SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬) મારું કુળ કોણ? મારે કેમ વર્તવું યોગ્ય છે? હવે આ સ્થિતિમાંથી કેમ છુટાય ? વગેરે વિચારો દ્વારા તે પોતાની સ્થિતિનું, પોતાના નિજધરનું ઓળખાણ કરી, પરવસ્તુથી અણગમો રાખી, ન-છૂટકે પરકથા અને પરવૃત્તિમાં ચિત્ત દે છે; નહીં તો તેનો ભાવ તો સદાય નિરંતર ઘેર જવાનો રહે છે, ઘરભેગો થવાનો રહે છે; તેમ મુમુક્ષુજીવનું ચિત્ત મોક્ષના સાધનમાં અને મોક્ષની પ્રાપ્તિની શોધમાં જ સદાય લાગ્યું રહે છે. તે માર્ગદર્શકને શોધી, તેણે કહેલે માર્ગે ચાલવા, સદાય તત્પર હોય છે. તેમ આપણે પણ સદ્દગુરુ, તેનાં વચન અને તે વચનના આશય ઉપર પૂર્ણ પ્રેમ રાખી, જેટલો પુરુષાર્થ પુરુષની આજ્ઞાએ આ મનુષ્યભવ સફળ કરવા માટે થાય, તેટલો કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૧, આંક ૩૬) ઘણી વાર પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસે સાંભળ્યું છે કે મનુષ્યભવ દુર્લભ છે, ચિંતામણિરત્નતુલ્ય છે, મોક્ષનું કારણ છે; તેમ છતાં તુચ્છ વસ્તુઓનું માહામ્ય જીવને લાગ્યા કરે તો તે બોધ સાંભળ્યો જ નથી એમ થયું. તો હવે તે દુર્લભ મનુષ્યભવ સફળ કરવા શું કરવું? શું કરવાથી જે માહાસ્ય જ્ઞાનીને લાગ્યું છે તે આપણને લાગે? આપણી ભૂલો આપણને યથાર્થ કેવા પ્રકારે, શું કરવાથી સમજાય? અને શાથી તે ટળે? એનો વિચાર મારે-તમારે-બધાએ લક્ષ રાખી વારંવાર કર્તવ્ય છે. (બી-૩, પૃ.૪૮૩, આંક ૫૧૪) || આ મનુષ્યભવને રત્નચિંતામણિ જેવો જ્ઞાની પુરુષોએ કહ્યો છે, કારણ કે આ ભવમાં પોતાના દોષો દેખી, તે દોષોને જીવ દૂર કરી શકે અને સર્વ દોષથી રહિત એવું મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય છે. દેવો પણ સ્વર્ગમાં ઈન્દ્રિયસુખો અત્યંત હોવા છતાં મોક્ષની પ્રાપ્તિ કરવાની યોગ્યતા નહીં હોવાથી, મનુષ્યભવ ક્યારે મળે, એવી ઈચ્છા રાખ્યા કરે છે. એવો દુર્લભ મનુષ્યભવ મળ્યા છતાં, જીવ જો ધર્મસાધન કરવામાં પ્રમાદ કરશે, સત્ય ધર્મથી અજાણ્યો રહી જશે, તો ઢોર-પશુના કે કીડી-મકોડીના શુદ્ર ભવમાં લખચોરાસીના ફેરા ફરતાં, ધર્મ સાધવાનું કે સમજવાનું કેવી રીતે બની શકશે? એ વિચાર જીવે કર્યો નથી. હડકાયું કૂતરું કે લૂંટારાનો ભય હોય, તે રસ્તે આપણે જવાનું માંડી વાળીએ છીએ, પણ આખો મનુષ્યભવ ગુમાવી બેસીએ તેવી, પાણી વલોવવા જેવી મિથ્યા પ્રવૃત્તિમાં, આ આયુષ્ય વહી જાય છે, તે વિચારી નકામી પ્રવૃત્તિ માંડી વાળતાં આપણને અઘરું પડે છે, તેનું શું કારણ હશે? તે વિચારો. સાચા સુખનું જીવને ભાન નથી. (બી-૩, પૃ.૬૦, આંક ૪૮) D મનુષ્યભવની એકેક ક્ષણ, ચક્રવર્તીની સમસ્ત ઋદ્ધિ કરતાં વિશેષ ઉપયોગી છે, એવું પરમકૃપાળુદેવે કહ્યું છે; કારણ કે કોઈ ક્ષણે સમકિત પ્રાપ્ત થાય, કોઈ ક્ષણે સર્વસંગપરિત્યાગ થાય, કોઈ ક્ષણે શ્રેણી મંડાય, કોઈ ક્ષણે કેવળજ્ઞાન થાય, અને કોઈ ક્ષણે સર્વ કર્મ છૂટી સિદ્ધપદ પ્રાપ્ત થાય. આવી અમૂલ્ય ક્ષણો મનુષ્યભવની છે. તેને વિચારવાન નિરર્થક વહી જવા દે નહીં. (બો-૩, પૃ.૨૯, આંક ૭૩૫) D ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં પણ, મનુષ્યભવની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે. એવા મનુષ્યભવના, રત્નખચિત આભૂષણ જેવા, દિવસોના દિવસો ઉપરા-ઉપરી ચાલ્યા જાય છે, પણ જીવને તેનો સદુપયોગ કરી લેવાનું સૂઝતું નથી, એ વારંવાર વિચારવા જેવું છે. આવા ને આવા દિવસો સદાય રહેતા નથી એમ જાણ્યા છતાં, વૃદ્ધાવસ્થા, રોગ અને મરણનું અવશ્ય આવવું છે એમ જાણ્યા છતાં, જીવને વિચાર સરખો નથી આવતો કે પૂર્વપુણ્યની કમાણીને લીધે અત્યારે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy