SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.'' ક્ષાંક માયાનાં સુખ માટે, આત્મા જેવું અમૂલ્ય રત્ન વિસારી દેવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૪૪૧, આંક ૪૬૨) ૫૫૯ ] છૂટવાની સાચી જિજ્ઞાસા દિવસે-દિવસે વધતી જાય, તેવા વૈરાગ્ય-ઉપશમભાવમાં દિવસો ગળાય, તેમ પ્રવર્તવા ભલામણ છેજી. અનંતકાળથી આ જીવ પરભાવ અને પરવૃત્તિમાં દુઃખી-દુઃખી થઇ રહ્યો છે, તેના ઉપર દયા લાવી પરમશાંતિપદની ભાવના, આતમભાવના ભાવવાથી આત્માને શાંતિ પ્રાપ્ત થશેજી. (બો-૩, પૃ.૫૬૭, આંક ૬૩૭) બનવું, ન બનવું તે પ્રારબ્ધાધીન છે, પરંતુ ભાવના કરવી અને તેને પોષતા રહેવું એ પોતાના હાથની વાત છેજી. ભાવથી જ જીવ બંધાય છે અને ભાવથી જ છૂટે છે; પરંતુ નિમિત્તાધીન ભાવ થતા હોવાથી સારાં નિમિત્તો મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૭૭, આંક ૧૮૧) શ્રદ્ધા ] ‘‘માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા’ ‘આસ્થા, (૧૩૫) આ વચન દરેક મુમુક્ષુને પરમપદ તરફ પ્રેરે તેવું છેજી. ,,, ‘શ્રદ્ધા પરમ તુછદી' આ આગમનું વચન પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત બોધમાં દર્શાવતા. એક પર્યુષણપર્વના છેલ્લા દિવસે બધી સભા સમક્ષ જણાવેલું કે એક વાક્ય ફરી પર્યુષણ ઉપર બધા મળીએ ત્યાં સુધી વારંવાર વિચારવા જણાવું છું, કહીને ઉપરનું વાક્ય કહ્યું હતું. ‘શ્રદ્ઘા પરમ ગુન્હા’ સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી, તેનો બેડો પાર થાય તેમ છેજી. ‘‘શુદ્ધભાવ ને સૂની કિરિયા, બેહુમાં અંતર કેતોજી; ને ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેતોજી.’' ધર્મનો પાયો જ સત્પ્રદ્ધા છે. કંઇ ક્રિયા, જપ, તપ, ઉપવાસ આદિ ન બને તેનો વાંધો નથી; પણ જો સત્પ્રદ્ધા હ્દયમાં હોય તો તેને શુદ્ધભાવનો પક્ષપાત છે. તેનાં વખાણ શ્રી યશોવિજયજીએ કર્યાં છે. માત્ર શુદ્ધભાવનો પક્ષપાત જેને છે અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની શૂન્યક્રિયા ઘણી કરે છે, એ બેમાં પહેલાંને સૂર્યના તેજ જેવું વિપુલ અને શાશ્વત ફળ મળે છે; અને બીજાને અલ્પ અને ક્ષણિક ફળ માત્ર ક્રિયાનું મળે છે તે આગિયાના અજવાળા-ઝબકારા જેવું છે. (બો-૩, પૃ.૬૨૦, આંક ૭૨૦) જેને જન્મમરણના ત્રાસમાંથી છૂટવું હોય, તેણે તો સત્પુરુષ, સત્પુરુષનાં વચનો, તેનો આશય અને તેના આશ્રિત મુમુક્ષુઓ પ્રત્યે પ્રેમ વર્ધમાન કરવા યોગ્ય છેજી. તેથી શ્રદ્ધા પોષાય છે. ‘શ્રદ્ધા પરમ વુઝા’એ શાસ્ત્રવચન ૫.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા. એક વખતે સંવત્સરી પ્રસંગે ‘સર્વને છૂટા પડતા પહેલાં, સંભારણા તરીકે એ વચન આપી કહ્યું કે આવતા વર્ષે બધા ભેગા થઇએ 46
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy