SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫) તેવા પ્રસંગે પોતાથી બને તેટલી સેવા ન કરે, શક્તિ ગોપવે અથવા બીજાં કામને અગત્યનાં ગણી, સેવાના કામને જે તજી દે છે, તે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે છે, એમ શ્રી ભગવતીઆરાધના આદિ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેવા પ્રસંગો આપણા આત્માને હિતકારી છે એમ જાણી, તેમાં કાળજી રાખવી ઘટે છે. શ્રી રામચંદ્ર એક બળદને મરણપ્રસંગે કાનમાં મંત્ર સંભળાવ્યો હતો, તેથી તેની દેવગતિ થઈ હતી. બીજું કંઈ ન બને તો મંત્ર વારંવાર કાનમાં પડશે તોપણ મહા હિતકારી છે. શિવભૂતિમુનિએ માત્ર મા રુષ,મા તુષ' મંત્રથી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું હતું. સત્પષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે; તો વિશ્વાસ રાખી, ભાવપૂર્વક, સ્વપરનું હિત તેમાં છે એમ ગણી, સેવાચાકરીમાં તત્પર રહેવાથી સર્વ સેવા કરનારાઓને લાભ થશે. સાદ્વાદમાર્ગ અલૌકિક છે. સત્સંગ તો સદૈવ કર્તવ્ય છે, પણ સેવા વગેરેના કોઈક વખત મળતા પ્રસંગો પ્રાપ્ત થાય, તે વખતે, તે ફરજ બજાવવામાં તત્પર થવું યોગ્ય છે અને સત્સંગની ભાવના વર્ધમાન થાય, તેમ વર્તવા યોગ્ય છેજી. પોતાને તકલીફ પડે કે શરીર વ્યાધિને લઈને પાછું પડતું હોય તો તેને સમજાવીને બળવાન બનાવવું અને દેહાધ્યાસ ઓછો કરવો છે, તે આ પ્રસંગે બને તેમ છે એમ વિચારી પિતાશ્રીની સેવા કરશોજી. (બી-૩, પૃ.૧૧૬, આંક ૧૧૧). પરમકૃપાળુદેવરૂપી ધિંગ ધણી જેણે માથે ધાર્યો છે તેવા સત્સંગી ભાઈની સેવા અંત સુધી મળે અને તેમની આશિષને પાત્ર થઇએ, તે પરમકૃપાળુદેવની આશિષતુલ્ય છેજી. બાળાભોળા સેવાભાવી જીવોનું પરમકૃપાળુદેવની કૃપાથી કલ્યાણ થઈ જશે અને ડાહ્યા ગણાતા પણ નહીં ચેતે તો હાથ ઘસતા રહી જશે, એમ સાંભળેલું સ્મૃતિમાં છે. ઘણાએ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું હશે પણ જેણે પકડ કરી લીધી છે, તેને કલ્યાણનું કારણ બનેલું સદ્ગુરુકૃપાથી પ્રગટ જણાય છેજી. પૂ... વગેરે જેમને સેવાનું માહાભ્ય, સત્સંગનું માહાસ્ય સમજાયું છે, તેઓ તો ગમે તેવી કુટુંબની કે લોકોનાં વચન સહન કરવાની મુશ્કેલીઓ વેઠીને પણ, પોતાને સમજાયો તે લાભ છોડતા નથી. પરમકૃપાળુદેવનાં બાળકો ઉપર જેને પૂજ્યબુદ્ધિ છે, તેને પરમકૃપાળુદેવની કૃપા પ્રાપ્ત થાય છેજી. સંતની સેવા ક્રિયા, પ્રભુ રીન્નત હૈ ૩પ | जाका बाल खिलाइए ताका रीझत बाप ।।'' ““જે જે કંઈ ક્રિયા છે, તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી.' એમ છ પદના પત્રમાં બોલીએ છીએ; તેનો વિચાર કરીએ તો સજ્જનોની સેવાનો કેટલો બધો જીવને લાભ થાય છે, તે સહેજે સમજાય તેમ છેજી. આ દુષમકાળમાં હરિ અને હરિજનો મળવા મુશ્કેલ છે તો આપણાં પૂર્વનાં પુણ્યથી જે હરિના ભક્તોની સેવા મળી છે તે આપણા આત્માને ઉપકારી છે, હરિની સેવા અપાવે એવું એમાં દૈવત છે એમ વિચારીને, આત્માર્થે સેવા બજાવીશું તો જરૂર તે આપણા આત્માને ઊંચો લાવશેજી. આવો અવસર અત્યંત વૈરાગ્યપ્રેરક છે. ઘણાં પુસ્તકો વાંચવાથી કે ઉપદેશો સાંભળવાથી આત્મા નમ્ર, વિનયવંત અને કોમળ બને તેના કરતાં થોડા આત્માર્થી જનની સાચા દિલે કરેલી સેવા જીવને વૈરાગ્યવંત, દયાળુ, નિરભિમાની, વિનયવંત અને પરભવના ભયવાળો બનાવી શકે છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy