SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ (४८० તેવો જોગ ન હોય તો એકલાએ પણ પોતાના આત્માને શિખામણ મળે તેવું દરરોજ થોડું-ઘણું વાંચન રાખતા રહેવાથી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થતાં અપૂર્વ આનંદ આવશેજી. જેને કલ્યાણ સાધવું હશે તેને માટે ઉત્તમ સ્થળ તૈયાર થયું છે. હાલ છે તેમાંથી જેને લાભ લેવો હોય તે લઈ લેશે. તેનો લાભ લેવા ઘણા ભાવના ભાવતાં હશે તે ભવિષ્યમાં ત્યાં લાભ લેવા જન્મશે અને ધર્મ આરાધી કલ્યાણ સાધશે. લૂંટતૂટ લહાવો લેવાનો જોગ આવ્યો છે ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. “બહોત ગઈ થોડી રહી, થોડી પણ ઘટ જાય.” (બો-૩. પૃ.૩૪૪, આંક ૩૪) | અવકાશ હોય તો રોજ ભક્તિ કર્યા પછી મોક્ષમાળાનો એકાદ પાઠ નિયમિત રીતે વાંચવા-વિચારવા ભલામણ છે.જી. પોતાનાથી બને તેટલો વિચાર-ચર્ચા કરી, તે મહાપુરુષે આપણા માટે લીધેલો શ્રમ સફળ થાય અને આપણને તે મહાપુરુષની શિખામણ ર્દયમાં ઊતરે એવું કર્તવ્ય છેજી. જેટલો કાળ તે મહાપુરુષની ભક્તિ, ગુણગ્રામ અને શ્રદ્ધા દૃઢ કરવામાં જશે તેટલું આયુષ્ય આપણું સફળ થયું ગણવા યોગ્ય છેજી. સ્ત્રીકથા, દેશકથા, રાજકથા તથા ભોજનકથા આદિ વિકથામાં જતો વખત બચાવી પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા-વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલો કાળ જશે તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. (બો-૩, પૃ.૬૩૪, આંક ૭૪૮) | સર્વ ભક્તિ વખતે એકઠા હજી મળતા હશોજી. મોક્ષમાળાનો એક પાઠ વાંચવાનું રોજ રાખ્યું છે? ભક્તિ પૂરી થયે ઊઠતાં, એક પાઠ સાંભળી બધા ઊઠે તો તે સંસ્કાર કે તેથી થતા વિચાર પણ પછીથી રહ્યા કરે. બીજે દિવસે આગલા પાઠની યાદી આપી, એક નવો પાઠ સાંભળવો. આમ મોક્ષમાળા ચાર માસમાં પૂરી થાય. વળી ફરીથી વંચાય, એમ થતાં જીવને ઘણું સમજવાનું ક્રમે-કમે થશેજી. ફરી-ફરી વંચાશે એમ વિશેષ-વિશેષ સમજાશેજી. સપુરુષનાં વચન પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય ગણી આરાધવાથી સમકિતનું કારણ થાય છેજી. એકઠા થતા હો તો દસ-પંદર મિનિટ પાઠ વાંચતાં લાગે તેટલો વખત જરૂર તે અર્થે કાઢવા યોગ્ય છેજી. બધા મળો ત્યારે આ પત્ર વાંચશો, અને ઠીક લાગે તો તે પ્રમાણે આત્માર્થે વર્તશોજી. દિવસે-દિવસે મુમુક્ષતા વધે, ધર્મની ભૂખ લાગે તેમ કર્તવ્ય છેજ. તે થવા સપુરુષનાં વચનોમાં પ્રીતિ, તેનું નિયમિત આરાધન એ છે. પૈસાટકા એ લૌકિક ધન છે અને જ્ઞાનવૃદ્ધિ એ આત્મિક ધન છે. સપુરુષને શરણે તે કમાણી વધારવી. (બી-૩, પૃ.૬૦૩, આંક ૬૯૩) D “ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. (રાગ-દ્વેષ તજી આત્માર્થે જીવવું) ત્યાં સુધી હે જીવ ! છૂટકો નથી. આમ નેપથ્યમાંથી (અંતરમાંથી) ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.' (૧૨૮)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy