SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧૦ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દૃષ્ટ આતમગુણ પ્રગટે' આદિ યોગદૃષ્ટિની સક્ઝાયમાં કહ્યું છે; તેમ આત્માનું સુખ તે સહજ સુખ છે. તેને ઉપદેશછાયામાં સહજસમાધિ'રૂપે વર્ણવ્યું છે. વચનામૃતમાં પૃ.૭૨૧-૭૨૨ વાંચી વિચારશો તો સહજ સમજાશે કે પુદ્ગલનો સ્વભાવ સુખ આપવાનો નથી. તેની તૃષ્ણા આકુળતા જ ઉત્પન્ન કરે છે. તેથી તે પુદ્ગલનાં સુખ તે આકુળતાવાળાં સુખ છે. તેનાથી જે ઠગાતા નથી, તે સમ્યફદૃષ્ટિ જીવો છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત; ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીત હો મિત્ત.' એમ સર્વ જ્ઞાનીઓનો એક જ મત છે. (બો-૩, પૃ.૩૪૬, આંક ૩૪૮) D અમુક સુખી છે કે અમુક દુઃખી છે, એ વાત કોઈના કહેવાથી એકદમ માન્ય કરી તેની ફિકરમાં પડવું, એ વિચારવાનનું કર્તવ્ય નથી. મીરાંબાઈની નાનપણની કોઈ સખી, તેમને દ્વારકામાં તંબૂરો વગાડી ભજન કરતાં દેખે તો તે “મીરાંબાઈ બહુ દુઃખી છે એમ માને કે બીજું કંઈ માને ? રહેવા ઘર નથી, કામ કરનાર નોકર નથી, તેના ધણીનું માન નહીં, ભિખારીની પેઠે માંગી ખાય, તે સુખી કે દુ:ખી દેખાય? સુખદુઃખ અંતરમાં થાય છે અને અંતઃકરણને કોઈ જોઈ શકે છે? અંતરજામી સિવાય બીજા ભલે દેવ કે મનુષ્યો કહે કે આ દુઃખી છે કે આ સુખી છે, તે માની માથું કૂટે, તે મૂર્ખ કહેવાય કે કેમ? આ વાત પત્રમાં વધારે ચર્ચવામાં માલ નથી, પણ ચિત્તને કંઈ સમાધિ તરફ વળવાને પ્રેરણા થવા અર્થે લખ્યું છે, પણ તેથી વિશેષ શાંતિનું કારણ સત્પરુષનાં સજીવન વચનો છે. તે તરફ લક્ષ રાખવા યોગ્ય છે. (બી-૩, પૃ.૧૯૮, આંક ૧૯૮). દુ:ખ D દુઃખ એટલે મનમાં આકુળતા થાય છે. એ થવાનું કારણ ઈચ્છા છે. જગતમાં ઈચ્છા છે, તેટલું દુઃખ છે. જીવ ઇચ્છા વગર રહેતો નથી, એક મટે તો બીજી. જેટલી થાય તેટલી પૂરી થાય, એવું તો કંઇ ન હોય. દેવ પણ દુઃખી છે. પુણ્યવાન પણ સુખી નથી. વધારે ઇચ્છા થાય તો દુઃખી જ છે. જેટલી ઓછી ઇચ્છા તેટલો સુખી. (બો-૧, પૃ.૧૩૬, આંક ૧૧) 0 અહો! આ જીવે અનંતકાળથી કયું દુઃખ ભોગવવાનું બાકી રાખ્યું છે? જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” અનંત દુઃખોમાં અત્યારે ભોગવાય છે તેવાં અને તેથી પણ ઘણાં આકરાં દુઃખો જીવે અનેકવાર ભોગવ્યાં છે. પરવશપણે દુઃખો ભોગવવામાં બાકી નથી રહી. માત્ર સ્વવશે એટલે આત્માનું હિત થાય તે અર્થે જીવ દુઃખ ખમવા તૈયાર થતો નથી. જેમાં પોતાનું હિત હોય તે જીવને ગમતું નથી અને આધ્યાન કરી, પોતાને અને પરને દુ:ખના બીજરૂપ પાપ બંધાય તેવા કામમાં જીવની રુચિ છે તે હવે ટળે; અને
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy