SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૮) માટે દયની શુદ્ધિ અર્થે, પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વધવાને અર્થે અને માર્ગની પ્રભાવના થાય એવા લક્ષથી શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ પાંચમ સુધી આઠ દિવસ ભક્તિભાવ, તપશ્વર્યા, વ્રત, નિયમ આદિ શુભક્રિયાઓથી ઉલ્લાસભાવ વધે તેમ કર્તવ્ય છેજી. જેમનાથી બને તેમણે આશ્રમના વાતાવરણનો આવે પ્રસંગે લાભ લેવો ઘટે છે; તેમ ન બને તો સરખે-સરખા મુમુક્ષુઓ મળી, છૂટવાની ભાવનાથી ઉપર જણાવ્યા પ્રમાણે વર્તવા યોગ્ય છે. લીલોતરીનો ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ, બ્રહ્મચર્ય આદિ સદાચાર સેવવા યોગ્ય છે. (બી-૩, પૃ.૫૩, આંક ૭૭૧) | એકાંત સ્થળ પરમકૃપાળુદેવની કૃપાથી ત્યાં બની આવ્યું છે. ત્યાં એક જ આત્મહિતના લક્ષથી નિયમિત જવાનું રાખશો તો જરૂર, કલ્યાણ થયા વિના નહીં રહે. કોઈને માટે ધર્મ કરવાનો નથી. જેને યમાં પોતાનું હિત સાધી લેવાની ઇચ્છા હશે, તે સત્સંગ શોધતો રહેશે અને તેની ઇચ્છાના પ્રમાણમાં મળી પણ રહેશે. સંપ ત્યાં જંપ.” એમ કહેવાય છે તો આ પર્યુષણ પર્વ આવીને ગયા પણ કષાય અને પ્રમાદને કારણે બધા એકત્ર ન થઈ શક્યા; તો હવે તે કારણો દૂર કરી ભક્તિનો રંગ, જે પ્રતિષ્ઠા વખતે દેખાતો હતો તે, સંભારી ફરી જાગ્રત થવા ભલામણ છેજી. ધન ખર્ચવું સહેલું છે પણ માન મૂકી, અણબનાવ ભૂલી જઇ, બધા પરમકૃપાળુદેવનાં સંતાન છે એમ દ્રષ્ટિ રાખી, કંઈ પોતાને વિપરીતભાવ થઈ આવ્યો હોય તે પરસ્પર ખમાવી, એક પિતાના પરિવારની પેઠે હળીમળીને ભક્તિ કરો છો, એવા તમારા પત્રની રાહ જોઉં છું. (બો-૩, પૃ.૩૬૯, આંક ૩૭૧) પર્વના દિવસોમાં જે ધર્મભાવ જાગ્રત રહે છે, તે કેમ ટકી રહે, તેની વિચારણા મુમુક્ષુજીવોએ કર્તવ્ય છેજી. શ્રી આનંદઘનજી મહારાજે તો “પરબડી (પર્વ-ધર્મની) છાંડી જેહ પડે, તે પરસમય નિવાસ રે', એમ કહી, માત્ર પર્વ દિવસોમાં ધર્મ કરે, તેને પરસમય કહ્યો છે; આત્માનો ધર્મ કહ્યો નથી. સ્વધર્મ તો સદા સાથે રહે. માટે એ નિમિત્તે આત્મામાં સદાય જાગૃતિ રહે તેવી વિચારણા, નિર્ણય કે નિયમ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૧૩૬, આંક ૧૩૭) ક્ષમાપના તીર્થશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સ્ટેશનથી લિ. પુરુષના ચરણકમળની સેવાનો ઇરછક દાસાનુદાસ બાળ ગોવર્ધન બ્રહ્મચારીના જયસદ્ગુરુવંદન સ્વીકારવા તથા ગયા કાળથી આ વર્ષઅંતપર્યત આ૫ કોઈને કષાયાદિ દોષનું નિમિત્ત બન્યો હોઉં કે કોઈ જ્ઞાનીની દ્રષ્ટિએ અવિનયાદિ અપરાધમાં આવ્યો હોઉં તેવા સર્વ દોષોની ઉત્તમ ક્ષમા આપવા આપને તથા આપના સમાગમી જીવો પ્રત્યે નમ્ર વિનંતી છે.જી. જગતના ભાવો સર્વ ભૂલવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૬૨, આંક ૬૨૮) ખમાવું સર્વ જીવોને, સર્વે જીવો ખમો મને; મૈત્રી હો સર્વની સાથે, વૈરી માનું ન કોઈને.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy