SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૯) આત્મસ્વરૂપમાં કે તે પદ પામેલા પરમકૃપાળુદેવમાં છે; તો જેણે સસુખ પ્રાપ્ત કરવું હોય તેણે જ્યાં તેનો વાસ છે, તેની યથાર્થ ઉપાસના કર્તવ્ય છેજી. બાગની શોભા જોવા રખડતો માણસ ભૂખ્યો થયો હોય, તો તે રખડવું છોડીને ધૂમાડો બૂકવો પડે તોપણ ચૂલો ચેતાવી રસોઈ કરે અને જમે તો ભૂખ ભાંગે, તૃપ્તિ થાય; તેમ જગતના ચિત્ત-આકર્ષક અનિત્ય પદાર્થોમાં રખડતું મન રોકીને, મુશ્કેલી લાગે તોપણ મુક્તિમાર્ગને આરાધવા જ્યારે જ્ઞાનીનું કહેવું ગળે ઉતારશે, ત્યારે જ જીવને આત્મ-તૃપ્તિ, સત્સુખની પ્રાપ્તિ થશેજી. વધારે શું લખવું? સન્મુખ વિના આ જીવ નિરંતર દુ:ખી છે એમ હજી નિર્ણય પાકો થયો નથી, તે વારંવાર વિચારી, વૃઢ નિર્ણય કર્તવ્ય છેજી. પછી દુઃખ માનશે ત્યાં ચિત્ત ટકશે જ નહીં, જ્યાં શાંતિ હશે ત્યાં ભ્રમરની પેઠે શોધતું ફરશે, પ્રાપ્ત પણ કરશે. (બી-૩, પૃ.૪૬૩, આંક ૪૮૫) T સુખ તો પોતે પોતામાંથી મેળવવાનું છે. તે કંઈ બહારથી લાવવાનું નથી કે જેથી લાવવામાં બહુ મહેનત પડે. રાજ્ય જીતવું હોય તો દારૂગોળો, બંદૂકો, તોપો જોઇએ, પણ આ તો સહજ છે. તે પોતાને સમજાવું જોઇએ, અને તે સમજાયું તો પછી પોતાને કેમ કરી આગળ વધવું, તે સમજાતું જાય છે. આત્માર્થી જીવો પોતાનો માર્ગ પોતે કરતા જાય છે. ગમે તેવી આંટીઘૂંટી આવી જાય પણ તેનો ઉકેલ પોતાને આવી જાય છે. (બો-૧, પૃ.૧૮, આંક ૨૦) T જે સંસારને જ્ઞાનીઓએ અતિ-અતિ વિચાર કરીને અસાર, અનિત્ય અને એકાંત દુઃખરૂપ માન્યો છે, તે સંસારમાંથી સાર વસ્તુ શોધી સુખી થવાની અને તે નાશવંત વસ્તુઓને ટકાવી રાખવાની વૃત્તિ જીવની રહે છે, તે માત્ર આ જીવની અશ્રદ્ધા જ પ્રગટ કરે છે. સમુદ્ર મંથન વખતે બધા જળચર જીવોને સમુદ્રમાં અત્યંત દુઃખ થયું હતું, એમ પુરાણોમાં વર્ણન આવે છે, તે તો કલ્પિત છે; પણ રાગ-દ્વેષરૂપ નેતરાં વડે આ કર્મરૂપ મેરુથી ત્રણે લોકમાં મંથન થઈ રહ્યું છે. તેમાં કોઈ જીવ સુખની કલ્પના કરી રાજી થાય, તે માત્ર મિથ્યાત્વનું જ માહાભ્ય છે. (બો-૩, પૃ.૪૧૩, આંક ૪૨૦) J જે જે દુઃખો સંસારમાં અનુભવાય છે, તે મન-વચન-કાયાની મદદથી અનુભવાય છે; પણ મોક્ષમાં મન-વચન-કાયા નહીં હોવાથી, તે દુઃખોમાંથી કોઇ દુઃખ ત્યાં (મોલમાં) નથી. દુઃખરહિત દશા જ્ઞાની પુરુષોએ જાણી, તેને માટે પુરુષાર્થ કરી, તે પ્રાપ્ત કરી ત્યાંથી પાછા ફર્યા નહીં, તે અનંત સુખ જ્ઞાનીની શ્રદ્ધાથી હાલ તો માન્ય કરવા યોગ્ય છે. જ્ઞાનીઓ કહે છે કે તમને વિશેષ ખાતરી કરવી હોય તો રાગ-દ્વેષ મૂકી, તેનો જાતે અનુભવ કરી જુઓ. જેટલે અંશે રાગ-દ્વેષ છૂટશે, તેટલે અંશે શાંતિ અનુભવાશે, પર વસ્તુની તુચ્છતા ભાસશે અને આત્માની અપાર શક્તિનું ભાન થશે, પણ રાગ-દ્વેષ જાય તો. લાખ બાતકી બાત યહ, તોકે દેય બતાય, પરમાતમ પદ જો ચહે, રાગ દ્વેષ તજ, ભાય.'' (શ્રી ચિદાનંદજી) બો-૩, પૃ.૧૨ , આંક ૧૨૫). “નિરાકુળ સુખ'નો અર્થ પૂછયો, તેના ઉત્તરમાં જણાવવાનું કે પુદ્ગલનાં, ઇન્દ્રિય દ્વારા ભોગવાતાં સુખ, સુખરૂપ નથી પણ દુઃખનો જ પ્રકાર છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy