SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૩) જ્ઞાની પુરુષો એક જ વાટે મોક્ષે ગયા છે. તે વાટ “સમતા છે. બહુ અદ્ભુત છે ! વિષમભાવ છે ત્યાં બંધન છે. સમભાવ છે ત્યાં અબંધતા છે.'' (ઉપદેશામૃત પૃ.૩૮૭) (બી-૩, પૃ.૩૧૯, આંક ૩૧૦) D બાંધેલાં કર્મો છે. ઉદયમાં આવે ત્યારે રાગ અને દ્વેષમાં ખેંચાઈ ન જવાય તેટલો પુરુષાર્થ જરૂર કર્તવ્ય છે. સમતા રહેવી મુશ્કેલ છે, પણ તે વિના મોક્ષ થાય તેમ નથી એમ વિચારી, બને તેટલો તે દિશામાં પુરુષાર્થ કર્તવ્ય છે. સદ્દગુરુની દયાથી જે સત્સાધન મળે છે, તેનું વિસ્મરણ થવા ન દેવું. (બો-૩, પૃ.૩૧૨, આંક ૨૯૮) જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.'' શરીરનાં દુઃખમાં બીજું કોઈ પ્રત્યક્ષ નિમિત્ત દેખાતું નથી એટલે ત્યાં સમભાવ રહેવો સહેલો છે; પરંતુ “આ મને ક્લેશનું તથા દુઃખનું નિમિત્ત છે' એમ દેખાય છે, ત્યાં સમતા રહેવી મુશ્કેલ પડે છે; તોપણ મુમુક્ષુજીવે તો જે અઘરું હોય તેમાં પણ પરમકૃપાળુદેવની પરમ કૃપા સમજી, આથી મને વિશેષ લાભ થવા સંભવ છે એમ વિચારી, વિશેષ વીર્ય ફોરવી પરના દોષ નહીં જોતાં, પોતાને એવું નિમિત્ત ઉપકારી છે એમ જાણી, તેના પ્રત્યે દ્વેષ ન થવા દેતાં ઉપકારબુદ્ધિ રાખવી અને મારું ઋણ પતે છે, એવી મનમાં દૃઢતા રાખવી. આપણે તો પામર છીએ, પરંતુ પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષોએ પણ આંખ વડે રેતી ઉપાડવા જેવું કામ, દેવું પતાવવા માટે કરતા છતાં, અન્યનું ભલું કેમ થાય એ વિચારણા રાખી છે. તે જ માર્ગે આપણે પણ ચાલવું ઘટે છેજી સંકટમાં પણ ચિત્તપ્રસન્નતા ચૂકી જવાશે તો અત્યારે નથી ગમતાં તેવાં કે તેથી વધારે ભારે કર્મ બંધાવા સંભવ છેછે. માટે ક્લેશિત થયા સિવાય હસતે મોઢે દેવું પતાવવું છે). એ જ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૧૭, આંક ૭૮૨) “થશે? કેમ કરવું? માથે બોજો છે એવા ભાવો દૂર કરી, થાય તેટલું કરી છૂટવું પણ તેના વિચારો વધારે વખત મગજમાં આવી ઘર ન કરી બેસે, તે સંભાળતા રહેવાની જરૂર છે જી. ફિકર કર્યો કંઈ બનતું નથી. પ્રારબ્ધ પ્રમાણે અત્યારે તો મોટે ભાગે લાભ-હાનિ જણાય છે. પુણ્ય વિના કોઇને લાભ થતો નથી. પુણ્ય પ્રમાણે જીવને સવળી મતિ સૂઝે છે. પાપનો ઉદય હોય ત્યારે અવળું જ કરવા જીવ પ્રેરાય છે; પણ તે બધાં પ્રસંગોમાં હર્ષ-વિષાદ મંદ કરવા જીવ ધારે તો થઈ શકે તેમ છેજી. મુશ્કેલી છે, પણ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે. (બો-૩, પૃ.૫૮૭, આંક ૬૬૫) પ્રારબ્ધાધીન બધું બને છે. તેમાં હર્ષ-શોક કરવાથી કંઈ વળતું નથી. ઊલટાં કર્મ બાંધવાનું કારણ થાય છે. તેથી જેમ બને તેમ સમભાવ રાખવાનો પુરુષાર્થ કરતા રહેવાની આપણી ફરજ છે; સાચા દિલથી ઉત્તમ વસ્તુની ભાવના ભાવ્યા કરે, તેને તે પ્રાપ્ત થવાનું કારણ બને છે. માટે ખેદ નહીં કરતાં સત્સાધન, સદ્ગુરુઆજ્ઞા, ભક્તિ આદિમાં મન રાખવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૩૬, આંક ૩૩૬) થાય છે તે તો પ્રારબ્ધાધીન છે. બધી કર્મની ઘટનામાં રાજી થવા જેવું નથી અને ખેદ કરવા જેવું પણ નથી. જેમ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં દેખાયું છે, તેમ જ બન્યા જાય છે. તેમાં આપણે આડીઅવળી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy