SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) ત્યાં સુધી આ વચનનો વિચાર કરશો.' બાર મહિના સુધી એટલા વચન ઉપર વિચાર કરીએ તોપમાં ઓછો છે. એવા દુર્લભ વચનના કહેનાર પુરુષનો યોગ જેને થયો છે. તેણે “આત્માથી સો હીન'' એમ જાણી, આ જગતના પદાર્થોમાં નહીં તણાતાં, લૌકિકધર્મના પૂરમાં ન પડતાં, એમ માનવું કે પુરુષે કહ્યું છે તે તરવાનું સાધન છે. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય'' તેવાં સાધન હવે આજ્ઞા વિના નથી કરવાં, એવી દ્રઢ માન્યતા કરવા યોગ્ય છે. ‘સત્સાધન'માં મંડયા રહેવું. (બો-૩, પૃ.૧૩૮, આંક ૧૩૮). આપની તબિયત નરમ રહે છે તે જાણ્યું. શરીર પ્રારબ્ધને આધારે પ્રવર્તે છે, પણ મન આપણા હાથમાં છે. તેને સદ્ગુરુનાં વચનોમાં સત્સંગની ભાવનાથી રોકવું હોય તો રોકાય; અને ભટકતું રાખવું હોય, અનાદિના સંસ્કારમાં, કુગુરુ આદિની સોબતમાં હજી રમાડવું હોય તો તેમ પણ બની શકે છે, પણ તેનું ફળ પરિભ્રમણ ને પરિભ્રમણ જ છે. જે જીવ અસત્સંગથી ડરતો નથી, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, તેને હજી લખચોરાસીમાં રખડવું છે, એમ સમજાય છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા મળ્યા પછી પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે, તો હજી તેને યથાર્થ, જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઇ નથી, એમ મહાપુરુષો કહે છે (બી-૩, પૃ.૭૪૧, આંક ૯૧૩) 3 શ્રદ્ધા એ જ સર્વ ગુણો પ્રગટવાનું મૂળ છેજી. પરમકૃપાળુદેવનું શરણ મરણપર્યત અચળ ટકાવી રાખવું ઘટે છેજી. (બો-૩, પૃ.૬૫૭, આંક ૭૭૯) જૈ વિષય આપણે માટે નવો જ છે, આપણે જેમાં પ્રવેશ કર્યો નથી, તે વાત સાધારણ ઇજનેરી કામ વિપે, ખગોળશાસ્ત્ર આદિની હોય તો પણ પત્ર દ્વારા સમજાવવી કે સમજવી મુશ્કેલ પડે છે, તો જે તત્ત્વજ્ઞાનની આપ ઇચ્છા રાખો છો તે એકાએક સમજાય કે તે વિષે આપને પ્રતીતિ કે શ્રદ્ધા આવે તે દુર્ઘટ છે. ઘણા કાળના બોધે સમજાય તેવી એ વાત છે. એક તો બોધ આપનાર આત્મજ્ઞાની જોઇએ અને બોધ ગ્રહણ કરનાર સરળ, મધ્યસ્થ, ભૂલભરેલી વિપરીત માન્યતાઓથી રહિત, માત્ર આત્મકલ્યાણની જ ઇચ્છાવાળો હોવો જોઇએ; તથા જન્મજરામરણ આદિ દુઃખોને લીધે જેને સંસાર ઉપરથી અણગમો અથવા વૈરાગ્યભાવ આવ્યો હોય અને ક્રોધ, માન, માયા, લોભ આદિ શત્રુઓને જેણે મંદ કર્યા હોય તથા તેમનો નાશ કરવા અને ઇન્દ્રિયોનો અને મનનો જય કરવા જેણે દૃઢ નિશ્ચય કર્યો હોય, તે પાત્ર ગણાય છે. જે રત્નની ખરીદી કરવા નીકળે તેની પાસે રન ખરીદી શકાય તેટલી રકમ હોય તો જ તેની પ્રાપ્તિ થાય છે; તેમ જ ઝવેરીની દુકાનેથી જ તે મળી શકે, બીજી શાક વેચનાર કે કાપડિયા પાસેથી ન મળે તે પણ ખરું છે. માટે પ્રથમ તો ઘણી માહિતી મેળવવાની જરૂર છે અને સંતસમાગમે મહાપુરુષના યોગબળે ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે છે, પણ તેવો જોગ આપને હાલ સંભવતો નથી. તેથી બને તેમ સંસારના બંધનથી છૂટવાનો ભાવ અને સદગુરુની પ્રાપ્તિ માટે તીવ્ર ઇચ્છા સેવવા યોગ્ય છેજી. સંસારનાં બધાં કામ કરતાં મોક્ષનું કામ સર્વોપરી છે, એમ હૈયે જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી આત્મા સંબંધી ઓળખાણ કે સદ્ગુરુની ઓળખાણ કરવા જેટલી યોગ્યતા જીવમાં આવતી નથી; અને યોગ્યતા ય છે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy