SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ વાસ્તે. આવ્યું કે ચાલ્યું. વજ્રનાં તાળાં વાસીને કહેવું કે જે આવવું હોય તે આવોને ! મરણ આવો, સુખ આવો, દુ:ખ આવો, ચાહે તે આવો, પણ તે મારો ધર્મ નથી. મારો ધર્મ તો જાણવું, દેખવું, સ્થિર થવું એ જ છે. બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ ને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઇ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઇને બેઠા-બેઠા જોવાની મજા પડે છે, પણ જાગૃત, જાગૃત ને જાગૃત રહેવું જોઇએ. હાય !' હાય ! હવે મરી જવાશે, આ તે કેમ સહેવાય ? એવું મનમાં ન આવવું જોઇએ. આગળ ઘણા એવા થઇ ગયા છે કે જેમને ઘાણીમાં ઘાલીને પીલેલા, પણ વિભાવમાં તેમનું ચિત્ત નહીં ગયેલું.'' (બો-૧, પૃ.૨૫) ઉપમિતિભવપ્રપંચ નામના ગ્રંથમાં શ્રી સિદ્ધર્ષિમુનિએ મહામોહને રાજાની ઉપમા આપી છે. તે ઘણો ઘરડો (અનાદિકાળનો) રાજા છે. તેને બે પુત્રો છે. મોટાનું નામ રાગ-કેસરી અને નાનાનું નામ દ્વેષ-ગજેન્દ્ર છે. તે રાજ્યમાં મિથ્યાદર્શન નામે સેનાપતિ છે અને વિષયાભિલાષ નામે મંત્રી છે. આ સર્વ મોહનીયકર્મના પરિવારનું વર્ણન છે. ત્યાં આખા મોહનીયકર્મને મહામોહ નામ આપ્યું છે.(Great Britain એવું નામ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડને આપેલું છે તેવું દર્શનમોહ, કષાય અને નોકષાયનું એકત્ર નામ મહામોહ પાડયું છે.) દર્શનમોહને ઘણી વખત ‘મોહ’ એવું નામ અપાય છે, પરંતુ દર્શનમોહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ હોવાથી, મોહનીયકર્મનો ત્રાસ જીવને લાગે એ અર્થે, દર્શનમોહને પણ મહામોહનીય નામ અપાય છે, અને મહામોહનીયનાં ત્રીસ સ્થાનક સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે, તે મુખ્યત્વે દર્શનમોહના વિસ્તારરૂપ છે. તે જ અર્થ મુખ્યપણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમકૃપાળુદેવે દર્શનમોહનીયકર્મનો ત્રાસ બતાવવા વાપર્યો લાગે છેજી : ‘‘અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઇ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.'' એ વિચારતાં સહજ સમજાશે. (બો-૩, પૃ.૨૮૫, આંક ૨૭૫) ને નિકટના સગાના મરણને કારણે શોક રહ્યા કરે છે એમ લખ્યું, તે જાણ્યું. ] પૂ. એક મહાત્મા લખે છે : મોહાધીન જીવોએ જ્યાં જ્યાં વિશ્વાસ કર્યો છે, તેથી બીજું કોઇ ભયભર્યું સ્થાન તેને માટે નથી; અને જ્યાંથી તેને ભયની શંકાઓ થયા કરે છે, તેથી બીજું તેને નિર્ભય થવાનું સ્થાન નથી.’' જીવે મોહવશે આ મારા ભાઇ, આ મારી મા, આ મારા પતિ, આ મારા સંતાન એમ માન્યું છે - તે બધાં સુખનાં કારણ છે એમ માન્યું છે, ત્યાં જ દુઃખ આવીને વસે છે અને વિયોગાદિ કારણે તે પોતાનું પોત પ્રકાશે છે. અમદાવાદમાં હુલ્લડ થયું કે પરદેશમાં બોમ્બથી હોનારત થઇ, તેમાં કેટલા બધા માણસોનાં પ્રાણ ગયા, કેટલીય બહેનોના ભાઇ, કેટલીય માતાનાં સંતાન, કેટલીય બહેનોના ભાણેજ અને કેટલીય પત્નીઓના પતિઓનો વિયોગ થયો, છતાં જ્યાં મારાપણું માન્યું નથી, ત્યાં દુઃખ થતું નથી. ‘હું અને મારું' એ મોહનો મંત્ર છે. તેથી જગત આખું ગાંડું થઇ રહ્યું છે. તેમાંથી જેમણે સત્પુરુષનો આશ્રય ગ્રહી, તે મંત્રને ભૂલવાનો પ્રયત્ન કર્યો અને ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' એ મંત્રનું આરાધન કર્યું, તેને મોહ સતાવતો નથી. જેમને મોહ સતાવે છે, તેમણે હજી જોઇએ તેવું
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy