SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી.” (૪૪૯) આ વારંવાર વિચારવા અર્થે લખ્યું છે. બાકી “મૂળ મારગ'માં સ્પષ્ટ લખ્યું છે કે: છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0' પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ પરિચય કર્તવ્ય છે. (બો-૩, પૃ.૩૮૪, આંક ૩૮૯) D આપના ઉપર ઘણા પત્રો ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના વખતમાં લખાયેલ છે, તે વિચારતા રહેશો તો ઘણો લાભ થવા સંભવ છેજી; તથા પરમકૃપાળુદેવના પુસ્તકમાંથી, બને તો થોડા વહેલા ઊઠી, એકાંતમાં વિચારવાનું રાખશો અને રોજ વાંચનનો ક્રમ રાખશો તથા પોતાના દોષ જોઇ, તે દૂર કરવાના પુરુષાર્થમાં ચિત્ત રહેશે તો સમજણશક્તિ પણ વધશે. સત્સંગની જરૂર છે; ન હોય ત્યારે સત્સંગતુલ્ય સપુરુષનાં વચનોને પ્રત્યક્ષ સત્પરુષની રૂબરૂમાં આપણે સાંભળીએ છીએ એવી ભાવના રાખવાથી, બહુમાન-ભક્તિભાવથી ઉપાસવાથી હિત થાય છે.જી. માટે આળસ, પ્રમાદ ઓછો કરી, વિષય-કષાય મંદ કરી, સદ્ગુરુનાં વચનોમાંથી ઉપદેશછાયા, મોક્ષમાળા, ભાવનાબોધ આદિ સહેલા ભાગ વાંચવાનું રાખશો તો વિશેષ સમજાશેજી. (બી-૩, પૃ.૧૩૯, આંક ૧૩૯) T સંસારભાવ જેમ જેમ મોળો પડે અને સમાધિમરણની તૈયારી કરી હોય, તેમ તેમ પરમકૃપાળુદેવનાં વચનો વિશેષ-વિશેષ સમજાય. નિવૃત્તિક્ષેત્રમાં વિશેષ લાભ થાય છે. જેને મતમતાંતરની વૃત્તિ ન હોય, તેને જ્ઞાનીપુરુષનાં વચનો વિશેષ સમજાય છે. ગમે તેમ કરી મારે આત્માનું કલ્યાણ કરવાનું છે, એમ જેને હોય, તેને વધારે સમજાય છે. (બો-૧, પૃ. ૨૬૭, આંક ૩). T કોઈ જ્ઞાનીપુરુષનાં વચનો જાણે-અજાણે કાનમાં પડે તો સંસ્કાર પડે. જ્ઞાની પુરુષનાં વચનો ભાવપૂર્વક સાંભળ્યાં હોય તો આ ભવમાં યોગ ન હોય તો બીજા ભવમાં ઊગી નીકળે. પરમકૃપાળુદેવને બધું ઊગી નીકળ્યું. જે જે શાસ્ત્રો વાંચ્યાં હતાં, તે બધાં ઊગી નીકળ્યાં. (બો-૧, પૃ.૨૭૯, આંક ૧૮) 1. પરમકૃપાળુદેવનાં વચનો વાંચતી વખતે એ લક્ષ રાખવો કે પરમકૃપાળુદેવ આપણને જ કહે છે. એ વસ્તુ જો હું દયમાં રાખીશ તો કલ્યાણ થશે, એવો ભાવ રાખવો. જીવને માહાસ્ય લાગ્યું નથી. જેટલો અંદર ભાવ પેસે, ભાવ જેટલો આવ્યો હોય, તેટલું કામ થાય. ગોળ નાખે તેટલું ગળ્યું થાય. સમજાય, ન સમજાય તોપણ જ્ઞાનીનાં વચન કાનમાં પડે છે, તે હિતકારી છે. ત્યાં જીવનું ચિત્ત નિર્મળ થાય છે, પરમાર્થથી રંગાય છે. (બો-૧, પૃ.૩૦૪, આંક પ૮) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે નાનું બાળક દિશાએ જઇ તેમાં હાથ નાખી રમે છે, તેની મા “છી છી' કહે તો ત્યાંથી હાથ લઈ લે, વળી પાછું તેમાં રમવા જાય છે. એ તેની અણસમજ અને બાળકબુદ્ધિ છે. મોટું થયા પછી સામું જોવું પણ તેને ગમતું નથી, કેમ કે તેની સમજણ ફરી ગઈ.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy