SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ ત્રીજા ભેદનું દૃષ્ટાંત : લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયોના (કૌરવ-પાંડવો જેવા) યુદ્ધમાં (મહાવીરસ્વામીના સમયમાં) ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગનટવર નામનો શ્રાવકરાજા ભક્તિવાળો હતો. તેને ચેડા મહારાજાનો હુકમ થવાથી યુદ્ધમાં ઊતરવાનું હતું. તે બે ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી બે ઉપવાસ કરે, એવી તપસ્યા કરતો હતો. પારણાને દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરું. એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો; ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે તેમ નથી ત્યારે સારથિને કહીને રથ એકાંતમાં હંકાવી, નીચે ઊતરી જમીન ઉપર સ્વસ્થ સૂઇને, મંત્રનું આરાધન-ભક્તિ કરવી. તે વાત તેનો સારથિ પણ સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલાએ પ્રથમ ઘા કરવા કહ્યું ત્યારે રાજાએ ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. તેથી પેલા માણસે તો શૂરવીરપણું બતાવવા ખાતર પાંચ બાણ રાજાને, પાંચ સારથિને અને પાંચ-પાંચ બાણ ઘોડાઓને માર્યાં; પણ રાજા બચાવ કરી શક્યો નહીં; અને મરણ પમાડે તેવાં તે બાણ જાણી, તેણે સારથિને રથ એક બાજુ નદી તરફ લઇ જવા કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઇને ઊતરીને ઘોડાનાં બાણ કાઢી નાખ્યાં, તો તે પ્રાણરહિત થયાં. તેવી જ પોતાની દશા થશે એમ જાણી, નદીની રેતીમાં રાજા સૂઇ ગયો. સારથિએ પણ તે કરે તેમ કરવા માંડયું. પછી તે રાજાએ હાથ જોડી પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કર્યા કે હે ભગવાન ! હું કંઇ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કરે છે અને તેવું જ મારે પણ કરવું છે; પણ મને આવડતું નથી, પણ તેને હો તે મને હો. એવી ભાવના તે કરવા લાગ્યો. પછી રાજાએ બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢયાં, તેમ તે દાસે પણ કર્યું અને બંનેના દેહ છૂટી ગયા. રાજા દેવલોકમાં ગયો અને દાસનું પુણ્ય તેટલું નહોતું તેથી વિદેહક્ષેત્રમાં મનુષ્ય થયો. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને મોક્ષમાર્ગ આરાધી, તે મુક્ત થયો. હજી તે રાજા તો દેવલોકમાં છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા છે, તે અર્થે કરવું. (બો-૩, પૃ.૫૦૦, આંક ૫૩૮) D સત્પુરુષની આજ્ઞા એ જ ખરો માર્ગ છે. નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણમંત્ર સંભળાવ્યો, તેથી તે ધરણેન્દ્ર થયો, નહીં તો નાગ તો નરકે જાય. ભીલે એક ‘મારે કાગડાનું માંસ નથી ખાવું' એટલી જ આજ્ઞા આરાધી; જેથી મરીને તે દેવ થયો; પછી શ્રેણિકરાજા થયો; અનાથીમુનિ મળ્યા ત્યારે સમકિત પામ્યો અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સમકિત થયું અને તીર્થંકર ગોત્ર બાંધ્યું. (બો-૧, પૃ.૫૧, આંક ૨૭) D કર્મને આધીન ધનની કમાણી વગેરે છે, પણ ધર્મની કમાણી સત્પુરુષાર્થને આધીન છે. માટે જેને સત્પ્રદ્ધા કરવાનો યોગ મળ્યો છે, તેણે તો પરમકૃપાળુ જ્ઞાનીની આજ્ઞામાં જ લક્ષ રાખી વર્તવાનો નિશ્ચય કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૫૬, આંક ૭૭૮) I દેહત્યાગ પહેલાં દેહભાવ ત્યાગવાનો છે. દેહાધ્યાસ છૂટી ગયા પછી સ્થૂળ દેહ ગમે ત્યારે છૂટે તેની ફિકર નથી. સર્વ દેહથી રહિત અસંગ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, જન્મજરામરણરહિત, શુદ્ધ ઉપયોગસ્વરૂપ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy