SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪૪) કલ્પના કરીને શા માટે નકામાં કર્મ બાંધવાં? આજ સુધી જે બનનાર હતું તેમ બન્યું છે. હજી ત્યાં સુધી કર્યો હશે ત્યાં સુધી બનવાનું હશે તેમ બનશે. આપણું કામ કર્મના ઉદય વખતે સમભાવ રાખવાનું છે. (બી-૩, પૃ.૪૯૮, આંક પ૩૫) રે મન ! આ સંસારમાં, દુઃખથી તું ન ડરીશ; સમ સમશેર વડે કરી, ધાર્યું તે જ કરીશ.'' ચિત્તશાંતિ સાચવવા, વ્યાધિ સંબંધીના વિચારો ચિત્તમાં આવે-જાય, પણ ઘર ન કરી જાય, આકુળતાનું કારણ ન બને તેમ લક્ષ રાખવા ભલામણ છેજી. ગભરાવાનું કંઈ કારણ નથી. બનનાર છે તે પ્રમાણે બને છે. આપણું કામ ધીરજ રાખી સહન કરવાનું, ખમી ખૂંદવાનું છે. બને તેટલી ખેંચ આત્મકલ્યાણ કરવા પ્રત્યે રાખવી, પછી જે બની આવે તેથી સંતોષ માનવો. ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.' (બો-૩, પૃ.૪૭૦, આંક ૪૯૭) “ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. .... કોઇ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે. એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. ... લજ્જા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તોપણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તોપણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે. સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં.'' (૩૭૪) ૫.ઉ. પ્રભુશ્રીજીનો બોધ તથા સમાધિસોપાનમાંના પત્રો આદિ વાંચતા રહેશો અને સમભાવ બને તેટલો રાખશો તો ધર્મધ્યાનમાં વૃત્તિ રહેવા સંભવ છે. બાકી સંસાર તો ક્લેશરૂપ છે, તેની નિવૃત્તિ વારંવાર ચિંતવી સત્સંગનો જોગ બને તેટલો મેળવતા રહેવા ભલામણ છે. સમજાય, ન સમજાય તોપણ જ્ઞાની પુરુષોનાં વચનોમાં વૃત્તિ જોડી રાખવાનો પુરુષાર્થ કરતા રહેશો; તેનું ફળ અલૌકિક આવશેજી. (બી-૩, પૃ.૩૯૧, આંક ૪OO) T સાચી ભક્તિ જેની હોય છે, તેને પરમાત્મા મુશ્કેલી મોકલે છે, એમ પરમકૃપાળુદેવ કહે છે. તે વિચારી ભક્તિમાં વૃઢ રહેશો તો મુશ્કેલીના પ્રસંગ તો જતા રહેશે અને નવાં કર્મ નહીં બંધાય. બીજાનાં કર્મના ઉદયે આપણે દુઃખી થવાનું હોય નહીં. પૂર્વે બાંધ્યાં છે તે જવા માટે આવેલાં કર્મ, આકરાં લાગે તોપણ કડવી દવાની પેઠે ગુણકારી છે, આપણને ક્ષમાગુણનું શિક્ષણ આપતાં જાય છે એમ વિચારી, સર્વનો ઉપકાર માની, સમતાભાવમાં આત્માને લાવતા શીખવું. (બી-૩, પૃ.૭૨૬, આંક ૮૮૫) 0 લોકપ્રવાહની સામે થવું પડે તો શૂરવીર થઈ સહન કરવું; પણ કોઈ પ્રત્યે દ્વેષબુદ્ધિ ન થાય, ખમી ખૂંદવાનું શિખાય અને જ્ઞાનીના માર્ગને અનુસરવા અર્થે વેઠવું પડે છે, એ ભાવમાં પણ જે શાંતિ સમાઈ રહી છે, તે સમજાય, તેમ વર્તવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૫૪૯, આંક ૬૦૫) D જગતમાં કોઇ કોઇનું નથી. કોઇ કોઇનું દુઃખ લઈ શકતું નથી. કોઈ કોઈને સુખ આપી શકતું નથી. જીવ એકલો જ આવે છે અને એકલો જ પોતાનાં કરેલાં કર્મ ભોગવવા પરલોક જાય છે. માટે આણે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy