SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપર) બુદ્ધિબળ ઉપર મુખ્ય આધાર ન રાખતાં, અનુભવી જ્ઞાની પુરુષે નિષ્કારણ કરુણાથી કલ્યાણનો માર્ગ પ્રરૂપ્યો છે, તે મારે ઉપાસવા યોગ્ય છે, એ બુદ્ધિ બ્દયમાં દૃઢ ધારી, સત્સંગ-સમાગમ નિઃશંક થવા ધર્મચર્ચામાં હરકત નથી. સમાધાન ન થાય તો આગળ ઉપર યોગ્યતા વધે કે વિશેષ સમાગમ થશે એમ વિચારી ધીરજ રાખી, સલ્ફીલનું આરાધન ઉત્સાહપૂર્વક કર્યા રહો, એ જ હાલ તો ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૮૭, આંક ૩૯૨) 0 પૂર્વે જીવે જેવું કોકડું વીટયું છે તેવું જ ઊકલે છે, એમાં કોઇનો દોષ નથી. અત્યારે સત્યુષાર્થ કરીશું કે ભાવના કરીશું તેનું ફળ સારું જ આવશે એ નિઃસંદેહ વાત છે. ફળની જેટલી ઉતાવળ જીવ કરે છે તેટલી અધીરજ ઊભરાય છે. ખેતરમાં વાવે કે તરત ઊગતું નથી. સદ્ગુરુશરણે ધીરજ રાખી સપુરુષાર્થમાં મંડયા રહેવું. નિષ્ફળતા તરફ લક્ષ રાખવા યોગ્ય નથી, કારણ કે તે તો પૂર્વપ્રારબ્ધનું ફળ છે. જે થાય તે જોયા કરવું. જેમાંથી જેટલું બને તેટલું કરી છૂટવું. (બો-૩, પૃ.૫૮૮, આંક ૬) | આપનો પત્ર વાંચી સમાચાર જાણ્યા છેજી. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે, તેમ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવ્યા કરે છે, તેને સમજુ જીવો સમભાવે સહન કરે છેજી. રામ, પાંડવો અને ગજસુકુમાર જેવા રાજવંશીઓને માથે અસહ્ય આપત્તિઓ આવી પડી તો આપણા જેવા હીનપુણ્યને સંકટો આવે તેમાં નવાઈ નથી; પણ તેમણે ધીરજ રાખી, ભારે દુ:ખમાં પણ આત્મહિત ન વિચાર્યું, તેવી ધીરજ અને ધર્મભાવ આપણને વધો અને મરણકાળ સુધી ટકી રહો, એવી ભાવના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૪૫૮, આંક ૪૮૦) | ધીરજ રાખવી, પવિત્ર રહેવું. એટલું કરે તો જીવના પાપનો ઉદય દૂર થયે, પુણ્યનો ઉદય થાય. પાપનો ઉદય કંઈ હંમેશાં ન રહે. કોઈના ઉપર દોષ આરોપિત ન કરવા. મારે જ એવાં કર્મનો ઉદય છે; એવાં જ કર્મ બાંધ્યાં હતાં, તેથી આવું થયું, એમ કરી ધીરજ રાખવી. (બો-૧, પૃ.૨૯૨, આંક ૪૧) | “જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ.” (૧૪૩) એમ કોઈ અપેક્ષાએ વિચારવા પરમકૃપાળુદેવે કહેલું છે. સત્યાધનમાં પ્રવર્તવાનું આપણું કામ છે; તેનું ફળ જે થવા યોગ્ય હશે તે જરૂર થશે, એવી શ્રદ્ધા રાખી મૂંઝાયા વિના પ્રવર્તવું. કામના કે પરીક્ષાના ન જોઇતા વિચારમાં મૂંઝાવું નહીં. સાંજે સૂતી વખતે એમ થાય કે આપણે આપણાથી બને તેટલું વ્યવહાર-પરમાર્થ સંબંધી કરી છૂટયા છીએ એવો સંતોષ રહે તેમ પ્રવર્તવા ભલામણ છે. ધીરજ એ મોટો ગુણ છે. ‘ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર' - ઉપર સસલા અને કાચબાની વાત વાંચી હશે. ધીરે-ધીરે પણ મક્કમપણે જે કરવા યોગ્ય છે અને જે કામ હાથમાં લીધું છે તેમાં બનતી કાળજી રાખવી ઘટે છે. ફળ કેમ નથી દેખાતું? એમ જેને ઉતાવળ થાય છે તેનામાં સંશય, નાહિંમત, ગભરામણ આદિ અનેક દોષો જન્મે છે. માટે દોષો જણાય તે લક્ષમાં રાખવા. એકદમ ઉતાવળ કર્યો, તે આપણી ઉતાવળે જવાના નથી. તે દૂર થાય તેટલું બળ જમા કરી, તેની સામે થયે, તે તુર્ત દૂર થાય છે. માટે પુરુષાર્થી બન્યા રહેવું. લાગ જોતા રહેવું. (બી-૩, પૃ.૩૩૦, આંક ૩૨૫)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy