SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૯) આજના દિવસમાં કોઇના પ્રત્યે વિરોધ થયો હોય તે સાંજ સુધીમાં શમાવી દેવા ક્ષમાપના આદિ ઉપાય લઈ શાંત થવું. બાર માસમાં જે દોષ થયા હોય તે યાદ હોય તો તેના ઉપાય લઈ નિર્વેર થવું અથવા યાદ ન હોય તો અંતરભાવથી સર્વ પ્રત્યેથી વેર-વિરોધરહિત થવું, એ આશયથી પર્યુષણ પર્વની ક્ષમાપના હોય છે. જેની સાથે વિરોધ હોય, જાણતા હોઈએ છતાં તે વેર મટાડવા ઉપાય ન લઇએ કે વધારીએ અને દૂર જ્યાં વેર ન હોય ત્યાં પત્રાદિ લખીએ એવી હાલ રૂઢિ થઈ ગઈ છે, તે પલટાવી દયમાંથી વેરભાવનું કલંક દૂર કરી, “સર્વ જીવો મારા મિત્રો છે, તેમણે કરેલા દોષો ભૂલી જઉં છું અને મેં તેમના પ્રત્યે કરેલા દોષોની ક્ષમા ઇચ્છું છું.” આવું ઉદાર દિલ જ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ” પામવા યોગ્ય છેજી. સમાધિમરણની ભાવના રોજ કર્તવ્ય છે, અને તેને અર્થે એટલે અંતે સમાધિમરણ થાય તે લક્ષે પાપ, વેર-વિરોધથી દૂર રહી “શાંત રસમય ધર્મ' વીતરાગે કહ્યો છે તે જ આરાધતા રહેવાની જરૂર છે. આ પત્ર વારંવાર વિચારી, હૃય કોઈ પ્રત્યે વેરભાવ ન રાખે તેટલી નમનતા, લઘુતા અને સર્વને ક્ષમાવવાની યોગ્યતા લાવે તેમ જ આચરવાની હિંમત ધરી નિઃશલ્ય થાય, તેમ કરવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૬૦૧, આંક ૬૯૦) ક્ષમા શૂર અરિહંત પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; ક્ષમા-અથ યાચે ક્ષમા, ક્ષમા અર્પે ઉદાર. જેમ તીર્થમાં સ્નાન કરવાથી શરીરનો મળ દૂર થઈ પવિત્ર થવાય છે તેમ આવા સંવત્સરીપર્વ જેવાં પર્વમાં પણ પૂર્વ પાપો છોડી દૃય પવિત્ર કરવા ખમતખામણાં કરવાનાં છે. ભૂતકાળને ભૂલી જઈ, મોક્ષમાર્ગમાં આગળ વધાય તેવું બળ મળે તેવા ભાવ, નિર્ણયો અને પરિણામ કરવાથી તે બની શકે એમ છેજી. પૂ. .... ત્યાં હોય તો મારા તરફથી તેમના કુટુંબને ક્લેશનું કારણ બન્યાનું તેમના ચિત્તમાં રહેતું હોય તે વિસારી ક્ષમા આપવા નમ્ર વિનંતી છેજી. મારા ચિત્તમાં કોઈને દૂભવવાનો ભાવ હતો નહીં અને છે પણ નહીં, છતાં કર્મના ઉદયે તેમ કોઇને લાગ્યા કરતું હોય તો વિનયભાવે ખમાવવું એ વીતરાગ ધર્મની શોભા છેજી; અને આપણામાં વિનયભાવની ઉજ્વળતાનું કારણ છેજી. કેટલો કાળ આ દેહમાં આપણે બેસી રહેવું છે? લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકાં ખાઈ રહ્યો છે. વારાફરતી વારો આવે તેમ આપણે માથે મરણ ભમે છે તે અચાનક ઉપાડી જાય ત્યાર પહેલાં નિઃશલ્ય થઈ સદ્ગુરુશરણમાં બુદ્ધિ રાખી નિર્ભય બની જવા જેવું છેજી. (બી-૩, પૃ.૪૩૧, આંક ૪૪૪) નહીં ક્ષમા, નહીં સંયમ, નહીં વિનય, તપ, શીલ, ઉપવાસ; નહિ સેવ્યાં, નહિ ભાવ્યાં, મિથ્યા દુષ્કૃત મુજ થવા આશ. આપનો, ખુલ્લા દિલથી શુદ્ધ થવા વિષેનો, ક્ષમાપનારૂપ પત્ર મળ્યો છેજી. આપની દ્રષ્ટિ પોતાના દોષ જોઈ તે સર્વને વગોવીને કાઢી નાખવાની જે જાગી છે તે હિતકારી તથા મને પણ અનુકરણ કરવા યોગ્ય જણાઈ છેજી. પશ્ચાત્તાપરૂપ પવિત્ર નદીમાં સ્નાન કરીને ઘણી ભવ્ય જીવો સદગુરુના શરણાથી આ ભવસાગર તરી ગયા છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy