SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૪) આવવાનું જ ન હોય તેમ વર્તે છે. તેનું શું કારણ હશે? તે વિચારી, તેનો જ ઉપાય હાથ લાગે તે સદ્ગુરુશરણે આરાધતા રહેવા સર્વ નાનાં-મોટાં ભાઇબહેનોને વિનંતી છેજી. ઉપશમસ્વરૂપ એવા જ્ઞાની પુરુષોએ ઉપશમસ્વરૂપ એવાં શાસ્ત્રો અને બોધ દ્વારા ઉપશમરૂપ દવાને સેવવા જણાવ્યું છે. તે જરૂર લક્ષમાં લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૪૫, આંક ૫૯૯) ક્ષમાં અંતરના અંત્યજો અનાદિ કાળથકી અભડાવી રહ્યા, તેને અળગા કરવા ઉદ્યમ ને ઉપદેશ અનેક કલ્યા; તોપણ યોગ્ય ભૂમિકાવણ સૌ વહી ગયા વરસાદ સમા, પકડ કરે જો જીવ તો બહુ છે : એક જ શબ્દ “અનુપ ક્ષમા.” (બો-૩, પૃ.૫૪૯, આંક ૬૦૫) | ધર્મ આત્માનો સ્વભાવ છે. વિભાવમાં પાપ અને સ્વભાવમાં ધર્મ છે. ક્ષમા જયારે હોય ત્યારે આત્મા સ્વભાવમાં હોય છે. ક્ષમા આત્માનો ગુણ છે. એ બગડી જાય ત્યારે ક્રોધ થાય છે. એ વિકાર છે. વિકાર ન હોય ત્યારે પોતે જ શુદ્ધ સ્વભાવમાં રહે છે. કર્મના નિમિત્તે જીવનો સ્વભાવ પલટાઈ છે. કર્મને લઈને વિકાર થાય છે. કષાય એ વિકાર છે. એ જાય ત્યારે સ્વભાવ પ્રગટે છે. “સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે.” (૦૯) સ્વભાવમાં રહે તો કર્મ છૂટે. મોક્ષે જવું હોય તો ક્ષમા જોઇશે. માટે ક્ષમા ધારણ કરો. માણસ શાંત બેઠો હોય અને ક્રોધ આવે ત્યારે ફરી જાય. ક્રોધમાં કંઈ ખબર રહેતી નથી. પછી પશ્વાત્તાપ થાય. ક્રોધ માણસને તદ્દન બગાડી નાખે છે. વિવેક ન રહે, મારું હિત શાથી છે એ ધ્યાનમાં ન રહે. ક્રોધનો ઉછાળો આવે ત્યારે મન વશમાં ન રહે. ક્રોધ શમી જવો મુશ્કેલ છે. એનો ઉપાય સત્સંગ છે. સત્સંગે સમજણ ફરે છે. નિમિત્તો ઓછાં મળે એટલે સુકાઈ જાય છે. જીવે પોતાના દોષ જોવા. એથી કષાય મંદ પડે છે. દોષવાળો જ જીવ છે, પણ એને જાગૃતિ થાય ત્યારે લાગે કે મારે દોષ નથી કરવા. જીવ સારો કહેવાતો હોય, પણ ક્રોધથી ખરાબ થઈ જાય. ક્રોધમાં આવે ત્યારે મારી નાખે છે. ક્રોધ આવે ત્યારે ધર્મ ન થાય. ક્રોધ એવો જ છે. ક્રોધને નિર્મળ કરી નાખવો. જીવ નિમિત્તાધીન છે. નિમિત્ત મળે ત્યારે ભાન નથી રહેતું. અગ્નિ જેવો ક્રોધ છે. દ્વૈપાયનઋષિએ ક્રોધમાં આવી દ્વારિકા બાળી નાખી. મોક્ષે જનાર હોય, તેને જ ક્ષમા ગુણ પ્રગટે છે. જેટલી ક્ષમા તેટલું મુનિપણું છે. પૃથ્વી જેમ બધું સહન કરે, તેવી રીતે સહન કરવું, તે ક્ષમા છે. એક પણ કષાય જીતે તો બીજા કષાયોને જીતવાનું થાય. દસ ધર્મોમાં ક્ષમા ધર્મ આદિ (પ્રથમ) છે. જેને ધર્મ કરવો હોય, તે ક્રોધ ન કરે. ક્રોધ વખતે સમભાવ રાખવો, એ જ ખરો ધર્મ છે. (બો-૧, પૃ.૧૧૧, આંક ૨૬) T કંઈ ધનથી જ ધર્મ થતો નથી; કાયાથી વિશેષ થાય છે. સદાચરણથી પ્રવર્તે; કષાય મંદ કરે; વિનય આદિથી સર્વને પ્રસન્ન રાખે; કોઈ ક્રોધમાં આવીને કંઈ અયોગ્ય બોલી ગયો હોય તે ભૂલી જાય અને ક્ષમાં ધારણ કરે તો છ માસના ઉપવાસનું ફળ પામે; આમ સતુ અને શીલ તથા પુરુષ પ્રત્યેની શ્રદ્ધાની બહુ ભાર દઈ પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી વાત કરતા હતા.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy