SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૩) “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ.” એવો માર્ગ છે ત્યાં આજ્ઞાનો લોપ એ ધર્મના ત્યાગ સમાન છે. “ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, – છાંડે, પણ નહિ ધર્મ પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દૃષ્ટિનો મર્મ.'' . એવું આઠ યોગદ્ગષ્ટિની ચોથી વૃષ્ટિમાં કહેલું છે, તે લક્ષ રાખી આત્મહિત થાય તેમ વર્તવા ભલામણ છે). (બી-૩, પૃ.૪૪૭, આંક ૪૬૫) 1 તમારી બ્રહ્મચર્યની ઉત્તમ ભાવના જાણી સંતોષ થયો છેજી. જ્યાં સુધી વ્રત હોય ત્યાં સુધી, પરમકૃપાળુદેવનાં વચનો વાંચી, હૃયમાં રાખવાનું કરશો તો તે રૂડી રીતે સમજાવા સંભવ છે. શ્રી આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, અપૂર્વ અવસર વગેરે મુખપાઠ ન થયાં હોય તો મુખપાઠ કરી, રોજ ફેરવવા ભલામણ છેજી. મુખપાઠ હોય તો રોજ વિચાર કરી, તેમાં જણાવેલ ભાવ હૃયમાં ઠરે, તેમ કર્તવ્ય છેજી. સદાચાર, સરળતા, અલ્પ શુભ આહાર આદિ, વૈરાગ્યપ્રેરક જીવન-વ્યવહાર અને સારો સમાગમ તથા સદ્વાંચન વ્રતને પોષનાર છેજી. તમારા કુટુંબનું વાતાવરણ સારું છે, પણ બીજા લોકોની વાતો લક્ષમાં ન લેવી, જગત અને ભગતના રસ્તા જુદા છે. લોકલાજ અને લૌકિકભાવથી ઉદાસ થવું. વ્રત કરી, કશી ભવિષ્યના સુખની ઇચ્છા ન કરવી. આત્માર્થે જ આ વ્રત કરું છું; મારા આત્માનું કલ્યાણ થાઓ; જ્ઞાનીએ જામ્યો છે તેવો મારો આત્મા છે, તે મને પ્રાપ્ત થાઓ; એ ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૬૬, આંક ૭૯૬) T બ્રહ્મચર્ય અમુક-અમુક તિથિએ પળાય તોપણ લાભદાયક છે; તો વિશેષ પળાય તો વિશેષ યોગ્યતાનું કારણ છેજી. પૂ. ...બહેનને ધર્મ અને બ્રહ્મચર્યના માહાભ્યની વાત કરી છે. તમારા તરફથી તેમને તે વાતનું પોષણ મળશે એટલે તમને પ્રસન્ન કરવાનો માર્ગ વિષયભોગ નથી, એ તેમના દયમાં વસે તો તમને તે વિઘ્નરૂપ નહીં થાય, એમ લાગે છે. બૈરાંમાં એકને પકડ થાય તો બીજું દેખાદેખી, સારું ગણાવા પણ પ્રયત્ન કરે, તેવો તેમનો સ્વભાવ હોય છે. અનાર્ય જેવા દેશમાં તમારે બંનેને સાથે રહેવાનો જોગ છે, તે એક પુણ્યનો ઉદય છે. બૈરાંને કારણે જુદા રહેવાનું બને તેવું કરવું ઘટતું નથી. (બી-૩, પૃ.૭૮૫, આંક ૧૦૦૨) રોજ સૂતાં પહેલાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ, બની શકે તેમ હોય તો, બ્રહ્મચર્યની ભાવના કરી સૂઈ જવું અને ઊઠીએ ત્યારે પણ જોગવાઈ હોય ત્યાં સુધી, વ્રત એક દિવસનું પણ લઈ લેવું; તે લેખે આવશેજી, (બો-૩, પૃ.૪૪૦, આંક ૪૪૪) ત્યાં હાલ એકલા રહેતા હો તો બ્રહ્મચર્ય પાળવાનો લક્ષ રાખશો. સૂતી વખતે, પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બ્રહ્મચર્યનો નિયમ લઈ, તે પ્રમાણે વર્તવું. જેટલા દિવસ તેમ વર્તી શકાય તેટલો વિશેષ લાભ છે). (બી-૩, પૃ.૭૯૪, આંક ૧૦૧૯)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy