SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૭) આ મનુષ્યભવની પ્રાપ્તિ થઇ, ઉત્તમ કુળમાં જન્મ થયો, ધારે તો ઘણો પુરુષાર્થ કરી શકે તેવી શરીર, મન, વચન, ધન, ધર્મ આદિની શુભ જોગવાઈ મળી છે. નીરોગ અવસ્થા અને જુવાનીની, સાથે-લગી જોગવાઇ, ફરી-ફરી પ્રાપ્ત થતી નથી. આ બધાં સાધનો, જો શુભમાર્ગમાં વપરાય તો પરભવનું હિત સાધી મોક્ષમાર્ગ પમાડે, તેવું સમકિત પ્રાપ્ત થાય અને અનંત ભવનું પરિભ્રમણ ટળી જાય અને વધારેમાં વધારે પંદર ભવે તો અવશ્ય મોક્ષ થાય; નહીં તો તે જ ભવે કે બે-ચાર ભવે મોક્ષ થાય. કેવી સરસ કમાણી? પણ હજી પરિભ્રમણથી જીવ થાક્યો નથી. ધર્મના માર્ગમાં વિઘ્ન કરનાર પાંચ ઇન્દ્રિયોના વિષયની સામગ્રીમાં આસક્તિ અને ક્રોધ, માન, માયા અને લોભનાં કારણોમાં, હજી જીવને મીઠાશ લાગે છે. નાટક જોવું હોય તો આખી રાત્રિ જાગી, ધન અને નેત્રનો દુરુપયોગ કરવામાં પાછો ન પડે; પણ ભક્તિ, ભજન, મુખપાઠ, વાંચન, વિચાર, સ્મરણ આદિ ધર્મકાર્યો કરવામાં આળસ થાય, ઊંઘ આવે, કંટાળો આવે અને પડતું મૂકે, કાલે થશે એમ મન વાળે; પણ કાલે મોત આવશે, રોગ આવશે, શિથિલપણું, ગાંડપણ અને અનેક આધિ-વ્યાધિ-ઉપાધિની જાળ ક્યારની, કેટલી વાટ જોઇ રહી હશે, તેનો વિચાર આવતો નથી. બિલાડી વાસણમાં દૂધ ભરેલું દેખે છે, પણ પાસે ડાંગ પડી છે, તે દેખતી નથી; અને દેખે છે તો તેને ભાન નથી કે દૂધ પીવા જતાં કેડ ભાંગી જશે તો શી વલે થશે ? આ બધાં દૃષ્ટાંતોથી કહેવાનું એ કે પૂર્વની કેટલી કમાણી જીવ વાપરી નાખે અને ભવિષ્યના હિત માટે કંઈ પણ ન કરે તો કેવું ગણાય? જુવાનીમાં બાપનું રાખેલું ધન ખોઈ બેસનારને, વૃદ્ધાવસ્થામાં નવું કમાઈ શકે તેવું જોર નથી અને કંઈ સંઘરી રાખ્યું નથી, તેને ભીખ, દુઃખ, તિરસ્કાર સહન કરવો પડે છે. તેવી આપણી દશા ન થાય, મનુષ્યભવ હારી ન બેસાય, નરક-પશુના ભવમાં રખડવું ન પડે, તે માટે અત્યંત કાળજી રાખવી ઘટે છેજી અને એ બધાથી ઊગરવાનો ઉપાય, કોઈ સત્પરુષે સંતસમાગમે બોધ દ્વારા જણાવેલું સાધન તથા પ્રતીત કરવા યોગ્ય આપ્તપુરુષ પર દ્રષ્ટિ નખાવી હોય, તેના ઉપર સાંસારિક સર્વ વસ્તુ કરતાં વિશેષ પ્રેમ, પ્રતીતિ અને ભક્તિ કરવી, એ સર્વોત્તમ ઉપાય છે. (બી-૩, પૃ.૪૨, આંક ૨૯). | આવો અવસર વારંવાર મળે તેમ નથી, માટે ચેતી લેવા યોગ્ય છે. “જાગશે તે જીવશે' એમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહે છે. “પાણી પહેલી પાળ બાંધવી” એમ કહેવાય છે. “ઘર લાગ્યા પહેલાં કૂવો ખોદાવ્યો હોય તો ઘર ઓલવાય, પછી ખોદે તો ન બને'; તેમ જેમ વહેલું ચેતાય, તેટલું વિશેષ ઉપકારી છે. આ ભવની એક-એક ક્ષણ રત્નચિંતામણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન છે, એમ જ્ઞાનીઓ કહે છે; તે દયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. આ ભવમાં આત્માની ઓળખાણ કરી લેવા યોગ્ય છે. તે વહી ગયા પછી નહીં બને; માટે સપુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૮૪, અંક ૭૫) હોડીમાં બેઠા હોઈએ, તેને લાકડાં ફાડે તેમ ફાડીને બાળી નાખે તો બૂડી જાય; તેમ આ મનુષ્યભવ તરવાનું સાધન છે, તેને મોજશોખમાં વાપરે તો બૂડી જાય. મનુષ્યભવ મળવો મુશ્કેલ છે, તો પછી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy