SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ મુખપાઠ કરવામાં, વાંચવામાં, વિચારવામાં તેમનો કાળ જતો. પરમકૃપાળુદેવે છ કલાક ઊંધવાની છૂટ આપી છે, છતાં પ્રભુશ્રીજી તો ત્રણ કલાક પણ પૂરું ઊંઘતા નહીં. આમ પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધી તો આત્મજ્ઞાન તેમણે પ્રગટાવ્યું. ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો આહાર રસરહિત, મોળો કે ઘી આદિ ઓછાં વપરાય તેવો લેવો. ફળ વગેરેમાં પણ રસ પોષાય, તેવું કરવું નથી. ખાવા માટે જીવવું નથી, પણ જીવવા પૂરતું જ ખાવું છે. (બો-૩, પૃ.૬૯૬, આંક ૮૩૬) ઉપશમ પરમકૃપાળુદેવનાં વચનો પવિત્ર હૃદયમાં જ સ્થાન પામે (વાસ કરે) તેવાં છે. તેથી વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ દ્વારા હૃદય પવિત્ર કરતા રહેવા ભલામણ છેજી. ઉપશમ પણ આત્મા છે. ક્રોધ, માન, માયા, લોભ, કામ આદિ વિકારો જ આત્માના અંતરંગ શત્રુઓ છે. ‘‘સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી (ભ્રાંતિથી) ઐક્યતા થઇ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે.'' (૪૯૩) પોતાનું યથાર્થ સ્વરૂપ ક્રોધાદિની હાજરીમાં ટકી શકતું નથી. તેથી મહાપુરુષોએ હૃદયને પવિત્ર રાખવા, તે વિકારોનો પરાજય કર્યો છે અને ઉપશમસ્વરૂપ બન્યા છે; તથા ઉપશમસ્વરૂપ એવાં સત્શાસ્ત્રનો પરિચય કરતા રહેવા બોધ કર્યો છે. (બો-૩, પૃ.૫૪૬, આંક ૬૦૧) — વૈરાગ્ય એટલે પ૨વસ્તુ પ્રત્યે અનાસક્તિ; અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય-ક્લેશ શાંત પાડવો અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી - આ હાલ થઇ શકે તેમ છેજી, અને તેથી આત્મા નિર્મળ અને સુખી બને છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રની પ્રાપ્તિ થઇ છે, તે સર્વ પ્રસંગમાં ચિત્તની શાંતિ રાખવાનું સર્વોત્તમ રામબાણ ઔષધ છેજી. તેનું વિસ્મરણ થાય છે, તેટલા કષાય-ક્લેશથી આત્મા સંતાપ પામે છે. માટે દેવલોક કે આ લોકનાં માયિક સુખમાં ભટકતા મનને પાછું વાળી, જે થાય તે ભલું માનવામાં આવે, એવા ક્રમમાં લાવવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૭૪, આંક ૫૦૧) D ઉપશમ એ જીવને કલ્યાણનું મુખ્ય સાધન છે; પણ તે ઉપશમ આત્માર્થે થવો જોઇએ. આત્મત્વ-પ્રાપ્તપુરુષના બોધ સિવાય જીવમાં ઉપશમ આવે નહીં. યથાર્થ ઉપશમ સમજાયા વિના અને તેનો આદર કર્યા વિના કોઇ જીવ યથાર્થ સુખી થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. માટે ઉપશમભાવને પામેલા આત્મત્વ-પ્રાપ્તપુરુષથી તે ઉપશમને જાણી, મેળવી, આદરી આ મનુષ્યભવનું સાર્થક કરી લેવું. આ મનુષ્યપણું જ તે ભાવ સાધવા માટે સાધન છે. (બો-૧, પૃ.૨૭, આંક ૩૪) U ભારે ગણાતી માંદગીમાં વળતાં પાણી જાણી, સંતોષ થયો છેજી. ખરી દવા તો ઉપશમરૂપ જ્ઞાનીપુરુષોએ વખાણી છે. તે સાજા અને માંદા, બધાને નિરંતર સેવવા યોગ્ય છે; ડોક્ટર અને દર્દી બંનેને સરખી ઉપયોગી છેજી. આટલો લક્ષ જો જીવને રહ્યા કરે તો જેને સદ્ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે, તેને મરણ પણ ડર ન રહે, સમાધિમરણ પણ થાય; પણ જીવ પથારીમાંથી ઊઠયો કે જાણે માંદગી આવી જ નથી કે મરણ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy