩, પૃ. ૧૮૩, આંક ૧૮૭) | આપના પિતાશ્રીની શરીરસેવા ઉપરાંત સ્મરણ સંભળાવવાની ભાવસેવામાં પણ, તત્પર રહેવાની વિનંતી છેજ. કોઈ પણ ધર્મેચ્છક વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, રોગી હોય તેની સેવા, ભક્તિ, ધર્મસહાય આપવા ભગવાનની આજ્ઞા છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy