SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫) જો એક સપુરુષ પ્રત્યે સાચી શ્રદ્ધા દયમાં વસી તો પછી જે જે, તે પુરુષને ઉપાસતા હોય, તે બધા પ્રત્યે તેને દયનો સાચો પ્રેમ પ્રગટે. પોતાનો પુત્ર કંઈ અપશબ્દ બોલી જાય તો તેને જેમ શિખામણ દઈ સુધારે પણ તેના પ્રત્યે વેર ન રાખે, તેને સંભાર-સંભાર ન કરે; તેમ કોઈ મુમુક્ષુ દ્વારા આપણા ધારવાથી વિરુદ્ધ વર્તન થઈ ગયું હોય તો તેને વાત્સલ્યભાવથી, દયની ખરી ઊંડી લાગણીથી, ધર્મસ્નેહથી પોતાનાથી બને તેટલો સમજાવવા પુરુષાર્થ કરવો, તેમ છતાં ન માને તો તેના કર્મની તીવ્રતા. ઉદાસીનતા રાખવી, પણ દ્વેષ કોઇ પ્રત્યે કર્તવ્ય નથી. (બો-૩, પૃ.૧૩૮, આંક ૧૩૮) કિપટ 0 શ્રી આનંદઘનજીના પહેલા સ્તવનના અર્થ પરમકૃપાળુદેવે કર્યા છે (૭૫૩), તે ફરી-ફરી વાંચવાથી કપટનો અર્થ સમજાવા યોગ્ય છે.જી. પરમાત્માના ચરણમાં ચિત્તનું ચોંટવું કઠણ છે અને એ મનનું સમર્પણ થયું નથી ત્યાં સુધી સાંસારિક ભાવનામાં ચિત્તનું ભટકવું રહે છે, તે જ કપટ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વિચારવાથી સમજાશેજી, બીજી પંચાત મૂકી, આપણાં પરિણામ દિન-દિન સુધરતાં જાય, પરમકૃપાળુદેવનું માહાભ્ય વિશેષ-વિશેષ લાગે તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૪૮, આંક ૯૨૫) અર્પણતા જેવી તેવી નથી. સત્પષ સિવાય બીજામાં વૃત્તિ છે, તે કપટ જ છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૨૯) D જે અહંભાવ-મમત્વભાવ દેહાદિમાં થાય છે, તે મટાડવા અર્પણતા કરવાની છે. જનકરાજાએ અષ્ટાવક્રને તન, મન, ધન બધું સોંપી દીધું. પછી અષ્ટાવકે તેને કહ્યું કે તું મારું આ રાજ્યનું કામ કર. જનકરાજા, આ ગુરુનું રાજ્ય છે, હું તો નોકર છું, એમ ગણી રાજ્ય કરતા. દરેક કામ કરતી વખતે પહેલાં ગુરુને સંભારતા. આ ગુરુનું કામ કરું છું, એમ કરી કામ કરતા, તેથી અહંભાવ-મમત્વભાવ થતો નહોતો. અહંભાવ-મમત્વભાવ જવો બહુ દુર્લભ છે. આપ્યા પછી અહંભાવ કરે કે મારું શરીર સારું રૂપાળું છે, તો ચોર કહેવાય. અર્પણ કર્યા પછી પોતાનું કંઈ ન મનાય. અર્પણભાવ કર્યા પછી મમત્વ ન રહે. (બો-૧, પૃ.૨૯૧, આંક ૪૧). લોભ [] જે વસ્તુ હાલ નથી મળી, તે મેળવવાની ઇચ્છા કર્યા કરવી, તે લોભ કહેવાય છે; અને લોભ એ સર્વ પાપનું મૂળ છે એમ જાણી, એ લોભ જેટલે અંશે છૂટશે તેટલી તૃષ્ણા ઘટશે તો જન્મમરણ પણ તેટલાં ઓછાં થશે. લોભને થોભ નથી.” એમ કહેવાય છે, પણ જ્ઞાની પુરુષોનો બોધ તો તે લોભને માથે કુહાડો મારવાનો જ કહે છે. (બો-૩, પૃ.૯૫, આંક ૮૮) I ભગવાન પાસે જઈને માગવું, એ તીવ્ર લોભ છે. એ અલૌકિક મિથ્યાત્વ છે. તેમની પાસે માગવાથી મિથ્યાત્વ દૃઢ થાય છે, પાપ બંધાય છે. રોગ આવે કે ધન ન મળે ત્યારે રોગ મટવા કે ધન મળવા લોકો અંતરાયકર્મની પૂજા ભણાવે છે, તેથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy