SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ (પ૨૨) ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'' (૪૬૦) આટલું યાદ રહે તો ગમે તેવા વિકટ પ્રસંગોમાં પણ, સદ્ગુરુની આજ્ઞાનું બળ અનુભવ્યા વિના જીવ રહે નહીં. શ્રદ્ધાની જેટલી ખામી છે તેટલો જ જીવ દુઃખી છે; નહીં તો તેનું મૂળ સ્વરૂપ પરમાનંદરૂપ છે, તે કેમ ભૂલે? (બી-૩, પૃ.૧૨૭, આંક ૧૨૭). D વરસાદ આવે ત્યારે ઘણી વનસ્પતિઓ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધે તો અનંત ગુણ પ્રગટે છે. બહુ માહામ્ય છે. એ આરાધી હોત તો ફરી જન્મ ધારણ ન થાત. (બો-૧, પૃ.૯૯) | અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે છેજી. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા જીવો મોક્ષમાર્ગમાં ગણાય છેજી, (બી-૩, પૃ.૧૫૦, આંક ૧૫૦) 1 જ્ઞાની પુરુષની આજ્ઞાનું માહાત્ય જીવને લક્ષમાં આવવું બહુ દુર્લભ છેજી. તે ટકી રહેવું તે વિશેષ દુર્લભ છેજ. મનુષ્યભવ છે, અને પાંચ ઇન્દ્રિયો હજી કંઈ કામ આપી શકે એમ છે તથા તદન પરાધીનતા કે મરણપ્રસંગ જેવો વિશેષ વેદનાનો ઉદય નથી ત્યાં સુધી, જીવ ધારે તો સદ્ગુરુની આજ્ઞામાં ચિત્ત પરોવી એવો લાભ ઉઠાવી શકે કે તેને ફરી મનુષ્યભવ મળવો દુર્લભ ન થઇ પડે અથવા મોક્ષનું સાધન જ્યાં જાય, ત્યાં બને તેટલું કરતો રહે તેવો અભ્યાસ પરભવમાં પણ સાથે લેતો જાય, તેવી જોગવાઈ આ ભવના પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે. આ વાત આપણે સર્વેએ બહુ બહુ વિચારી, લક્ષમાં લેવા યોગ્ય છેજી. દિવસ ઉપર દિવસ વહ્યા જાય છે અને મૃત્યુ આવીને ઊભું રહેશે ત્યારે કંઈ આત્મહિત નહીં કર્યું હોય તો શી વલે થશે, તેનો વિચાર અગાઉથી કર્યો હોય તો પુરુષાર્થ વિશેષ કરવાનું બની શકે એમ છે. જ્યાં સુધી સત્સાધન નહોતું મળ્યું ત્યાં સુધી તો કાળ વ્યર્થ ગયો, પણ હવે ક્ષણે-ક્ષણ સ્મરણ કરવામાં ગાળવી છે, એવો નિશ્રય કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૧૮૨, આંક ૧૮૫) T સમિતિ કે રહસ્યવૃષ્ટિવાળો પત્ર (પત્રાંક ૭૬૭) સમજાય, અંતર્મુખઉપયોગ કે આત્મપરિણતિ ઉપર લક્ષ રાખવાની કાળજી રહેશે અને આજ્ઞાનું માહાભ્ય સ્પષ્ટ સમજાશે. આપણે સદ્ગુરુકૃપાએ યથાશક્તિ તેમની આજ્ઞા સમજીને ઉપાસવી છે, તેમાં થતા પ્રમાદને ટાળવો છે. તેમાં કોઇનું કામ નથી, પોતાને જાગૃતિ જોઇએ. જેની જેવી ભાવના, તેવી તેની સિદ્ધિ વહેલીમોડી થાય છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે." (બો-૩, પૃ.૫૪૦, આંક ૫૯૧) T ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય સાચવવાનું હતું, બહોળા કુટુંબના માણસોનું મન પણ સાચવવાનું હતું, પરંતુ સર્વોપરી કામ તો ભગવાન ઋષભદેવની આજ્ઞા ઉઠાવવાનું હતું. તેમાં જ વૃત્તિ રાખીને બધાં કામ કરતા હતા, તો બાહુબળીજી જેવું તેમને તપ પણ કરવું ન પડ્યું; પણ માત્ર અંતરંગ સાધનાથી અરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એ ચમત્કારી છે. (બો-૩, પૃ.૬૩૨, આંક ૭૪૩)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy