SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૪ કૃપાળુની કૃપા ધારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી; સહનશીલતા માં ધારી, સજી સમતા નીતિ સારી. કરીશું કાર્ય સુવિચારી, કષાયો સર્વ નિવારી; ગણીશું માત પરનારી, પિતા સમ પરપુરુષ ધારી. જીવીશું જીવન સુધારી, સ્વ-પરને આત્મહિતકારી; બનીને અલ્પ સંસારી, ઉઘાડી મોક્ષની બારી. ખણી કુબોધની ક્યારી, વિચરશું વાસના મારી; સમર્પ સર્વ સ્વામીને, તરીશું સર્વને તારી. આપ બંને ભાઈઓને બ્રહ્મચર્ય બે માસ સુધી પાળવાની ઇચ્છા છે, તે જાણી સંતોષ થયો છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમારે બે જણે એવી ભાવના કરવા યોગ્ય છે કે હે ભગવાન ! બે કે અમુક માસ (દિવાળી કે દેવદિવાળી સુધી તમારી ઇચ્છા પ્રમાણે) સુધી આપની આજ્ઞાથી કાયાએ કરી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લઉં છું. એમ મનમાં ધારી, ત્રણ નમસ્કાર કરવા ભલામણ છેજી. એ વિષે કાળજી રાખી, તેટલી મુદત સુધી જુદી પથારી, ઓછો એકાંત સમાગમ, ઇન્દ્રિયો ઉન્મત્ત થાય એવો આહાર ઓછો કરવા વગેરે મોક્ષમાળામાં નવ વાડ બ્રહ્મચર્યની લખી છે તે વિચારી, યથાશક્તિ પ્રવર્તવાનું કરવાથી આત્મહિત થશેજી. લીધેલું વ્રત પાળવાની દૃઢતા ઢીલી ન થાય, માટે સદ્ગુરુનાં વચનોનું વિશેષ પ્રકારે વાંચન-મનન કરતા રહેવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૨૦૩, આંક ૨૦૩) | બ્રહ્મચર્યવ્રત બે માસ માટે લીધું છે, તે જાણ્યું. વ્રત લેવું સહેલું છે, પાળવું મુશ્કેલ છે. પરમકૃપાળુદેવ લખે છે: “જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. .... નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?'' (૯૪૧). દરરોજ ક્ષમાપનાનો પાઠ બોલ્યા પછી ઉપરનાં વાક્યો, બે માસ બ્રહ્મચર્ય પાળો ત્યાં સુધી, બોલવાનો નિયમ સાથે રાખવાથી હિતનું કારણ છેજી. (બી-૩, પૃ.૧૩૧, આંક ૧૩૧) D પાંચ ઇન્દ્રિયોમાંથી સ્પર્શ-ઇન્દ્રિયનો અભ્યાસ જીવને ઘણો છે, કારણ કે દરેક ભવમાં તે ઇન્દ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મોળી પડી જાય છે. “એક વિષયને જીતતાં, જીયો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર.'' એ સ્પર્શ-ઇન્દ્રિયના સુખ માટે જીવ ધન કમાય છે, પરણે છે, કપડાં, ઘરેણાં, ઘર, ખેતરરૂપ પરિગ્રહને વધારે છે. તે પ્રત્યેથી જેની વૃત્તિ ઓછી થાય, તેને સંસાર પ્રત્યેનો મોહ ઓછો થવાથી આત્મા પ્રત્યે વૃત્તિ વળે છે, આત્માના વિચાર તેને ગમે છે, આત્માની કથા તેને રચે છે, તે સાંભળવામાં આનંદ આવે છે અને એમ કરતાં-કરતાં જ્ઞાની પુરુષે જાણેલા આત્માની શ્રદ્ધા, પકડ, પ્રતીતિ થાય છે. રુચિ સંસાર વધારવાની જેને વર્તતી હોય, તેને આત્મવિચાર કે આત્મકથા કે તેવું વાંચન, શ્રવણ છાર પર લીંપણા
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy