SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૮ ) “જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય દયને વિષે સ્થાપન રહો !" (૪૯૩) (બી-૩, પૃ.૪૩૯, આંક ૪૫૯) D પ્રશ્ન: વંદનયોગ્ય શું? પૂજ્યશ્રી : શુદ્ધ આત્મા જ વંદનયોગ્ય છે. અરિહંત તે શુદ્ધ આત્મા છે, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ બધાનું શુદ્ધસ્વરૂપ છે, તે વંદનયોગ્ય છે. દરેકમાં વિવેકની જરૂર છે. ભગવાનનાં વચનોમાં વીતરાગતા છે. એ વિનય સહિત ગ્રહણ કરવાં. જેથી આત્મજ્ઞાન થાય એવાં જે શાસ્ત્ર છે, તેને પણ નમસ્કાર કરવાનો છે. (બો-૧, પૃ.૧૬૮, આંક ૩૫) પ્રતિમા D પ્રતિમા વિષે જણાવવાનું કે પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે. પ્રતિમા પુરુષાકારે હો કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હો, પણ કેવળજ્ઞાનરૂપ નેત્રવાળા ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની, મારા મતની પ્રતિમા અને બીજાના મતની પ્રતિમા માની, વિક્ષેપ કરવો તે નરદમ મૂર્ખતા છે. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાના અનેક માર્ગ છે; તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે, એ આશ્રર્ય છે! કોઈ પહેલાં અહીં આવેલો, તેણે મને પૂછેલું કે ખાનગીમાં તમને આટલું પૂછવું છે કે ભગવાનની પ્રતિમા ચક્ષુવાળી પૂજવી તે દ્રવ્ય મિથ્યાત્વ ખરું કે નહીં ? મેં જણાવેલું કે ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે? પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભારો, તે જ મિથ્યાત્વ છે. ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી. કેવળજ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાન છે. તેમને ગમે તે નિમિત્તે યાદ કરે તો કલ્યાણ છે; નહીં તો ઝઘડા કરનારનું ઠેકાણું પડે તેમ નથી. મતમતાંતરોમાં માથું મારનારની આવી દશા થાય છે. પરમકૃપાળુદેવે તો મતમતાંતરનાં પુસ્તકો પણ હાથમાં લેવાની ના પાડી છે. જેથી મતમતાંતર મટી, સત્ય ભણી વૃત્તિ જાય, તે જ કર્તવ્ય છેજી. નવા મુસલમાન અલ્લા પોકારતાં શ્વાસ પણ ન ઘૂટે એમ કહેવાય છે, તેમ નવા દિગંબરો નાની-નાની વાતોમાં મિથ્યાત્વ જોનારા થઈ જાય છે. મિથ્યાત્વ પોતાનામાં જોઈ દૂર કરશે, તેનું કલ્યાણ થશે. (બી-૩, પૃ.૭૦૮, આંક ૮૫૩). D પૂર્વસ્વ પ્રતિમા પૂના નો ટૂંકો અર્થ એ કે પ્રભુના અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો વિચાર કર્યા વિના, માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે, તેને મૂર્ખ કહ્યો છે. પરમકૃપાળુદેવે પ્રતિમાના અંધ-શ્રદ્ધાળુને સાચી શ્રદ્ધાળુ બનાવ્યા છે, પ્રતિમાપૂજકને પ્રભુપૂજક બનાવ્યા છે. ભગવાનના ભાન વિના જે કાંઈ કરાય છે તે, સરુનું શરણ ન હોય તો રૂઢિરૂપ છે અને આગ્રહપોષક હોય છે, તેથી અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ છે. (બો-૩, પૃ.૭૪૭, આંક ૯૨૫) 0 પ્રતિમા જોઇને ભગવાનને યાદ કરવા કે સમવસરણમાં કેવા શાંત બેસતા હતા ! પરમકૃપાળુદેવે જેઓ પ્રતિમા પૂજતા ન હતા, તેમને પ્રતિમાપૂજક કર્યા; અને જે પ્રતિમાપૂજક હતા, તેમને ભગવાનને પૂજતા કર્યા. બધા આગ્રહો છોડાવ્યા.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy