SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૭) વૃત્તિ તજી, અનાદિ સ્વપ્નદશાથી રહિત, પુદ્ગલના સુખદુઃખથી ભિન્ન, જે સન્મુખ આત્મગુણ છે, તે જીવને નિષ્કાંક્ષિતગુણ પ્રગટયે સમજાય છે. તે આત્મિક સુખ, સર્વ અનુકૂળતાઓ તજીને પ્રાપ્ત કરવું છે, એવો નિર્ણય તે જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે છેજી. (બી-૩, પૃ.૪૬૫, આંક ૪૮૯) “જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' એમ પ્રચલિત કહેવત છે, તો આપણે પરમકૃપાળુદેવના અનુયાયી હોઇએ તો અલૌકિકદ્રષ્ટિનું બળ વિશેષ રાખવું. તે સિવાય બીજામાં ખેંચાવા જેવું નથી, નહીં તો આપણું કરવાનું રહી જશે. તે વિચારશોજી. (બો-૩, પૃ.૫૮૨, આંક ૬૫૯) સુખ | જીવે બીજા બધામાં જ્યાં સુખ કયું છે, ત્યાં વાસ્તવિક તો દુઃખ જ છે. ખાવાથી સુખ થતું હોત તો આપણે વધારે ખાઈએ તો વધારે સુખ થવું જોઈએ; પણ વધુ ખાવાથી ઊલટું દુઃખ થાય છે. આત્માનું સુખ ઇન્દ્રિયાતીત છે. આત્મા ઇન્દ્રિય-અગોચર છે, એટલે દેખાય તેમ નથી. સરુશરણે તેમની આજ્ઞામાં વર્તતા એ અનુભવમાં આવે છે. (બો-૧, પૃ.૨૯, આંક ૩૭) D મોક્ષમાં સુખ બધા માને છે; પણ કેવા પ્રકારનું સુખ તે સર્વ, સર્વની રુચિ પ્રમાણે કહ્યું છે. જેની સમ્યક્ત્વદશા છે, તેમને નિરકુળ સુખનો ખ્યાલ આવે છે અને તેની ભાવના રહ્યા કરે છે; અને જેમ જેમ દશા વધે, તેમ તેમ વિશેષ મોલ નજીક થાય છે. (બો-૩, પૃ. ૨૮૭, આંક ૨૭૫). | મોક્ષનું સુખ ઇન્દ્રિયોથી પર છે, ઉપમારહિત છે. કર્મના ઉદયે ઊપજે એવું કૃત્રિમ નહીં, પણ સ્વાભાવિક અને કદી નાશ ન પામે એવું પારમાર્થિક સુખ એટલે ખરું સુખ, તેનું નામ મોક્ષ છે. પછી કંઈ કરવાનું ન રહે. (બો-૧, પૃ. ૨૭૯, આંક ૧૯) I એક તરફ કોઈ મરણ પામ્યું હોય અને બીજી તરફ લગ્નપ્રસંગે મિષ્ટાન્ન જમનાર માણસને વિચાર થઈ પડે છે કે આમ કરવું તે યોગ્ય લાગતું નથી. તેવી રીતે આ જીવને વિચાર આવવો જોઇએ કે જન્મજરાનાં દુઃખો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નિર્દોષ સુખ મળવાનું નથી. ધન મેળવી જીવ સુખી થવા ઇચ્છે છે અને તેના ઉપર રાગ કરે છે, પણ તે મળ્યા બાદ તેને ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો તેમ જ રાજા વગેરે લઈ લે તો તેનો ભય કાયમ રહ્યા કરે છે, તો તેમાં સુખ ક્યાં છે ? તેમાંથી નિર્દોષ સુખ મળે, એ કેમ કહેવાય ? કારણ કે પરિણામ જેનું દુ:ખમય આવે, તે દુ:ખ જ છે. તેવી જ રીતે સંસારના દરેક પદાર્થોમાં પરિણામે દુઃખ જ છે. માટે નિર્દોષ સુખ જે આત્મામાં છે અને જેનો કોઈ વખતે નાશ થતો નથી, તે મેળવવા પુરુષાર્થ કરવો. (બો-૧, પૃ.૩૩૯, આંક ૬). સુખ ત્યાગ કરવાથી મળે છે; ત્યાગમાં જ સુખ છે. આ જીવને ગ્રહણબુદ્ધિમાં જ સુખ લાગે છે. માટે પહેલેથી વિચાર કરી સુખનો રસ્તો શોધવો. વિચાર કરી નક્કી કરવું કે સુખ શું છે? અને યથાર્થ વિચાર કરે તો પ્રત્યક્ષ લાગે કે સુખ ત્યાગમાં છે. ઇચ્છા થાય એ જ દુઃખ છે. માટે વિવેકે કરી ઇચ્છાઓને દૂર કરી લેવી. (બો-૧, પૃ.૩૩, આંક ૨) [ આ અસાર સંસારમાં જીવ સુખની કલ્પનાથી દોડાદોડ કરી દુઃખી થાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે, તો તે ક્યાંથી મળે? આપણી કોઈ વસ્તુ ઘરમાં ખોવાઈ ગઈ હોય, તેને બજારમાં શોધવા જઈએ તો ક્યાંથી હાથ લાગે ? તેમ આત્મભ્રાંતિ કે આત્માના ભુલાવાથી જીવ દુઃખી થયો છે. તે કારણ નહીં
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy