SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ શાંતિ આવે છે, સમતા આવે છે; પરિણામે કેવળજ્ઞાન પ્રગટાવી, મોક્ષ પ્રાપ્ત કરાવે છે. (બો-૧, પૃ.૩૩૯, આંક ૫) ૪૧ Ū છ પદની પાછળ ઘણી વસ્તુ સારી છે. અગાધ અર્થ છે. જ્ઞાનીનાં વચનમાં જીવ ઊંડો ઊતરે તો બધાં શાસ્ત્રો સમજાય. એ છ પદ, છ દર્શનનો સાર છે. એ વિચારે તો કોઇ દર્શનનો આગ્રહ ન રહે. આત્મા છે એમ થાય તો પછી વેદાંત, વૈષ્ણવ કંઇ ન રહે. આત્માને માને તો સમકિત થાય. આત્મામાં કેવળજ્ઞાન, આત્મામાં મોક્ષ, બધું આત્મામાં છે. (બો-૧, પૃ.૨૨૪, આંક ૧૧૧) @ વિશેષ શાંતિનું કારણ, સત્પુરુષનાં સજીવન વચનો છે. એક પણ સત્યવચનની મનમાં પકડ થઇ ગઇ તો મોક્ષનું કારણ થાય તેવાં છે, સર્વ દુ:ખના ડુંગરને ક્ષણમાત્રમાં ક્ષય કરી નાખે તેવાં છે, મડદાને જીવતો ખડો કરે તેવાં છે. તેમાં તન્મય થઇ જગતનું વિસ્મરણ કરવા યોગ્ય છેજી, અને સત્પુરુષની આજ્ઞામાં મનને સ્થિર કરવા યોગ્ય છેજી. તે જ સ્વ અને પરનું કલ્યાણ સાધે તેવાં છે; તેની વાનગી : જુઓ વચનામૃત પત્રાંક ૬૮૯ અને ૫૬૯. શાંતિથી વિચારીને, આત્મહિત થાય તેમ પ્રવર્તવા ભલામણ છેજી. સંસાર-ચિંતા દૂર કરતા રહી, સત્સંગની ભાવના વર્ધમાન કરી, સત્પુરુષનાં વચનોમાં વૃત્તિ વારંવાર રોકવી હિતકારી છેજી. (બો-૩, પૃ.૧૯૯, આંક ૧૯૮) I સત્પુરુષોનાં વચનો પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય ગણી બહુમાનપણે એકનિષ્ઠાથી આરાધાય તો સમકિતની પ્રાપ્તિ કરાવે તેવું તેમાં બળ છે, માટે સત્સંગનો યોગ ન બને તેમ હોય તોપણ વિશેષ બળ કરી, તે વચનોનો ૫રમાર્થ હૃદયમાં ઊતરે તે અર્થે દિવસના ચોવીસ કલાકમાંથી એકાદ-બે કલાક ખોટી થવાનો અભ્યાસ રાખશો તો તેની અસર બીજાં કાર્યો કરતાં પણ જણાઇ આવશે. જેમ કે ‘‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.'' (૧૭૨) એવું વાંચ્યું હોય, વિચાર્યું હોય, તેમ વર્તવાની ભાવના થોડો વખત સેવાઇ હોય તો બીજી પ્રવૃત્તિના પ્રસંગોમાં પણ તે સાંભરી આવે કે ઉદાસીનતા સેવવા મારે વારંવાર, પ્રસંગે-પ્રસંગે, કાર્યો-કાર્યે જાગ્રત રહી પુરુષાર્થ કરવો છે; તો તે ભૂલી જવાય છે કે કાળજી રહે છે ? શા કારણથી સ્મૃતિ રહેતી નથી ? શામાં મન વારંવાર જાય છે ? તે કામમાં ચિત્ત એટલું બધું દેવાની જરૂર છે કે ન જોઇતી વિશેષ તૃષ્ણા મને ખેંચી જાય છે ? તે અટકાવવા શું કરવું ? કોઇ સત્સાધન મને તેવું મળ્યું છે ? તેનો ઉપયોગ વધારે કરી અજમાવી જોવા દે, કે તેથી તૃષ્ણા ઘટે છે કે નહીં ? આમ ભૂલ શોધી, તેના ઉપાય કરી, દૂર કરવા પુરુષાર્થ કરે તો નવરાશ, નકામી ચીજો માટે મળે નહીં. માથે બોજો કેટલો છે તેનો વિચાર કરી મુમુક્ષુ હલકો થતો જાય છે. (બો-૩, પૃ.૩૩૧, આંક ૩૨૮) D પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચન તમને અશાંતિના કાળમાં શાંતિનું કારણ બનેલ છે એમ વાંચી, વિશેષ સંતોષ થયો છેજી. આવા વખતમાં જ સત્સંગનું માહાત્મ્ય વિશેષ કરીને સમજાય છે, તથા જીવનપર્યંત સત્સંગની અસર ટકી રહે તેવી દૃઢતા થાય છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy