SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૧) ગભરાયા વગર, બને તેટલું, અત્યારના સંજોગોમાં સવાંચન શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, વગેરેમાંથી કરતા રહેશો તો માર્ગ પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી જશેજી. પત્રાંક ૮૧૯ મુખપાઠ કરી, રોજ વિચારવાનું કરશો તો શાંતિનું કારણ થશેજી. (બો-૩, પૃ.૨૩૮, આંક ૨૩૩) સંસારમાં આપણે કરેલાં જ કર્મો અનેક રૂપ લઈને સામે આવે છે, તે જોઈ ગભરાઈ જવું ઘટતું નથી. મહેમાનને જમાડીને વિદાય કરીએ, તેમ તે બધાં કર્મોમાં પરમકૃપાળુદેવને શરણે બને તેટલો સમભાવ રાખતાં શીખવું. સમભાવ ન રહે તોપણ, સમભાવ રહે તો મને કર્મ ન બંધાય તે અર્થે સમભાવની ભાવના કરવાનું તો ચૂકવું જ નહીં. સમભાવ નથી રહેતો તે મારો દોષ છે, પણ જો દ્રઢ નિશ્રય કરી ખમી ખૂંદવાનો ઇરાદો રાખું તો બની શકે એમ છે; એવી શ્રદ્ધા પણ બહુ ઉપકાર કરનારી છેજી. (બો-૩, પૃ.૭૦૯, આંક ૮૫૪) | પ્રભુશ્રીજી કહેતા કે કોઈ છ મહિના ઉપવાસનું તપ કરે; અને કોઈ પોતાને ગાળો ભાંડતો હોય, તેને છ મહિના સુધી સમભાવથી સહન કરે, તેને છ મહિનાના ઉપવાસ કરતા વધારે ફળ થાય છે, કેમ કે તપ કરીને પણ કરવાનું તો એ જ છે. (બો-૧, પૃ.૧૫૦, આંક ૨૪) ધીરજ | તમારા બંને પત્રો વાંચી સમાચાર જાણ્યા. “ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર.' એ કહેવત મુજબ ધીરજથી સસાધન કરતાં રહેવા ભલામણ છેજી. ગયો કાળ વિચારી જાગ્રત થવાનું છે, પ્રમાદ ન લેવાય તેવો પુરુષાર્થ કરવાનો છે; ગભરાવાનું નથી. પ્રાપ્ત સંયોગોમાં બની શકે તેટલું કરવું અને વિશેષની ભાવના રાખવી. આત્મા અજર, અમર છે. જો મોક્ષલક્ષ ચુકાય નહીં તો વહેલોમોડો પ્રાપ્ત થયા વિના રહે નહીં. વિક્તો આગળ અટકી જવું કે અટકી રહેવું કાયમ ન બને તેની કાળજી રાખવાની છેજી, (બી-૩, પૃ.૩૧૦, આંક ૨૯૬) નીચેનો ફકરો બળવીર્ય સ્ફરવા અર્થે વારંવાર વિચારવા યોગ્ય છે : “જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. અસંખ્ય મુનિઓ, ઋષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીનાં આંસુ ઢોળ્યાં છે, હાડકાંની અને માંસની સૂકવણી કરી છે. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાંખરાં, પહાડો, ખાઈઓ, વાઘ, વરુ, અનેક જાતના ભય અને ત્રાસ આવવાના જ છે; છતાં નામર્દ ન થઈએ અને એ બધી મુસીબતોની સામે થવાની હિંમત કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોષમાં “પાછા હઠવું”, “હાર ખાવી', “પલાયન કરવું' એવી. વસ્તુ જ નથી.' ભક્તિ શીશતણું સાટું, આગળ વસમી છે વાટું.' સદ્ગુરુશરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગનિકટતા છેજી. (બી-૩, પૃ.૩૯૭, આંક ૪૦૫). D “અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે.” (પ૭૦) એ વાક્યનો વારંવાર વિચાર કરી, ધીરજ વધારવા યોગ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy