SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૧) આમ પરમકૃપાળુદેવ પોતાને માટે લખે છે. તેમ આપણ સર્વેને તે જ ગાંઠ મનમાં પાડી દેવા જેવી છે. જે રસ્તે એ પરમપુરુષ ચાલ્યા તે જ રસ્તે આ ભવમાં જવું છે, બીજું બધું ઝેર ખાવા જેવું છે, એવું અંતરમાં કરી મૂક્યા વિના આ કળિકાળમાં સન્માર્ગે પ્રવર્તી શકાય તેવું રહ્યું નથી. સંજોગો બધા વિપરીત મોહમાં તાણી જાય તેવા છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.'' (પુષ્પમાળા-૩૫) એમ કહ્યું છે; તે ક્ષણે-ક્ષણે સંભાર-સંભાર કરવા જેવું છે. (બી-૩, પૃ.૨૦૧, આંક ૨૦0) D પરમકૃપાળુદેવની દ્રષ્ટિ, માન્યતા તે જ આપણી માન્યતા વિચાર-વિચારીને કર્તવ્ય છેજી. સંસાર પ્રત્યે વૈરાગ્યદેહ પ્રત્યે કંઈ પણ મૂછ નહીં, ભોગ પ્રત્યે અનાસક્તિ; એક માત્ર સત્સંગ, સત્સંગ અને નિરંતર અવિચ્છિન્ન સત્સંગની ઉપાસનાનું આટલું આપણા હૃદયમાં વસી જાય તો અસંગપણું, વીતરાગપણું, સંપૂર્ણતા, નિષ્કિચનતા, નિર્મોહીપણું અને આત્મતૃપ્તિ સહેજે આત્મામાં આવવા લાગે. (બી-૩, પૃ.૫૪૭, આંક ૬૦૩) પરમ શાંત થવું, તે જ ધર્મ છે અને તેનો જ નિશ્રય દૃઢપણે રાખી તેવા થવાનો પુરુષાર્થ કર્યા કરવો. પ્રભુશ્રીજીના ઉપદેશમાં પણ એમ આવે છે કે પોતાને શું હિતકર્તા છે અને શું નડે છે, તે પ્રથમ શોધી કાઢવું અને જીવનપર્યત પુરુષાર્થ કર્યા કરવો. આ મનુષ્યભવમાં પોતાને શું કરવું છે, તેનો લક્ષ કરી લેવાનો છે. (બો-૧, પૃ.૧૯). I તરવાના કામીએ તો બીજી જંજાળ તજી, પોતાના આત્મહિતની વૃદ્ધિ થાય તેવાં નિમિત્ત માટે લોકલાજ તજી, સગાંવહાલાંનાં મહેણાં સહન કરવાં પડે તો તે પણ સહન કરીને, અનેક વિઘ્નો કે પ્રતિકૂળતાઓ વેઠવી પડે તે વેઠીને, આ ભવમાં તો આ આત્માની જ સંભાળ લેવી છે એવો દૃઢ નિશ્વય કરી, જગતને પૂંઠ દેવા યોગ્ય છે. જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.' એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે પરમ સત્ય છે. (બી-૩, પૃ.૭૮, આંક ૬૭) આવા દુષમ, વિકટ કાળમાં જન્મ્યા છીએ તો મુશ્કેલીથી ધર્મસાધન થઈ શકે તેવો પ્રસંગ છે; તોપણ જેણે આત્મકલ્યાણ, અવશ્ય, આ ભવમાં જેટલું બની શકે તેટલું કરી લેવું છે, એવો નિર્ણય કર્યો હોય અને તે અર્થે ભોગાદિથી પાછા હઠયા હોય, તેવા જીવોએ વિકટ પુરુષાર્થ કરીને, આત્મવૃત્તિને બાહ્ય પદાર્થોમાં તણાતી રોકી, સત્સાધનમાં વારંવાર જોડવા, કમર કસીને મંડી પડવા યોગ્ય છેજી. આવો યોગ બીજા ભવમાં મળવો દુર્લભ છે એમ જાણી, બનતી જાગૃતિ અને સ્મરણમંત્રના રટણમાં વૃત્તિ રાખતા રહેવા ભલામણ છે). (બી-૩, પૃ.૩૪૪, આંક ૩૪૭) કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, તો આ જીવ કયા કાળને ભજે છે? તે વિચારી આત્મહિતને માટે આપણે બધાએ વિશેષ-વિશેષ કાળજી લેતા રહેવાય તેમ કર્તવ્ય છેજી. વિશેષ શું લખવું? હવે તો કરવા માંડવાનું છે. ઘણું સાંભળ્યું છે, તેમાંથી કંઈ ને કંઈ કરવા લાગીશું તો કંઈ ઠેકાણું પડશે. (બી-૩, પૃ.૧૧૪, આંક ૧૦૭)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy