SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ (પ૨૧) - તે સ્વરૂપની સ્મૃતિ, પ્રતીતિ અને સ્વરૂપનું પરિણામ જે પુરુષોને વર્તે છે, તે કૃતાર્થ પુરુષોને ધન્યવાદ છે ! તે જ પરમગુરુની આજ્ઞા છે. તે સહજ સ્વરૂપનું આરાધન થયું, તેને જ સમાધિમરણ કહેવાય છે; અને તેણે જ સરુની આજ્ઞા આરાધી; અને જે સહજ સ્વરૂપથી વિમુખ છે અથવા જેને ભાન નથી, તેણે આજ્ઞા આરાધી ન કહેવાય. આવો અમૂલ્ય મનુષ્યદેહ, જે દેહ વડે એક સપુરુષની આજ્ઞા આરાધવી, એ જ કર્તવ્ય છે; તે તેણે ન આરાધી તો તે દેહ નિષ્ફળ છે. (બો-૩, પૃ.૪૮, આંક ૩૩) 3 ઉદાસીનતા, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ - સહજસ્વભાવરૂપ કરી દેવાની પરમકૃપાળુદેવની આજ્ઞા છે તે લક્ષમાં રાખી, જે કામ કરવાં પડે તે કર્યા જવાં. ગભરાવું નહીં. કમ મંદ થયે, સત્સંગ આદિનો જોગ આવી મળશે. હિંમત હારવા જેવું નથી. મરણપ્રસંગ આવી પડે તોપણ ગભરાવા જેવું નથી. સત્પષનું શરણ જેને છે, તેણે મરણથી પણ ડરવા જેવું નથીજી. આત્મા તો કદી મર્યો પણ નથી અને કદી મરવાનો પણ નથી. (બો-૩, પૃ.૫૩૧, આંક ૫૮૦). | પુસ્તક, પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ વાંચવા શરૂ કર્યું હોય તો બંધ ન રાખશો. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરે તેવું હિતકર છે. આજ્ઞાનો લક્ષ જીવને હિતકારી છે). (બી-૩, પૃ.૭૨૨, આંક ૮૮૦) | આ મનુષ્યભવમાં મુખ્ય કાર્ય તો જ્ઞાની પુરુષની નિરંતર આજ્ઞા ઉઠાવવી, એ જ છે. ક્ષમાપનાના પાઠમાં રોજ બોલીએ છીએ કે “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !'' રાતદિવસ જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ જાય એવી ભાવના કે આકાંક્ષા રાખવી, પણ તેમ ન બને ત્યાં સુધી બીજા કામમાંથી આસક્તિ ઓછી કરી, વૈરાગ્યપૂર્વક નવરાશના વખતમાં જ્ઞાનીપુરુષનાં વચન, તેના સમાગમની સ્મૃતિ, સ્મરણ, ભક્તિ, વાંચન, વિચાર આદિમાં કાળ ગાળવાનું ચૂકવું નહીં. ફરવા જઇએ તોપણ બનતા સુધી એકલા જ જવું અને મુખપાઠ કર્યું હોય તે બોલતા જવું, કે કંઈ ગોખવાનું હોય તે ગોખતા-ગોખતા ફરવું, કંઈ નહીં તો સ્મરણ કર્યા કરવું; પણ સિનેમા, નાટક, પાર્ટી કે કલબ વગેરેમાં નવરા માણસોની પેઠે ખોટી ન થવું. તે બધાં પાપબંધનાં કારણો છે. જેને જ્ઞાની પુરુષની આજ્ઞા નથી મળી, તે શું કરે ? એવાં કર્મબંધનાં કારણોમાં આનંદ માની, જીવન વ્યર્થ ગુમાવે; પણ જેને સત્સંગયોગ થયો છે, આજ્ઞા મળી છે, તેનાં મહાભાગ્ય છે કે, તે નવાનાં સાધનમાં તલ્લીન થઇ, તેની જ ધૂનમાં બચતો વખત આત્મહિતાર્થે વાપરે. આ શિખામણ વારંવાર વાંચી, બને તેટલો જીવનક્રમ આત્મસુધારણામાં, નિજ દોષો દેખી દૂર કરવામાં તથા નિર્દોષ વાંચન, વિચાર કે આનદમાં ગાળતાં શીખવાનો તૃઢ સંકલ્પ કર્તવ્ય છે. નવું વર્ષ આ રીતે ગાળતા રહેશો તો તે કલ્યાણકર્તા નીવડશે. (બો-૩, પૃ.૬૭૩, આંક ૮૦૭) “આત્માનુશાસન'માં શ્રી ગુણભદ્રમનિ જીવનની ક્ષણિકતા બતાવતાં જણાવે છે કે તાડ ઉપરથી ફળ તૂટે, પછી જમીનને અડતાં જેટલી વાર લાગે તેવો આ જન્મ અને મરણ વચ્ચેનો અલ્પ કાળ છે, તેમાં તો જીવો કેટલાં વેરઝેર વધારી દે છે, પણ જાણતા નથી કે કેટલા કાળ માટે આ બધો ક્લેશ ઉઠાવવો? કાલે ઊઠીને તો મરી જવું છે એમ જ્ઞાની પુરુષો વિચારે છે, માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે ““કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy