SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧૧ ) દુઃખ, જ્ઞાની પુરુષો જેને કહે છે કે, પોતાને સુખ સમજાતું હોય તોપણ જ્ઞાની ઉપર અનન્ય શ્રદ્ધા રાખી તે તજવું જ છે, એવી ભાવના જીવને નિરંતર કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૬૧, આંક ૬૨૬) D “આ જીવને ઉતાપના મૂળ હેતુ શું? તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય ?'(૮૨૭) તે આપે પુછાવ્યું છે. એક કાવ્યમાં પરમકૃપાળુદેવ લખે છે : “જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહતુ.' ઉત્તાપ, સંતાપ કે દુ:ખનાં મૂળ કારણ જન્મ, જરા, મૃત્યુ કહ્યાં; અનંતકાળ ક્ષણ-ક્ષણ કરતાં વ્યતીત થયો, છતાં તેની નિવૃત્તિ થઈ નથી તેનું કારણ, વીસ દોહરા રોજ બોલીએ છીએ તેમાં, પ્રગટ જણાવેલ છેજી : “અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.” આ દોષો દેખીને નહીં ટાળીએ ત્યાં સુધી તેની નિવૃત્તિ કેમ થાય? “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્રય આવ્યા વિના, સાધન કરશે શું ? પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.'' વીસ દોહરાનો યથાર્થ વિચાર થાય તો તમારા પ્રશ્નોનો ઉત્તર સહેજે મળી રહે તેમ છેજી. બધાનું કારણ પ્રથમ જણાવ્યું તેમ રાગ અને દ્વેષ છે. તે ટળવાનો, ક્ષય થવાનો ઉપાય પોતે બતાવ્યો છે : શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨). જ્ઞાની પુરુષો પોકારી-પોકારીને કહી ગયા છે; તેમણે કહેવામાં બાકી રાખી નથી; આ જીવે કરવામાં બાકી રાખી છે; તે બાકી, પૂરી કર્યો છૂટકો છેજી. માર્ગ બતાવનાર મળ્યા, માર્ગ સાચો લાગ્યો, તે માર્ગ આરાધ્યા વિના કદી છૂટાશે નહીં એમ પ્રતીતિ થઈ તો પ્રમાદ તાજી હવે એકલડ્યે તે માર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. કર વિચાર તો પામ.” (બી-૩, પૃ.૧૮૯, આંક ૧૯૨) T જીવને પોતાનું કલ્યાણ કરવાની, આગળ વધવાની, સમાધિમરણની તૈયારી કરવાની ભાવના જાગવી અને ટકી રહેવી, આ કાળમાં બહુ દુષ્કર છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy