SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ E ધીરજ એ મોટો ગુણ છે, તેમ જ સહનશીલતા પણ જીવને સ્થિરતા તરફ વાળનાર છે; ત ક 1 સધાય છે. બને તેટલા તે ગુણ કેળવવાના પ્રસંગોનો લાભ લેતા રહેવાનો લક્ષ રાખવો. જે થાય છે ન ભલાને માટે જ થાય છે. દરેક પ્રસંગ કંઈ ને કંઈ શિખામણ આપનાર બને તેવો હોય છે, વિચારણા માત્ર જરૂર છે. તેને માટે જેનો પુરુષાર્થ છે તે તેમાં વહેલેમોડે સફળ થાય છેજી. (બો-૩, પૃ. ૮૮૮, આંક ૪૧૪) હિંમતે મરદા તો મદદે ખુદા.' એ કહેવત પ્રમાણે જે પ્રસંગ આવી પડે તેમાં ધીરજ, સહનશીલતા અને દીર્ઘદ્રષ્ટિથી (જ્ઞાનીના યોગે મળેલી દ્રષ્ટિથી) વર્તવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૩૧૩, આંક ૩૦૧) 3 જેમ જેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિથી વિચારણા. સત્પષનાં વચનામાં તલ્લીનતા થતી જશે, સત્સંગનો વિશેષ લાભ મળતો જશે તેમ તેમ અત્યારે મૂંઝવતા પ્રશ્નોનો આપોઆપ ઉકેલ આવતો જશેજી. પરમકૃપાળુદેવે ઉપદેશછાયામાં જણાવ્યું છે તેમ, કાંટે કપરું ભરાયું હોય તે, બને તો ઉકેલી લેવું અને નહીં તો ત્યાં ખળી રહેવું નહીં. જંગલમાં જેમ રાત્રિ રહેવાય નહીં તેમ સંશયમાં ઘણો વખત રહેવા યોગ્ય નથી. યથા-અવસરે તેનો ખુલાસો થશે ધારી, સત્પષની આજ્ઞામાં ચિત્તને તત્પર કરી દેવું. અત્યારની ભૂમિકામાં ગહન વિષયમાં મન પ્રવેશ ન કરી શકે તો મૂંઝાવા જેવું નથી. અવસરે સર્વ વાતોનો નિકાલ થઈ રહેશે, એ શ્રદ્ધા પણ જરૂરી છે). (બી-૩, પૃ.૨૪૭, આંક ૨૪૦) T બાળક ગર્ભ-અવસ્થામાં શું કરે છે? તેને કંઈ ભાન છે ? છતાં તેનું પોષણ આપોઆપ થયે જાય છે. તે ફિકર કરે, ઉતાવળ કરે કે ક્લેશિત રહ્યા કરે તો પણ તેને જેટલી મુદત તે દિશામાં રહેવાનું છે તેમાં ફેરફાર થાય તેમ છે ? જે ભૂમિકામાં જે કર્તવ્ય છે તેટલું કરતા રહી જેમ બને તેમ શાંતિનું સેવન કરતા રહેવાથી સરળ રીત આગળ વધાય છે. જેમ જેમ છોડવા મોટા થાય છે, તેમ તેમ તેમને પવનના સપાટા વિશેષ સહન કરવા પડે છે. તે વિશેષ નમી પણ જાય છે, છતાં તેથી મૂળ મજબૂત થતાં જાય છે; વિશેષ પોષણ આપે તેવાં ઊંડે જનાર પણ બને છે, તેમ મુશ્કેલીઓમાં તો જે કરવું છે તેના ભાવ વર્ધમાન થાય છે, લાગ મળે તો વિશેષ ભાવપૂર્વક સાધન થાય છે, નહીં તો તીવ્રતા વધતી જાય છે, તે વિશેષ આગળ વધવામાં પ્રબળ કારણ બને છે. મૂંઝવણનું કોઇ કારણ નથી. થાય તેટલો પુરુષાર્થ કરતા રહેવું અને ભાવના વધારતા રહેવું. (બી-૩, પૃ.૩૨ ૧, આંક ૩૧૨) D “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'' (૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન સર્વ અવસ્થામાં શાંતિ પ્રેરી, ઘણી ધીરજ આપે તેવું છે, તે વિચારવા વિનંતીસહ વિરમું છુંજી. (બો-૩, પૃ. ૨૫૮, આંક ૨૫૧) સેવા D પૂજ્યશ્રી : ....ભાઈ માંદા છે. તું એમને ત્યાં જાય છે? મુમુક્ષુયુવક : નાજી. પૂજ્યશ્રી : ત્યાં જજે. સેવા કરવી, એ મુમુક્ષુનો ધર્મ છે. ભગવાને પરસ્પર સેવા કરવાનું મુનિઓને પણ કહ્યું છે. એકલું ભણવામાં જ રહે, તેને પછી વ્યવહારની કંઈ ખબર ન રહે, ભણી-ભણીને વેદિયા ઢોર
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy