SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) તેમ સંસારના સુખોમાં જીવ અજ્ઞાનને લીધે રાજી થાય છે; સગુનો બોધ થતાં મન જરા પાછું પડે. જ્યાં સુધી ઘણા બોધ કરી દૃષ્ટિ ફરી નથી, ત્યાં સુધી પાછા તે સુખોમાં મન લબદાઈ જાય છે, પણ સમ્યક્દર્શન કે આત્માનો અનુભવ જેને થાય છે, તેને એ સુખો વિષ્ટામાં રમવા જેવા લાગે છે, તેથી તે તરફ જોવાનું પણ તેમને મન થતું નથી. માટે પુરુષનાં વચનો, તેમણે કરેલો બોધ વારંવાર વિચારી, આત્માને શિખામણ આપતા રહેવું કે “હે જીવ ! જો આવો મનુષ્યભવ પામીને પણ હવે પ્રમાદ કરશે, સદ્ગુરુની આજ્ઞામાં, ભક્તિમાં, તેનાં વચનોમાં, પરમાત્મસ્વરૂપ એવા પરમ પુરુષમાં ભાવ નહીં રાખે અને સંસારમાં ને સંસારમાં વૃત્તિ રહી તો લખચોરાસીના ફેરામાં તારી શી વલે થશે? આ ભવમાં આટલાં દુ:ખ આકરાં લાગે છે, તો નરક આદિ ગતિમાં રઝળતાં, આવો ધર્મ કરવાનો જોગ ક્યાં મળશે? માટે હે જીવ! પ્રમાદ છોડી, સદૂગુરુએ અનંત કૃપા કરી આપેલા સાધનને રાતદિવસ ઉપાસવા પુરુષાર્થ કર, તો કંઈક નિવેડો આવે અને મોક્ષમાર્ગનાં સાધન સુલભ થઈ કલ્યાણ થાય.’ આમ પોતે પોતાને શિખામણ આપી ચેતતા રહેવાય તો વૈરાગ્ય, ભક્તિ આદિ વડે જીવ શાંતિ પામે. (બી-૩, પૃ.૧૫૭, આંક ૧૫૮) જેવું કારણ ઉપાસીએ તેવું કાર્ય થાય છે. તેથી સંસારનાં કારણોથી દૂર રહી, અથવા લૌકિક ચિંતાઓ ઓછી કરી, જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસવાનો પુરુષાર્થ કરવા માંડીશું તો જ્ઞાની પુરુષોએ જે પ્રાપ્ત કર્યું છે, તે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનીશું. માટે સંસારની જંજાળમાંથી બચતો વખત, વ્યર્થ ગુમાવવા કરતાં, સરુષનાં વચનોના વિચારમાં અને બને તેટલી શાંતિ પ્રાપ્ત કરવામાં જેટલો કાળ જશે, તેટલું જીવન સાર્થક ગયું ગણાશે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જતાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.' (બી-૩, પૃ.૪૬૦, આંક ૪૮૨) અપૂર્વ પ્રેમે જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. કેવા શાંતિપ્રેરક એ વચનો પરમકૃપાળુદેવે ઉચ્ચાર્યા છે ! તેની ઉપમા શોધવી, તે જ વ્યર્થ છે. (બી-૩, પૃ.૫૦૬, આંક ૫૪૭) T સરોવરની નજીક રહેતા માણસને, ઉનાળાના તાપની વ્યાકુળતામાં ઠંડો પવન આવે તો કેટલો આનંદ થાય ? અને સરોવરના ઠંડા પાણીથી નાહવાવાળાને કેટલો આનંદ થાય? તેમ પુરુષોનાં વચનોથી થાય છે. પરમકૃપાળુદેવનાં વચનો કેટલાં શીતળ લાગે છે! તો તેઓશ્રીનો આત્મા કેટલો શીતળ હશે? (બો-૧, પૃ.૭, આંક ૬) 1 શાંતિપૂર્વક પરમકૃપાળુદેવનાં વચનો, બીજા ભાવો વિસારી, મનન કરતા રહેવા ભલામણ છે. શેરડીનાં બટકાં મોંમા નાખી, જેમ જેમ દબાવીએ, તેમ તેમ તેનો રસ જેમ નીકળતો જાય છે, તેમ તેમ સપુરુષનાં વચનો સમજવા કષાયની મંદતારૂપ જેમ જેમ પુરુષાર્થ થાય, તેમ તેમ વિશેષ આનંદદાયક બને છેજી. (બી-૩, પૃ.૩૩૬, આંક ૩૩૭) પરમકૃપાળુદેવનાં વચનો ઘણાં જ ગૂઢાર્થવાળાં છે. જેમકે “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં.” આ વાક્યમાં બધું સમાઈ જાય છે. દયાનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે પોતાના આત્માની અત્યંત કરુણા ઊપજે છે, અને તે જ સમકિત છે. તે પ્રાપ્ત થયા બાદ આત્મામાં
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy