SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫૮ ) T વેરા ગામનાં પૂ. જીબી નામનાં એક ડોશી આશ્રમમાં ઘણા વખતથી રહેતાં, વળી તેમના ગામે પણ જતાં; પણ મંદવાડ થાય ત્યારે જરૂર આશ્રમમાં જ આવતાં. એમ બે વાર સખત માંદગી આશ્રમમાં તેમણે ભોગવી હતી અને ત્રીજી વખત ઘણાં માંદાં થયાં ત્યારે પણ આશ્રમમાં આવી ગયાં, અને પાંચ દિવસ પહેલાં તેમનો દેહ છૂટયો હતો. ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે બાળાભોળાના કામ થઇ જાય તેવો આ માર્ગ છે. જીવને પકડ થવી જોઇએ. પૂ. જીબાએ સાંભળેલું કે આ આશ્રમમાં દેહ છૂટે તેને સમાધિમરણ થાય એમ પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું; તેથી તેવી જ તેમની ભાવના રહ્યા કરતી હતી અને અંતે તેમની ભાવના સફળ થઈ છેજી. ગમે ત્યાં રહ્યા છતાં ભાવના તો થઈ શકે છે અને ભાવના પ્રમાણે જ બંધન કે નિર્જરા થાય છેજી. જેને સદ્ગુરુનો યોગ મળ્યો છે, તેના પ્રત્યે પ્રેમ-ભાવના છે, તે પરમ ઉપકારી પુરુષ અનંત દયા લાવી સ્મરણમંત્ર આદિ ભક્તિનાં સાધન આપેલ છે અને તેનું જે ભાવ-ભક્તિથી આરાધન યથાશક્તિ કરે છે, તેનું જરૂર ભલું જ થાય છેજી. (બો-૩, પૃ.પપ૩, આંક ૬૧૨) || સદગત્ .... જે કામો કરતા અને પોતાનું માની જે ભાર, બોજો વહેતા, તે જોવા પણ હવે આવનાર છે? એમ કેટલાય ઠેકાણે આ જીવ જન્મ્યો, મોટો થયો, મારાં માની મરતાં સુધી કામ કર્યા, ત્યાં ને ત્યાં અધૂરાં મૂકી ચાલી નીકળ્યો પણ જન્મમરણના ચક્કરમાંથી છૂટાય તેવું કાંઇ કર્યું નહીં. તેથી આ ભવમાં હજી જીવ ભમે છે. હવે તેવું કંઈ કરી શકાય તેવો યોગ આવી મળ્યો છે, તો બીજી બાબતોમાંથી મન ઉઠાવી, આ આત્માની પરભવમાં શી વલે થશે ? આત્મા માટે મહાપુરુષો કેટલું બધું રાતદિવસ મથે છે? અને હું ક્યારે આત્માની દયા લાવી તે મહાપુરુષોને પંથે વિચરીશ? એવી ભાવના રોજ કર્યા કરવી ઘટે છેજી. સાચા દિલથી કરેલી ભાવનાઓ સફળ થાય છે.જી. અત્યારે જે ભોગવીએ છીએ, તે પૂર્વે કરેલી ભાવનાનું ફળ છે. (બી-૩, પૃ.૨૩૨, આંક ૨૨૭) || પૂ. ...ને આશ્રમમાં આવવાની ઘણી ભાવના રહે છે, તે જાણી. પ્રારબ્ધ અને પુરુષાર્થની અનુકૂળતા મળી આવતાં, ભાવના સફળ થાય છે. (બો-૩, પૃ.૩૧૭, આંક ૩૦૭) | ભાવના કરવાથી ફળ મળે છે. ખાતા પહેલાં કોઈ મુનિ આવે તો આપીને ખાઉં એવી ભાવના કરવી, તો કોઈ દિવસ પણ મળી આવે. ભાવનાનું ફળ છે. (બો-૧, પૃ.૨ ૬૫, આંક ૧૭૫) [ અત્યારે જે જે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો જીવને પ્રાપ્ત થયા છે, તે પૂર્વે કરેલા ભાવોનું ફળ છે; તેમ જ અત્યારે જે શુભાશુભ ભાવો થાય છે, તેનું પણ અવશ્ય ફળ પ્રાપ્ત થશે. માટે જેવું ભાવિ ઘડવું હોય, તેવી ભાવના અત્યારે ભાવવાથી, તેવું જ ફળ પ્રાપ્ત થશે. માટે સગુરુશરણે મન દૃઢ રાખી, આત્મકલ્યાણને પોષે તેવી જ ભાવનાઓ કરતા રહેવાથી કલ્યાણ થશે. (બો-૩, પૃ.૪૩૦, આંક ૪૪૩) D ભાવના જેની સદાય જાગ્રત છે, તેને કઠણાઈનો કાળ પૂરો થતાં ભાવના અનુસાર વર્તવાનો વખત આવી મળે છેજી. માટે અનેક પ્રકારની કસોટીમાં આત્મકલ્યાણની ભાવના મંદ ન પડી જાય પણ સતેજ થતી જાય, તેવો પુરુષાર્થ કરતા રહેવા વિનંતી છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy