SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯૨ T સદ્ગોગે જે સહજે લાભ થાય છે તે વિયોગમાં ઘણા પ્રયત્ન થવો દુર્લભ છે એમ વિચારી, વિશેષ પુરુષાર્થ કરી, વિશેષ સત્સંગનું અવલંબન લઇ, જેટલું થઈ શકે તેટલું કરી લેવું ઘટે છે. (બી-૩, પૃ.૯૨, આંક ૮૪) સપુરુષોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ જીવે તેવી રુચિ પ્રગટાવી તે પ્રમાણે પ્રવર્તવાનું કર્યું નથી એટલે સત્ય ફળનો (નિરાબાધ આત્મસમાધિસુખનો) વાદ ક્યાંથી આવે? પણ વહેલુંમોડું પણ જ્ઞાનીનું કહેલું ભાગ્યે જ મોક્ષનું કારણ પ્રગટશે; એમ દૃઢ કરી, તે ભાવના કરવાથી, તે પ્રમાણે પ્રવર્તવાનું પણ બળ મળી રહેશે એમ ખાતરી છેજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે “તારી વારે વાર; મેદાનમાં તલવાર પડી છે મારે તેના બાપની; એક મરણિયો સોને ભારે થઈ પડે છે; કરવું તો પડશે જ.'' (બી-૩, પૃ.૧૧૪, આંક ૧૦૮) આપણે સર્વ દુખિયા છીએ પણ સુખિયાનો આશ્રય લીધો છે, તો તે જગાડશે. દુ:ખ સમજાવી, દુઃખથી ભય પમાડી, દુઃખ દૂર કરવા બળ આપશે; પણ કરવું તો આપણે પડશે. તેનાં વચનનું બળ આપણને મદદ કરશે; પણ કંઈ કરવા નહીં મંડીએ તો વચનની શક્તિ નથી કે પરાણે આપણને મોક્ષે પહોંચાડે. માટે તે વચન માનીને વર્તવાનો નિશ્ચય કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૯૪, આંક ૮૬) પરમકૃપાળુદેવને શરણે જે થાય તે જોયા કરવા જેવું છે. મૃગાપુત્રનું દ્રષ્ટાંત ભાવનાબોધમાંથી વારંવાર વાંચી, સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ અને મોક્ષમાર્ગ (જ્ઞાનીની આજ્ઞા) પ્રત્યે પ્રેમભાવ વર્ધમાન થાય, તેવી વૃત્તિ વધારતા રહેવા વિનંતી છે). (બી-૩, પૃ.૪૫૮, આંક ૪૭૯) T બને તેટલું કરી છૂટવું, પછી થવાનું હોય તે જ થાય છે. ભક્તિભાવમાં મૅચ રાખવી, એ આપણું કર્તવ્ય છે. ન બને તે કર્મનો દોષ, પણ જાણીજોઇને પ્રમાદ સેવવો નથી. કંઈ ન બને તો મંત્રનું રટણ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખવું, ભાન હોય ત્યાં સુધી – એમ પ. પૂ. પ્રભુશ્રીજીના બોધમાં આવે છે, તે લક્ષ આપણે ચૂકવા યોગ્ય નથી. બીજું જે થાય તે જોયા કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૭૫૦, આંક ૯૩૨) T કોઇ મુમુક્ષુના યોગે પરમકૃપાળુદેવનાં વચનો વાંચવાનો અવકાશ કાઢવો. તેવા યોગે કંઈ સદાચાર, સસેવા અને સર્વિચારની ચર્ચા થાય તો કરવી, સાંભળવી; પણ દેશકથા કે આડીઅવળી વાતો તેવા યોગમાં પણ કરવાનો કે સાંભળવાનો સંભવ લાગે તો એકલા ભક્તિ, વાંચન, વિચાર કરવો. મન ઉપર બીજી બાબતોનો બોજો ન રાખવો. કામ હોય ત્યાં સુધી તેનો વિચાર કરવો પડે તો કરવો, પણ તેની ન જોઈતી ફિકર-ચિંતામાં કાળ ન જતો રહે તે લક્ષમાં રાખવું. જેમ ગુમાસ્તો કામ કરે તેમ કરી છૂટવું; પણ મારું છે અને ખોટ જશે કે નફો આવશે એવા વિચારોમાં, અમૂલ્ય મનુષ્યભવની એક પળ પણ ગુમાવવી નહીં. આનંદમાં રહી, સ્મરણ કરતા રહેવાની ટેવ પાડશોજી. (બી-૩, પૃ.૨૯૩, આંક ૮૩૨) T કંઈ ગભરાવા જેવું નથી. પથ્થર તળે હાથ આવ્યો છે, કળે-કળે કરી કાઢી લેવા યોગ્ય છે. ઉતાવળ કરતાં આંગળીઓ તૂટી જાય તેવું કર્તવ્ય નથી અને ત્યાં ને ત્યાં હાથ દબાયેલો રહે તેમ પણ રાખી મૂકવા યોગ્ય નથી. પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૨૬૬, આંક ૨૬૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy