SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) જગતના જીવો ધન, સંસારસુખ, શરીર, પુત્રાદિની અનુકૂળતા અર્થે તનતોડ મહેનત કરી, અમૂલ્ય મનુષ્યભવ ઘણા કાળે રત્ન સમાન પ્રાપ્ત થયો છે, તે વ્યર્થ ગુમાવે છે. પરંતુ તે આંધળી દોડ સપુરુષના બોધે નહીં અટકે ત્યાં સુધી જીવ પરમાર્થમાર્ગ પ્રત્યે ઉદાસીન રહે છે એટલે ઊંધે છે, કહો કે સૂએ છે; પણ જ્યાં જગતના જીવોની દ્રષ્ટિ પણ પહોંચવી દુર્લભ છે અને જેનો સ્વપ્ન પણ તેઓ વિચાર કરતા નથી એવા શુદ્ધ આત્માની જાગૃતિ નિરંતર સપુરુષને વર્તે છે. ““સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.” (૭૬). એક પત્રમાં પરમકૃપાળુદેવે નમસ્કાર આ પ્રમાણે કર્યો છે : “પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ જેનો છે તે પુરુષોને નમસ્કાર.” (૮૩૩) આ દશા પ્રત્યે જગતના જીવોની દ્રષ્ટિ ક્યાંથી જાય? જે ક્ષણિક વસ્તુઓમાં અંજાઈ ગયા છે તે જીવો ઘુવડ જેવા છે. તેમની સૂર્યનાં દર્શન કરવાની શક્તિ આવરણને પામી છે, તેથી તે ઊંધે છે. જ્ઞાનીને જગત સાવ સોનાનું થઈ જાય તોપણ તૃણતુલ્ય ભાસે છે, તેથી આત્મહિત ચૂકી, તે પુદ્ગલનાં સુખ પ્રત્યે દ્રષ્ટિ દેતા નથી. વચન અને કાયાની પ્રવૃત્તિ થતાં પણ તેનું માહાત્મ તે પુરુષને નથી, ચેતનપરિણતિ પ્રત્યે તે જાગૃત છે. આત્મા માત્ર જાણવાની ક્રિયા કરે છે; દ્રષ્ટા-જ્ઞાતા, સાક્ષીરૂપ દશામાં જ્ઞાની જાગ્રત છે. તેનું અજ્ઞાનીને ભાન ન હોવાથી તે વિષે અજ્ઞાની આંધળો છે અથવા ઊંધે છે; એટલે જ્યાં જ્ઞાનીનો પુરુષાર્થ પ્રવર્તે છે ત્યાં અજ્ઞાનીની દ્રષ્ટિ મીંચાયેલી છે, તે ઊંઘે છે, સ્વપ્નદશામાં છે, મારું-તારું માની મગ્ન થઈ રહ્યો છે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવે પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૯૩) કેવી કૂંચી પરમકૃપાળુદેવે છ પદના પત્રમાં દર્શાવી છે? ઊંડો વિચાર કરી, સમજી, શમાઈ જવા જેવું છેજી. શબ્દો, શબ્દો, શબ્દો મગજમાં ભરી રાખવા જેવા પણ નથી. “હે વચનવર્ગણા ! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ !” (હાથનોંધ ૨-૧૯) (બી-૩, પૃ.૧૬૫, આંક ૧૬૮) D એક લોકોની દ્રષ્ટિ તે લૌકિકદ્રષ્ટિ અને બીજી જ્ઞાનીના અભિપ્રાયવાળી અલૌકિકદૃષ્ટિ. એ બંનેનું સ્વરૂપ અને ફળ પરસ્પર વિરોધી છે. એક પુદ્ગલસુખને ઇષ્ટ માનનારી બહિરાત્મ જીવોની દેહવૃષ્ટિ છે અને બીજી દૃષ્ટિ (પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત” શ્રી દેવચંદ્રજી કહે છે તેમ) દેહ તે હું; દેહાદિ સુખો, તેની મીઠાશ, ધનાદિક મારાં, તેની મમતામાં વિશ્વાસ અને સુખબુદ્ધિ - એ અજ્ઞાનવૃષ્ટિના ત્યાગથી સ્વીકારવા યોગ્ય, જ્ઞાનીની દ્રષ્ટિ છે. હું કંઈ જાણતો નથી, જ્ઞાનીએ આત્મા જાણ્યો છે. તે કહે છે તે મને માન્ય છે, માન્ય કરવું છે. મારી માન્યતાએ અનંત-અનંત પરિભ્રમણ કર્યું. હવે ઈન્દ્રિયો અને દેહાદિ પુગલ-સુખની પુષ્ટિ કરવાની
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy