SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) જાણવાથી જીવ ધન, મિત્ર, પુત્ર, સ્ત્રી આદિ દ્વારા સુખ મળશે એમ માની, તેની પ્રાપ્તિ અને પ્રીતિ માટે ઉત્તમ આયુષ્ય એળે ગુમાવે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે : આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.'' આ રોગ મને થયો છે, એવું પણ જીવને ભાન નથી. આત્મજ્ઞાન વિના હું દુઃખી છું, એવું જીવને ખરેખરું લાગ્યું નથી. માત્ર પૈસા નથી, બૈરી નથી, પુત્ર નથી કે મિત્રો નથી, તેથી હું દુઃખી છું – એમ જીવે માની લીધું છે. પુણ્યયોગે એ બધું મળે તો પણ જીવ દુઃખી ને દુ:ખી રહે છે, કારણ કે કલ્પનાનો અંત નથી. એક મળે તો બીજું ઇચ્છે અને બીજું મળે તો ત્રીજું ઇચ્છે. માટે ઇચ્છાનો નાશ થયા વિના, જીવના દુ:ખનો કદી અંત આવવાનો નથી. “ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.'' સદ્ગુરુના ઉપદેશ વિના, તેનો વિચાર કર્યા વિના, તેની આજ્ઞાનું આરાધન કર્યા વિના, ઇચ્છાનું મૂળ ટળે તેવું નથી અને તે કર્યા વિના જીવને શાંતિ પ્રાપ્ત થાય તેમ નથી, તો લૌકિક વાતો ઉપરથી મન ખસેડી જ્ઞાની પુરુષની અનંત કૃપાથી જે સત્સાધન મળ્યું છે, તેનું એકાગ્રતાથી, લોકલાજ મૂકી, આરાધન કરશો તો સુખનો સંચય વગર કહ્યું થશેજી. (બો-૩, પૃ. ૨૨૧, આંક ૨૧૯). T કોઈનું ઘર લાગ્યું હોય અને ચારે બાજુ ભડકા લાગતા દેખાય, છતાં આ ખૂણામાંથી પેલા ખૂણામાં અને પેલા ખૂણામાંથી આ ખૂણામાં પૂળા ફેરવનાર માણસ જેમ મૂર્ખ ગણાય; તેમ ત્રિવિધ તાપથી બળતા આ સંસારમાં ધનથી સુખ થશે કે દીકરા સુખ આપશે, કે ખેતર, ઘરેણાં, બૈરા, ઢોરાં સુખનાં સાધન છે અને થશે એમ માને, તે બળતા ઘરમાં ને ઘરમાં સુખ શોધનાર જેવો ગણવા યોગ્ય છેજી. જ્યાં સુખ છે જ નહીં, ત્યાં સુખ શોધનાર કદી સુખી થાય નહીં, એ સાવ સમજી શકાય તેવી વાત છેજી; છતાં જીવ ચેતતો નથી. જે પરભવમાં સાથે આવે નહીં તેવી વસ્તુ માટે આખી જિંદગી ગાળે અને જ્ઞાનીનું કહેલું વીસરી જાય, તે આખરે પસ્તાય એમાં નવાઈ નથી. આપણે તેમ પસ્તાવું ન પડે તેવી ચીવટ-કાળજી રાખતા રહેવું, જાગ્રત-જાગ્રત રહેવું ઘટે છે. ઘડી પછી શું થશે, તેની ક્યાં ખબર છે? તો નિરાંતે કેમ ઊંઘવું ઘટે ? (બી-૩, પૃ.૫૩૨, આંક ૫૮૨). એક ડોશી હતી. તે કપડું સીવતી હતી. એવામાં તેની સોય ખોવાઈ ગઈ. ઘરમાં અંધારું હતું. પછી કોઈએ કહ્યું, ડોશીમા ! અજવાળે શોધો. તેથી તે ડોશી બહાર અજવાળે જઈને શોધવા લાગી, પણ ક્યાંથી મળે? ઘરમાં સોય ખોવાઈ અને બહાર શોધવાથી કંઈ મળે? એમ આ જીવ, બીજામાં સુખ છે નહીં, ત્યાં સુખ શોધવા જાય છે. કેટલાય ભવ થયા પણ સમાધિસુખ પ્રાપ્ત થયું નથી. જ્યાં સુખ છે ત્યાં તો શોધતો નથી અને જ્યાં નથી ત્યાં શોધે છે. જીવના બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે, તેનું એ જ કારણ છે. એને જોઈએ છે, તે સાચું સુખ જડતું નથી. જોઇએ છે બીજું અને કરે છે બીજું. સમજણ વગર જીવ દુઃખી થાય છે. (બો-૧, પૃ.૯૬, આંક ૧૪) ] જ્યાં સુધી અનિત્ય પદાર્થોમાં ચિત્તની પ્રવૃત્તિ પ્રીતિસહ વર્તે છે, તેને અર્થે હર્ષ-શોક થયા કરે છે અને તેની વાસના રહ્યા કરે છે ત્યાં સુધી શાંતિની આશા ક્યાંથી રાખી શકાય? શાંતિ, સુખનો વાસ તો શુદ્ધ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy