SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૦) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા કે ““ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, જાગ્યા ત્યાંથી, સમજ્યો ત્યાંથી સવાર'' ગણીને હવે જેટલું થોડું જીવવાનું બાકી રહ્યું છે, તે એવું જીવવું કે જેથી સર્વને સંતોષ થાય અને આપણું કલ્યાણ થાય. (બી-૩, પૃ.૨૮૯, આંક ૨૭૯) D ગયા કાળથી આજદિનપર્યત જાણતાં-અજાણતાં, પ્રત્યક્ષ કે પરોક્ષમાં આપનામાંથી કોઇના પ્રત્યે અયોગ્ય વર્તાયું હોય અને દિલ દુભાયું હોય તેની સંવત્સરી સંબંધી ઉત્તમ ક્ષમા આપવા પરમકૃપાળુદેવની સાક્ષીએ અતિ નમ્રભાવે વિનંતી કરું છુંજી. તેમ જ તમારામાંના કોઈ સંબંધી સાંભળી-કરીને કંઈ બીજો ભાવ આવ્યો હોય તે ભૂલી, સર્વને પરમકૃપાળુદેવના આરાધક આત્માઓ માની મન નિઃશલ્ય કરું છું, સર્વ ભૂલી સર્વનું આત્મહિત થાઓ, એવી ભાવના કરું છુંજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો બોધ સાંજના વંચાય છે; તેમાં જણાવે છે કે “પરમકૃપાળુદેવે અમને જણાવેલું કે “હે મુનિ ! જોયા કરો.' તેમ ન કરતાં જો પરમાં માથું મારીએ તો શિંગડાં ભરાઈ જાય અને તેથી છૂટતાં મહામુશ્કેલી પડે.' આ બોધ આપણ સર્વેએ પોતાના આત્મા માટે ગ્રહણ કરવો ઘટે છેજી. જોકે જોયા કરવું એ ઊંચી હદની વાત છે, પરંતુ શિંગડાં ભરાયાં છે તે કળે-કળે કરીને કાઢી લેવાનાં છે. (બી-૩, પૃ.૩૬૮, આંક ૩૭૧) | ગયા કાળથી ચોમાસી પાનીપર્યત આપના તથા આપના કુટુંબી પ્રત્યે કંઈ દોષ થયા હોય તેની ઉત્તમ ક્ષમા નમ્રભાવે પરમકૃપાળુદેવની સાક્ષીએ જસદ્ગુરુવંદનપૂર્વક યાચું છું, તે સ્વીકારી ઉત્તમ ક્ષમા આપવા કૃપાવંત થશોજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની અનંત કૃપાથી જે જે જીવોને પરમકૃપાળુદેવની ભક્તિનો રંગ લાગ્યો છે તે ચોળ-મજીઠનાં રંગ જેવો છે. જે પરમકૃપાળુદેવનો આશ્રિત થયો તે વહેલોમોડો તેની દશાને પામશે, એમ વિચારી સર્વ પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી, સર્વની ક્ષમા યાચી નિઃશલ્ય થવાનો પ્રાચીન રિવાજ વિચારવાન જ્ઞાનીઓનો આપણ સર્વને અત્યંત ઉપકારી છેજી, (બી-૩, પૃ.૪૧૩, આંક ૪૨૧) T સભામંડપમાં જેની સાથે વિક્ષેપ થાય તેવો પ્રસંગ બન્યો હોય તેની વિનયભાવે ક્ષમા ઈચ્છવા યોગ્ય છે, અને ફરી તેવો પ્રસંગ સત્સંગમાં ન બને તેવો લક્ષ રાખવા યોગ્ય છે. પોતાનો વાંક ન હોય તોપણ સામાના ચિત્તને સમાધાન થાય, તે અર્થે પણ ક્ષમા માગવા યોગ્ય છે. ટાઢા પાણી પીવા કરતાં કષાયપરિણામ થાય, તે મોટો દોષ છે. તેનાં પરિણામમાં ફરી ન અવાય તેવો નિશ્વય, તે ખરું પ્રાયશ્ચિત છે. ફરી એકાસણું કરવું, તે દ્રવ્ય-પ્રાયશ્ચિત છે. જીવને હું સમજું છું' એવું અભિમાન રહ્યા કરે છે; તેથી બીજાઓ સાથે ક્લેશ કરે છે : “તમે બરાબર જાણતા નથી, આમ કરવું જોઇએ, તેમ કરવું જોઇએ.” એ આદિ “હું સમજું છું” એવું જીવનું અવ્યક્ત અભિમાન છે. “હું અધમ છું' એવો જો નિશ્ચય થાય તો તે એમ જાણે કે આખું જગત મારા કરતાં સારું છે' એટલે કોઇથી પણ એને ક્લેશ થાય નહીં. ૫.પૂ. પ્રભુશ્રીજીએ એક વાક્ય લખાવેલું છે કે : “બગડેલું સુધારવું અને સુધરેલું બગડવા ન દેવું.' તે વિચારવા યોગ્ય છે. (બો-૩, પૃ.૬૨૬, આંક ૭૩૨) D તમારો કાગળ મળ્યો. ક્ષમાપનાના ભાવ વાંચ્યા. તે જ પ્રમાણે હું પણ આપના પ્રત્યે આ ભવમાં કે ભવોભવમાં અપરાધ થયા હોય તેની ઉત્તમ ક્ષમા યાચું છું અને આપના પ્રત્યે સમભાવે ખમું છુંજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy