SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪૨) D શુભભાવ, અશુભભાવ કરતાં કોઈ અપેક્ષાએ સારો છે. તડકા કરતાં છાયામાં ઊભા રહેવું ઠીક છે, એમ સૌને સમજાય છે; પણ જ્ઞાનીનો માર્ગ કોઈ જુદો જ છે. તડકો અને છાંયો જેને સમ થઈ ગયા છે; એક પગને કોઈ વાંસલાથી કે કુહાડાથી કાપતો હોય અને બીજે પગે કોઈ ચંદનનો લેપ લગાવતો હોય, તો તે બંને પ્રત્યે સમવૃષ્ટિ રાખવી એ જ્ઞાનીનો માર્ગ છે. સમભાવ જેના દયમાં ખડો થાય તેને સુખ-દુઃખ, ઇષ્ટ-અનિષ્ટ, શત્રુ-મિત્ર, માન-અપમાન, પારકું-પોતાનું, લાગવગ, પ્રીતિ-અપ્રીતિ સર્વ વિકલ્પો શમાઇ જાય છે. (બો-૩, પૃ.૧૪૩, આંક ૧૬૬). D તબિયત ઘણા દિવસથી બીમાર રહે છે જાણી, ધર્મસ્નેહને લીધે ખેદ થયો; પણ પરમકૃપાળુદેવે કહ્યું છે : “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) તેની સ્મૃતિ સર્વ વિષમતા શમાવી દે તેવી છે'. જ્યાં નિરૂપાયતા, ત્યાં સમતા એ જ આધારભૂત છે). શ્રી હેમચંદ્રાચાર્યે લખ્યું છે કે સ્વર્ગ તો દૂર છે અને મોક્ષ તો તેથી પણ દૂર છે, પરંતુ સમતા એ મોક્ષની વાનગી છે. જો જીવ સમભાવ સેવે તો તેને તુર્ત ફાયદો સમજાય છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યફપ્રકારે અહિયાસવા યોગ્ય છે.' (૪૬૦) આવાં પરમકૃપાળુદેવનાં વચનો આ વખતે આધારભૂત છે. (બી-૩, પૃ.૫૩૮, આંક પ૮૮) "जन्म दुःखं जरा दु:खं, नित्यं दुःखं पुनः पुनः । સંસારસી રે ૩:વું, તમારું ના'Jદે નામૃઢ |'' એક, બે લીટીનો પરમકૃપાળુદેવનો પત્ર મોક્ષ થતાં સુધી પાથેય - ભાથારૂપ છે, તે આપણે વારંવાર વિચારી, દયમાં સંગ્રહી રાખવા યોગ્ય છે : ““અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે.' (૮૨૩) આટલું થાય તો બાકી શું રહે? અને તે ન થાય તો ગમે તેવું બીજું બધું કર્યું હોય, તે શા કામનું? (બી-૩, પૃ.૧૦૬, આંક ૯૭) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના બોધમાં આવ્યું હતું : “મોટાપુરુષો હોય તે સારા ઉત્તમ સ્થાનમાં રહે છે, પાયખાનામાં રહેતા નથી; તેમ આખું જગત પાયખાનામાં રહે છે; પણ જ્ઞાનીઓનું સ્થાન કયું છે ? “સમભાવ' આ એમનું સ્થાન છે. આ જગાનું કેટલું સુખ, કેટલી સાહ્યબી છે – તે કહ્યું જાય તેમ નથી. આ જગાએ જવાથી દુઃખમાત્ર નાશ પામી જાય છે. ચંડાળ જેવા નીચ ઘેર, હલકા ભાવમાં જ્ઞાની રહેતા નથી, તેથી તેમનો ભયમાત્ર નાશ પામી જાય છે. એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું.” તેની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થયે પણ કામ થઇ જશે. છ પદનો પત્ર અમૂલ્ય છે. ઊંડા ઊતરવું જોઈએ, પકડ થવી જોઇએ. બધાની વચમાં કહ્યું છે; પણ સમભાવ'ની પકડ કરી લેશે તેનું કામ થશે. .... અંતરપરિણમન વિચારથી કરવું જોઇએ; પલટાવી નાખવું જોઇએ. હવે તો આત્મા જોવાનું કરો. બીજું જોવાનું કર્યું છે, તેથી ફરીને એક આત્મા જોવાનું કરો. વૃષ્ટિમાં ઝેર છે, તે અમૃત થાય તેમ કરો. માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ.'' જ્ઞાનીઓએ એ જ કર્યું છે, એ જ જોયું છે. “કર વિચાર તો પામ” વિચાર વડે દ્રષ્ટિ પલટાવી અંતર્દ્રષ્ટિ કરવાની જરૂર છે. .... સર્વ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy