SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ મરણનો ભય માથે ગાજે છે, તેમ છતાં જીવને પ્રમાદમાંથી પ્રેમ ઘટતો નથી, એ એક આશ્ચર્ય છે. જિંદગીનો પાછલો ભાગ વિચારીને, શિખામણ લેવાની જરૂર છે કે આટલાં બધાં વર્ષો જેમાં ગાળ્યાં છે તેવા નિરર્થક વિષયો માટે હવેની જિંદગી ગાળવી નથી; પરંતુ સમાધિમરણમાં મદદ કરે તેવા ભાવોમાં, તેવા સાધનોમાં વૃત્તિ રહ્યા કરે તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૩૭, આંક ૭૫૨) Ū પૂ. ધર્માત્મા .........ની હયાતીમાં ધર્મને આધારે ક્લેશ શમાવેલો, તો હવે નાશવંત વસ્તુઓમાં આત્માને ક્લેશ વિના કંઇ પ્રાપ્ત થતું નથી, એવો અનુભવ પ્રત્યક્ષ થઇ ચૂક્યો છે, તે શિખામણથી આત્માને સમજાવી સમાધિમરણની તૈયારી કરવા શૂરવીર બનાવવો ઘટે છેજી. જે વસ્તુ અહીં જ પડી રહેશે, તે વસ્તુને અર્થે આત્મા ક્લેશિત રહ્યા કરે અને જે ધર્મથી શાંતિ એક વખત અનુભવી છે તેને ધકેલી-ધકેલીને દૂર કરનાર પૂર્વપ્રારબ્ધ જ નથી પણ પોતાની નિર્બળતા પણ છે એમ સમજી, શૂરવીર થવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૨૯, આંક ૮૮૯) આપણી વૃત્તિઓમાં જે કંઇ સુધારો થતો હોય, તે તરફ લક્ષ રાખી, વિશેષ શાંત વૃત્તિ પોષ્યા કરવી ઘટે છેજી. માથે મરણ છે તેની તૈયારી પરમકૃપાળુદેવને શરણે કર્તવ્ય છેજી. બીજું હવે શોધવું તો છે નહીં. બીજેથી પરમકૃપાળુદેવનાં વચનામૃત જેવી કે આત્મહિતકારી મદદ મળે તેમ જણાતું નથી; તો વ્યર્થ વિચારો કરવાનું ભૂલી જઇ ઉપાય સદ્ગુરુમાં જ લય લાગે, પરમ ભક્તિ પ્રગટે, સર્વ દોષનો ક્ષય થાય એ જ એક લક્ષ રાખી જગત જોવામાં અંધ બનવા યોગ્ય છેજી. બીજી વાતો સાંભળવામાં બહેરા બનવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૦૩, આંક ૮૪૬) ... જેટલી જાગૃતિ આત્મહિતમાં રહેશે, તેમાં વિશેષ પુરુષાર્થ થશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે. દેહાધ્યાસ ઘટાડવા તો જરૂર પુરુષાર્થ કર્તવ્ય છેજી. આમ ને આમ દેહાદિ પદાર્થો પ્રત્યે વૃત્તિ રહ્યા કરે તો આવો યોગ આ ભવમાં મળેલો વ્યર્થ વહી જવા દેવા જેવું થાય. એકાંત જગ્યા અને અવકાશ હોય તો બધે જવા-આવવાનું ઓછું કરી, પરમકૃપાળુદેવનાં વચનામૃતના અભ્યાસમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી. અંતરમાં શીતળીભૂત રહેવાનો અભ્યાસ વિશેષ-વિશેષ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૧, આંક ૭૨૧) D ઘણું જોયું, ઘણું ખાધું, ઘણું ભોગવ્યું; હવે તો હે જીવ ! થોભ; એમ વિચારી સમાધિમરણની તૈયારી આપણા જેવા ઉંમરે પહોંચેલાઓએ તો જરૂર કર્તવ્ય છેજી. જો આપણે આટલું થયા છતાં ન ચેતીએ તો આપણને સત્પુરુષનો યોગ કેવા પ્રકારનો થયો છે ? તે વિચારી-વિચારી સત્પુરુષને આશ્રયે હવે તો એક આત્મકલ્યાણ થાય તે જ કામ કરવું છે. બીજું બધું ભૂલી જવા યોગ્ય છેજી. જેમ-તેમ કરીને પથ્થર તળે આવેલો હાથ ખસેડી લેવા યોગ્ય છેજી; નિવૃત્તિના વિચાર દૃઢ કરી અંતરંગમાં તો સાવ નિવૃત્તદશા કરી લેવા યોગ્ય છેજી. કર્મના ઉદયે બહાર ગમે તેવું દેખાય પણ આપણે મહેમાન હવે તો છીએ એમ પળે-પળે ભાસ્યા કરે તેવા વૈરાગ્યમાં વૃત્તિ વાળવી ઘટે છેજી. (બો-૩, પૃ.૬૧૬, આંક ૭૧૪)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy