SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૯) અનંતકાળથી પોતે પોતાનો વૈરી થઈને વર્યો છે; તે માર્ગ પલટાવી, પોતે પોતાનો મિત્ર બને, તેવી ઘણી અનુકૂળતા, સામગ્રી, સંયોગો આ ભવમાં પ્રાપ્ત થયા છે; તે નિરર્થક ન નીવડે, તે અર્થે શું કરીએ છીએ ? અને શું કરવા ધાર્યું છે ? આનો દરેકે, પોતાને વિચાર કરવા વિનંતી છે જી. (બો-૩, પૃ.૪૨૭, આંક ૪૩૮) D જીવને સંતોષવૃત્તિ પ્રગટે તેવા સંયોગો આ કાળમાં ઓછા છે; કાં તો પૂર્વના સંસ્કારી સંસારથી કંટાળી સત્ક્રાંતિ અર્થે ઝૂરે છે, કાં સત્સંગનો રંગ લાગે અને સર્વ અનિત્ય છે એવો ભાસ દયમાં રહ્યા કરે; તેથી ચિત્ત ક્યાંય પ્રસન્નતા પામે નહીં અને જ્ઞાની પુરુષની આજ્ઞામાં વારંવાર વૃત્તિ જાય તો આ જગતનો મોહ મંદ પડી વિરામ પામે તેમ બને; નહીં તો આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે, તેમાં જ જીવ મીઠાશ માની તેની જ ઝંખનામાં મનુષ્યભવ ગુમાવે છે. (બો-૩, પૃ.૬૧૦ આંક ૭05). એ જીવ જો પ્રમાદમાં આ મનુષ્યભવ ખોઈ બેસશે તો પછી પસ્તાવો થશે. ધન, કીર્તિ કે ધંધા અર્થે જીવે ઘણાં કષ્ટો વેઠયાં છે, હજી તેને માટે આથડે છે; પણ તેથી કંઈ આત્માનું કલ્યાણ થયું નથી. માથે મરણ ભમે છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે થઈ રહ્યું છે, તો આ જીવ ક્યા કાળને ભજે છે? તે વિચારવા યોગ્ય છેજી, (બો-૩, પૃ.૬૯, આંક ૫૬). | ધર્મધ્યાનમાં વિશેષ કાળ જાય તેમ કાળજી રાખવા ભલામણ છેજી. રાજકાજની વાતો, ગાનતાન અને મોજશોખમાં, અમૂલ્ય મનુષ્યભવ વહ્યો ન જાય, તે બહુ સંભાળવાની જરૂર છે. પરમકૃપાળુદેવે લખ્યું છે તેમ આખું જગત પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે; તે મુંબઇમાં તાદ્રેશ જણાઈ આવે છે. એ હોળીમાં આપણે ઝંપલાઈ જઈએ નહીં, તેની કાળજી વારંવાર, પ્રસંગે-પ્રસંગે, અનેક વખતે યાદ રાખી સ્મરણ, ભક્તિ, વૈરાગ્યમાં વૃત્તિ વાળવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૨૨, આંક ૧૧૯) અચાનક મૃત્યુ આપણને ક્યારે ઉપાડી જશે, તે કહેવાય નહીં. કરોડો રૂપિયા ખર્ચતાં પણ મનુષ્યભવ ન મળે. તે જોતજોતામાં ચાલ્યો જાય છે અને ધર્મ કરવાનાં કાર્યમાં વિઘ્ન આવી પડે છે; પણ અભાગિયો જીવ વિચારતો નથી કે જ્યાં સુધી શરીર સારું છે, યુવાવસ્થા છે, ઇન્દ્રિયો હાનિ પામી નથી ત્યાં સુધી ધર્મ આરાધી શકાશે. પછી વૃદ્ધાવસ્થામાં અનેક રોગ, અશક્તિ, પરાધીનતાને વશ પડશે ત્યારે શું બનવાનું છે? કે મરણ પામી કાગડા-કૂતરાના કે નરકના હલકા અવતારમાં જીવ શું કરી શકવાનો છે? (બી-૩, પૃ.૫૭, આંક ૪૨) કર્તવ્ય D મંદિરમાં નિયમિત જવાનું અને વાંચવાનું બને તેમ કર્તવ્ય છેજી. કોઈ ન જતું હોય કે એકઠા ન થતા હોય તોપણ પોતે પોતાને માટે અમુક કાળ ઘેર બેસી વાંચ્યા કરતાં મંદિરમાં બેસવાનું રાખ્યું હોય તો વિશેષ લાભનું કારણ છેજી. (બી-૩, પૃ.પ૯૪, આંક ૬૭૩) D મંદિરમાં પણ પૂજા કર્યા પછી વખત હોય તો એકાદ પત્ર વચનામૃતમાંથી નિરાંતે બેસી વાંચવો કે ભક્તિ કરી ઘેર જવું. એકલા હોઇએ તો વધારે સારું છે. ભગવાન સાથે તો એકાંત જ સારી. આપણો આત્મા એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. તેને જ ખરી રીતે સત્સંગમાં પણ સમજાવવાનો છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy