SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ કરનાર નથી; પણ શરીરની અંદર એકમેક, તન્મયપણે રહેલો ચેતન, તેને શરીરની (પુદ્ગલની) સાથે અનંતકાળથી રહેવાથી એકરૂપનો અધ્યાસ થઇ ગયેલો છે, એટલે મને દુઃખ થાય છે, હું મરી જઇશ, હું સુખી છું, દુઃખી છું વગેરે તન્મયભાવ કરે છે, એ દર્શનમોહ છે. જે જે પુદ્ગલ જોવામાં, સાંભળવામાં, ખાવા-પીવામાં, સૂંઘવામાં, સ્પર્શવામાં આવે છે, તેમાં આત્મા તન્મય થઇને સારું-ખરાબ, પ્રિય-અપ્રિય, મીઠું-કડવું, સુવાસિત-દુર્ગંધવાળું, સુંવાળું-કઠણ, એમ જે પુદ્ગલના રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ સ્વભાવ છે, તેને પોતાનાં માની તેમાં તન્મય થઇ જાય છે; પરંતુ સત્પુરુષના બોધથી તે પુદ્ગલ પોતાથી એટલે ચેતનથી ભિન્ન છે, એમ સમજાય; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરી ધન, ઘર, છોકરાં, સ્ત્રી, દેહ વગેરે પોતાનાં નથી, એ ચૈતન્યથી ભિન્ન છે, એમ સમજાય; પછી વારંવાર વિચારી જ્ઞાન-જાણવું, દર્શન-દેખવું, ચારિત્ર-સ્થિર થવું ચૈતન્યના ગુણ પુદ્ગલના ગુણથી તદ્દન ભિન્ન છે, એમ સત્પુરુષના બોધથી લક્ષમાં રાખી, દરેક પ્રકારની સાંસારિક ક્રિયાઓ કરતાં વૃત્તિને મોળી પાડતાં દર્શનમોહનો નાશ થાય છે. જેમ આપણે ટ્રેનમાં બેઠા હોઇએ અને બાજુની ગાડી ચાલતી હોય અને તેના તરફ નજર રાખીએ તો આપણને એમ જણાય કે આપણી જ ગાડી ચાલે છે; પણ દૃષ્ટિ ફેરવીને પ્લેટફોર્મ તરફ નજર કરીએ તો જણાય કે આપણી ગાડી સ્થિર છે. તેમ બાહ્ય પદાર્થ તરફ દૃષ્ટિ રાખીને વર્તીએ તો આપણને લાગે કે હું સુખી છું, દુઃખી છું, પૈસાદાર છું, ગરીબ છું, વગેરે; એમ જેવા સંજોગો મળ્યા હોય, તે રૂપ આત્મા થઇ જાય છે; પણ સત્પુરુષના બોધે દૃષ્ટિ ફેરવે અને આત્મા તરફ લક્ષ રાખે તો જણાય કે આત્માનો સ્વભાવ સ્થિર છે; તેમાં બીજું દેખાય છે તે પુદ્ગલનો સ્વભાવ છે, એની સાથે આત્માને કંઇ લેવા-દેવા નથી, તો દર્શનમોહ નાશ પામીને આત્મદૃષ્ટિ થતાં આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય. જે બધા સંજોગો મળ્યા છે, તે સ્વપ્નવત્ છે. જેમ રાત્રે સ્વપ્ન આવે અને બધું દેખાય, પણ જાગૃત થતાં સ્વપ્નમાં જે જોતા હતા, ભોગવતા હતા, તે બધું જૂઠું હતું એમ લાગે. તેમ આ મોટું સ્વપ્ન છે. આગળના ભવોમાં જે ભોગવ્યું હશે, તેમાંનું કંઇ અત્યારે છે ? તેમ આ આયુષ્ય પૂરું થતાં આંખ મીંચાઇ જશે ત્યારે આમાંનું કંઇ યાદ રહેવાનું છે ? કે સાથે આવવાનું છે ? બધું જ સ્વપ્નવત્ પડી રહેશે. માટે વૃત્તિઓને વારંવાર પાછી હઠાવી, મોળી પાડતાં દર્શનમોહનો ક્ષય થશે. પહેલાંના વખતમાં છોકરાઓને ભણવા માટે પાટી ઉપર રેતી પાથરી એકડો કાઢી આપતા. એને ઘૂંટતાં-ઘૂંટતાં પાટીને જરા કોઇની ઠેસ વાગે તો રેતી સરખી થઇ જતી અને બધું ચિતરામણ ભુંસાઇ જતું. તેમ જગતનાં કામ કરતાં આત્મામાં ચિતરામણ પડે કે પાછું સ્મરણમંત્ર યાદ કરવારૂપ ઠેસ મારવી અને એને ભૂંસી નાખવું. એમ વારંવાર સ્મરણમંત્ર ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' યાદ કરતાં રહેવું અને દર્શનમોહરૂપી જગતનાં જે જે ચિતરામણો પડે,.તેને સત્પુરુષના સ્મરણમંત્રરૂપી બોધથી ભૂંસતા જવું. એમ કરતાં આત્મા તેના સ્થિર સ્વભાવમાં આવશે. અશાતાવેદનીના જોરમાં ઉદય હોય ત્યારે વધારે બળ કરીને જોરથી સ્મરણ બોલવું અને વેદનીને કહેવું કે તું તારું કામ કર, હું મારું કામ કરું છું. પ.ઉ. પ્રભુશ્રીજી વેદનીના પ્રસંગે વધારે બળથી બોધ આપતા ઃ ‘‘આત્માનું લક્ષણ ‘જાણવું, દેખવું અને સ્થિર થવું' એ છે, તેને નિરંતર સ્મરણમાં, અનુભવમાં રાખવું; પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય ! પણ જાણું, દેખું તે હું, બીજું તો જાય છે. તેમાં આત્માને કંઇ વળગે તેમ નથી. નહીં લેવા કે દેવા. જે જે દેખાય છે, તે જવાને
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy